NewzCafe

NewzCafe The Latest News As Your Taste

નમસ્કાર વાચકમિત્રો,
વર્તમાન વૈશ્વિક પ્રવાહોને જોતાં, અત્યાધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર અને તેના ઉપયોગને કારણે વેબપોર્ટલ ખુબ જ સરળતાથી ઉપલબ્ધ માધ્યમ છે. વેબપોર્ટલ દ્વારા સમાજ, રાજય, દેશ અને દુનિયાના વર્તમાન પ્રવાહો-સમાચારોથી દર્શકોને ખુબજ સહજતાથી માહિતગાર કરી શકાય છે.
અત્યારના સમયમાં દર્શકોને સાચા-સારા સમાચારોની સતત તલાશ હોય છે. તટસ્થાપૂર્વક અને સચ્ચાાઇને વર્ણવતા સમાચારોનો રસથાળ વાંચકોની પ્રથમ

પસંદગી બની રહે છે. વ્યવસાયિકતા આવકાર્ય છે પણ તટસ્થતાના ભોગે નહીં જ. લોકશાહીની ચોથી જાગીર એવી પ્રેસ-મીડીયાની સ્વતંત્રતા વિશે આજે અનેકવિધ સવાલો ઉઠી રહયાં છે ત્યારે અમો આ વેબપોર્ટલ દ્વારા તટસ્થ, ન્યાયસંગત અને લોકોને ઉપયોગી સમાચારો આપવા તૈયાર છીએ.. માત્ર રાજકીય અવલોકનો જ નહીં, પણ સમાજ, રાજય, રાષ્ટ્ર અને દુનિયામાં પ્રતિપળ બનતી તમામ ઘટનાઓને આવરી લેવાનો સ્તુત્ય પ્રયાસ અમારો રહેશે. રાજકારણ, રમતગમત, વિજ્ઞાન, અધ્યાત્મ, સાહિત્ય, સહીતના જ્ઞાનના વ્યાપક ફલકને આવરી લેવા અમો વિનમ્ર પ્રયાસો કરશું
અમોને આશા અને શ્રધ્ધા છે કે, આપને અમારો આ પ્રયાસ પસંદ આવશે.

13/01/2023

Daily Gujarati News by Newz Cafe that published in Gujarat.

25/12/2022

કોર્પોરેટ ટેક્સમાં છૂટછાટનો ફાયદો કોને ? તેનો ફાયદો શું લોકો સુધી પહોંચે છે ?

by : Reena Brahmabhatt

દેશમાં રોજગારીની સર્જન સરકારી વિભાગોમાં થાય છે તેના કરતા ખાનગી કે કોર્પોરેટ કંપનીઓમાં વધુ માત્રામાં રોજગારીનું સર્જન થાય.અને આવું માની ને જ ખરેખર તો ખાનગી કંપનીઓને ટેક્સેશન,જમીન, અને લોન જેવી સુવિધાઓ ક્યાંકને ક્યાંક પ્રદાન કરવામાં આવે છે.પરંતુ દેશમાં કહેવાય છે કે,હાલ લગભગ 5 કરોડ જેટલા લોકો બેરોજગાર છે.જેની સામે ઓછું ટેક્સેશન અને બેંકોની એનપીએ વધી રહી છે જે દર્શાવે છે કે,ખાનગી કંપનીઓ પાસેથી જે આશા હતી તેવું કઈ ખાસ મળ્યું નથી.મતલબ કે,કંપનીઓને ટેક્સમાં છૂટ આપવામાં આવે છે ત્યારે તેઓ તેમની કમાણીનો મોટો હિસ્સો પોતાની પાસે રાખે છે. જેથી આ પૈસાનું રોકાણ કરી શકે.જ્યારે રોકાણ વધશે તો કંપનીના કામનો વ્યાપ વધશે.કંપનીના કામનો વ્યાપ વધશે તો રોજગારી વધશે. અને આમ કંપનીમાં કામ કરતા લોકોની આવકમાં વધારો થશે. માંગ વધશે. અર્થવ્યવસ્થા સરળ રીતે ચાલશે.જેવી કિતાબી વાતો કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટાડવા મુદ્દે કહેવામાં આવે છે.

