02/09/2023
*સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો.....સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું*
હું સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત નથી, પરંતુ ધર્મપ્રેમી સામાન્ય માણસ છું.
*હનુમાનજીના વિવાદમાં* હમણાં ઘણા *સનાતન ધર્મના ઠેકેદારો* બની વચ્યે *કૂદી પડ્યા છે*.
*સનાતન ધર્મ એટલે શુદ્ધ આચાર, વિચાર, આહાર, વિહાર, ભક્તિ, ઉપાસના*.
તેમને પૂછવાનું મન થાય કે *સનાતન ધર્મ શું છે ?*
1. શું *દારૂ* પીવો, *ગુટકા-પાનમસાલા* ખાવા, તે સનાતન ધર્મ છે?
2. શું *ગણપતિ ઉત્સવમાં* ભક્તિના ઓઠા હેઠળ *DJ પર ફિલ્મોના ગાયનો વગાડી દારૂ ઢીંચી નાચવું* તે સનાતન ધર્મ છે?
3. શું *શિવરાત્રી પર ભાંગ ઢીંચવી* તે સનાતન ધર્મ છે?
4. શું *નવરાત્રીમાં* માતાજીની મૂર્તિને હાંસિયામાં ધકેલી પારકા ભાયડા અને બૈરાઓએ ભેગા થઇ નાચી *પ્રગટ માતાજીઓની ઉપાસના કરવી* તે સનાતન ધર્મ છે? (ગુજરાતમાં *નવરાત્રી* ઉત્સવ *પછી* સૌથી વધુ *ગર્ભપાત* થાય છે)
5. શું *જન્માષ્ટમી* પર્વ પર *જુગાર* રમવો તે સનાતન ધર્મ છે?
6. શું *ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શને દારૂ ઢીંચતા પદયાત્રા* કરીને જવું તે સનાતન ધર્મ છે? (સર્વેક્ષણ મુજબ ભાદરવી પૂનમના આગલા દિવસોમાં જ ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે.)
7. શું *સત્યનારાયણની કથામાં મફત બીડીના ઠૂંઠા પીવા*, શીરાનો પ્રસાદ આરોગવો, બાપના બગીચામાં બેઠા હોય તેમ ફળિયામાં ખાટલા ઢાળી બેસવું તે સનાતન ધર્મ છે? ( 90% લોકોને સત્યનારાયણ ભગવાન વિશે ખબર જ નથી હોતી, જાણવું પણ નથી, લેવાદેવા જ નથી. )
8. શું *રાતભર* ચાલતા ‘સંતવાણી’ના નામે *ભજનના કાર્યક્રમોમાં દારૂ ઢીંચીને* ગાતા કલાકારોના તાલે નાચવું, ગાદલા-ઓશિકા પર સૂતા-સૂતા *બીડીના ઠૂંઠા પીને નિશાચરની જેમ રાત પસાર કરવી* તે સનાતન ધર્મ છે?
9. શું *ઈંડા-આમલેટ ખાવા, માંસાહાર કરવો* તે સનાતન ધર્મ છે?
10. શું *TV, ફિલ્મો કે મોબાઈલ* દ્વારા *અશ્લિલ ચલચિત્રો* જોવા તે સનાતન ધર્મ છે?
11. શું *નોકરી-ધંધા*-વ્યવહારમાં *લાંચ-રીશ્વત* લેવી, *દગા-પ્રપંચ* કરી લોકોને છેતરવા તે સનાતન ધર્મ છે?
12. શું *માતા-પિતાનો અનાદર*-તિરસ્કાર કરવો, ઘડપણમાં તેમને *વૃદ્ધાશ્રમમાં* તરછોડી દેવા તે સનાતન ધર્મ છે?
13. શું ઘરમાં *પતિ-પત્નીના, સાસુ-વહુના, માતાપિતા-સંતાનોના ઝગડા* કરવા તે સનાતન ધર્મ છે?
14. શું આપણા *ગીતા-રામાયણ-મહાભારત-ભાગવત* જેવા ગ્રંથને જૂનવાણી, નિરસ સમજી જિંદગીભર *ન વાંચી* ; *છાપા વાંચવામાં, મોબાઈલ મચેડવામાં, PUBGમાં* જીવન બરબાદ કરવું તે સનાતન ધર્મ છે?
15. શું આપણા સનાતન *રીતિ-રીવાજો, પ્રણાલિકાઓ, દેવી-દેવતાઓ, સંતો-ભક્તો, ગ્રંથો, તીર્થસ્થાનોની ઠેકડી ઉડાડવી* ; તેવું કરતા કલાકારો, લેખકો, ફિલ્મોને પ્રોત્સાહન અપાવું તે સનાતન ધર્મ છે ?
*સનાતન ધર્મ*ના કક્કો-બારખડી *જાણ્યા-સમજ્યા વિના* તેનું પરિશુદ્ધ સ્વરૂપ એવા અજોડ સ્વામિનારાયણ સંપ્રદાયની *નિંદા-ટીકા કરવા કરતા*, તેને *સમજવા પ્રયત્ન કરો*. કવિવર નાન્હાલાલ કહેતા ‘આ ધર્મ આચાર-સ્વચ્છતા, વિચાર-સ્વચ્છતા, આંતર-બાહ્ય સર્વદેશીય સ્વચ્છતાનો
માર્ગ છે.
મેં જોયું છે કે,
*સ્વામિનારાયણ સંપ્રદાય લોકોને સાચા સનાતન ધર્મના માર્ગે વાળે છે* :
1. *બાળકો માતા-પિતાને* પગે લાગે, ક્યાંકથી મળેલા પાકીટ, મોબાઈલ વગેરે *વસ્તુઓ પરત કરે*, પરીક્ષામાં ચોરી ન કરે, *વેકેશનમાં* સમય, શક્તિ વેડફવાને બદલે *વ્યસનમુક્તિ અભિયાન* કરે છે.