ત્યારે સપ્ટેમ્બર 2019 કોર્પોરેટ ટેક્સ કાપવામાં આવ્યો હતો.જેમાં જો સેસ, સરચાર્જ અને બધું ઉમેરવામાં આવે તો કોર્પોરેટ ટેક્સ 35 ટકાથી ઘટીને 25 ટકા થઈ ગયો હતો.જોઅને આમાંથી પણ જો સરચાર્જ અને સેસ દૂર કરવામાં આવે તો તે 30 ટકાથી ઘટીને 22 ટકા થઈ ગયો છે. અને આ અંગે સંસદીય અંદાજ સમિતિ કે જે 16 સભ્યોની છે અને તેમાંથી 12 સભ્યો ભાજપના છે. અને આ આ સમિતિના જણાવ્યા અનુસાર કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી સરકારની આવકને લગભગ 1.84 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

તમે કદાચ આટલી મોટી રકમનો અંદાજ લગાવી શકશો નહીં.તો એવું વિચારો કે લગભગ 3 કરોડ પરિવારોને મનરેગા હેઠળ કામ મળે.એટલે કે લગભગ 15 કરોડ લોકો મનરેગા પર નિર્ભર છે. સરકારે આ વર્ષે મનરેગા માટે લગભગ 72 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા.તેની રકમ 1.84 હજાર કરોડ રૂપિયા કરતા 2 ગણી વધારે છે.ગંભીર બેરોજગારીને કારણે, મનરેગા હેઠળ કામ મેળવવા માંગતા લોકોની સંખ્યા વધી રહી છે અને જ્યારે તેનું બજેટ ઘટી રહ્યું છે. હવે તમે વિચારો અને જુઓ કે જો સરકારને કોર્પોરેટ ટેક્સની આટલી મોટી રકમ મળી હોત તો તેનો શું ફાયદો થયો હોત?

કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતી વખતે સરકાર કહેતી હતી કે સરકારને ટેક્સ કલેક્શન વધુ થશે. પરંતુ ટેક્સ કલેક્શનમાં ઘટાડો થયો છે.જ્યારે સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા કહે છે કે નાણાકીય વર્ષ 2021માં 2020ની સરખામણીમાં 30 હજાર લિસ્ટેડ કંપનીઓએ તેમના તમામ ખર્ચો ઉઠાવીને લગભગ 138 ટકાનો નફો કર્યો છે.

ત્યારે આ અંગે એક પછી એક કેટલીક પુસ્તકીય દલીલોના જવાબો શોધીએ તો શું ટેક્સ કટથી મૂડીમાં રોકાણ વધ્યું? તેથી આંકડા દર્શાવે છે કે વર્ષ 2021-22 માટે મૂડી ખર્ચના દરમાં માત્ર 2.3 ટકાનો વધારો થયો છે. જે છેલ્લા છ વર્ષમાં સૌથી નીચો છે.ત્યારે કોર્પોરેટ ગૃહો કર કપાતમાંથી બચેલા નાણાંનો ઉપયોગ કોર્પોરેટ મૂડી ખર્ચને બદલે તેના દેવું ચૂકવવા માટે કરે છે.તેના રોકડ અનામતને મજબૂત કરવામાં. નફો વધારવામાં કરે છે.

ત્યારે આ અંગે વિચારવા જેવી વાત એ છે કે જો કોર્પોરેટ ઘટાડાથી ફાયદો થયો હોત તો તે કેમ દેખાતો નથી? જીડીપી દર સૂચવે છે કે કોર્પોરેટ કટથી અર્થતંત્રને અપેક્ષા મુજબનો ફાયદો થયો નથી.આર્થિક અસમાનતા વધી છે. શ્રીમંત લોકો વધુ સમૃદ્ધ થયા.ગરીબ લોકો ગરીબ થયા છે.નફો થોડા હાથમાં કેન્દ્રિત થઈ ગયો છે. રોજગાર દર માત્ર 40 ટકાની આસપાસ છે. ઘણા લોકોએ રોજગારની આશા છોડી દીધી છે. જેમને રોજગારી મળી છે, તેમાંથી મોટાભાગના લોકો અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરે છે, જેમના વિશે ખુદ સરકારના ડેટા મુજબ, તેમાંથી મોટાભાગના લોકો દર મહિને 10 થી 12 હજારથી ઓછી કમાણી કરે છે.

આ બધાનો અર્થ એ છે કે કોર્પોરેટ ટેક્સ ઘટાડતી વખતે જે લાભો ગણવામાં આવે છે, તે કોઈપણ રીતે ભારતમાં પહોંચ્યા નથી. જો કોર્પોરેટ ટેક્સમાંથી થતી કમાણીનું માનવ સંસાધનોમાં રોકાણ કરવામાં આવ્યું હોત તો તે વધુ અસરકારક બની શક્યું હોત.

25/12/2022

by : Reena Brahmabhatt દેશમાં રોજગારીની સર્જન સરકારી વિભાગોમાં થાય છે તેના કરતા ખાનગી કે કોર્પોરેટ કંપનીઓમાં વધુ માત્રામાં રો....

હવે ન્યૂઝ પોર્ટલને પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ બિલ; 155 વર્ષ જૂના કાયદાનો અંત આવશે
16/07/2022

હવે ન્યૂઝ પોર્ટલને પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ બિલ; 155 વર્ષ જૂના કાયદાનો અંત આવશે

Daily Gujarati News by Newz Cafe that published in Gujarat.

Address

Ahmedabad
380028

Alerts

Be the first to know and let us send you an email when NewzCafe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NewzCafe:

Share