2. *બાળકો-યુવાનો TV, ફિલ્મ, મોબાઈલમાં અશ્લિલ ન જુવે*, તેના ઉપયોગમાં વિવેક રાખે છે.
3. વિદ્યાર્થીકાળમાં *બાળકો-યુવાનો સંયમપૂર્વક વિજાતીય આકર્ષણથી દૂર* રહી, *અભ્યાસમાં* શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરે છે.
4. આબાલવૃદ્ધ સર્વે *વ્યસનમુક્ત, શાકાહારી* જીવન જીવે છે.
5. ઘરમાં *ઘરસભા* દ્વારા ઘરના *પારિવારિક સંબંધો* મજબુત બનાવે છે.
6. ઘરમાં *ઘરમંદિરમાં આરતી-થાળ-ભજન-ભક્તિ* દ્વારા સમગ્ર *ઘરને* જ એક *મંદિર* બનાવે છે.
7. સવારે *નિત્યપૂજા*, રોજ અથવા અઠવાડિયે એકવાર ગામના *મંદિરમાં દર્શને* જઈ ભગવાનમાં જોડાય છે.
8. આબાલવૃદ્ધ સર્વે *અઠવાડિક સભામાં* જઈ *સનાતન ધર્મના* મૂલ્યો, રીતિ-રીવાજો, અવતારો, ઋષિઓ, ગ્રંથોના ઉપદેશો *જીવનમાં સુદ્રઢ* કરે છે.
9. જરૂર પડે ત્યારે *ભૂકંપ-રેલ-દુષ્કાળ રાહતકાર્યમાં સ્વયંસેવક* બની સમયનું યોગદાન આપે છે.
10. *સનાતન ધર્મના ઉત્સવો ઉજવે* પણ દૂષણો-વિકૃતીઓથી દૂર રહે છે.
11. *સરકારી અધિકારીઓ લાંચ ન લે*, ન લેવા દે.
12. પોતાના *સંપર્કમાં આવનારા* અનેકને *સનાતન ધર્મ તરફ પ્રેરે* છે.
*સનાતન ધર્મની પુષ્ટિ* ફક્ત વાદવિવાદ, કથા-પ્રવચનો, ઉપરછલ્લા રીતિ-રિવાજોથી નહિ, પરંતુ તે મુજબ *જીવન જીવવાથી થાય* છે. મારા મત મુજબ *સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના પોષણ-રક્ષણનું* સાચા અર્થમાં *કામ કરી રહ્યો છે*.
મેં જોયું કે *સ્વામિનારાયણીયા કોઈને પરાણે* પોતાન *સંપ્રદાયમાં નથી ભેળવતા*, પરંતુ શૈવ-વૈષ્ણવ-શાકતપંથીઓને, *સનાતન ધર્મીઓને પોતાના ધર્મનું સાચા અર્થમાં અનુસરણ કરવાનું શીખવે છે*.
આજે ઇસ્લામ માટે તે લોકો મરવા તૈયાર છે, અને બની બેઠેલા સનાતન ધર્મના રક્ષકો પોતાના ધર્મ મુજબ જીવવા તૈયાર નથી. જો ખરેખર *સાચા સનાતન ધર્મી થવું હોય તો* વાદવિવાદને બદલે *એવું જીવન બનાવો*.
1) *બાળકોને* માતાપિતાને પગે લગાડો, ધર્મગ્રંથો વંચાવો, મંદિરે લઇ જાઓ.
2) *બાળકો-યુવાનોને* TV-ફિલ્મ-મોબાઈલમાં સંયમના પાઠ શીખવો.
3) *પુત્રીઓને* ધર્મજ્ઞાન આપી અસ્મિતાવાદી બનાવો, નહિતર તમારી નહિ રહે.
4) *વ્યસનોનો ત્યાગ* કરી *શાકાહારી* બનો.
5) *ધર્મમાં, ઉત્સવોમાં* પેઠેલી *વિકૃતિઓથી દૂર* રહી પવિત્ર જીવન જીવો.
6) *સનાતન ધર્મના* શાસ્ત્રો, મંદિરો, દેવ-દેવીઓ, સંતો, *મૂલ્યોને* જાણી, સમજી *આત્મસાત કરો*.
આ રીતે કરશો તો *સનાતન ધર્મ ટકશે* ને ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’મુજબ *તમારું* પણ તો જ *અસ્તિત્વ ટકશે*. બાકી *સ્વામિનારાયણ સંપ્રદાયની નિંદા-ટીકા કરવાથી* તેનો એક પણ *અનુયાયી ઓછો* નથી થયો ને *થશે* પણ *નહિ*; કારણ કે તેઓ પહેલા વિરોધીઓ જ હતા પરંતુ સનાતન ધર્મના રક્ષણ-પોષણ માટે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી તેવું બહારનું વાતાવરણ જોઇને જોડાયા છે.
મેં પરદેશનું વાતાવરણ પણ જોયું છે. અહીં *ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઘોર વિરોધીઓ* પણ *US, Canada, UK, Australia, Africa, UAE, જાય છે ત્યારે* તેમને પોતાનો અને પોતાના સંતાનોનો ધર્મ સાચવવા *ન છૂટકે સ્વામિનારાયણીય મંદિરોમાં*, સભામાં *જવું જ પડે છે*. પરદેશમાં તો ‘સનાતન ધર્મ એટલે સ્વામિનારાયણ’ તેના સિવાય ત્યાનાં લોકોને બીજું કઈ ખબર જ નથી.
સનાતન ધર્મની જય.....