20/07/2025
ગુજરાતના અમદાવાદની 6 વર્ષની મિતવી ગુપ્તા નામની બાળકીએ એક અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. મિતવીએ બંને આંખે પટ્ટી બાંધીને સ્કેટિંગ પર 6 સેકન્ડમાં રૂબિક્સ ક્યુબ હલ કરવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મિતવી પોતાની આંખે પટ્ટી બાંધે છે અને પછી તે ઇનલાઈન સ્કેટિંગ કરે છે. આ દરમિયાન તે સ્કેટિંગ કરતા કરતા જ 3*3 રૂબિક્સ ક્યુબ હલ કરે છે. અને તે પણ બધું માત્ર 6 સેકન્ડમાં જ પૂર્ણ કરે છે.
જો કે ખાસ વાત એ છે કે મિતવી રૂબિક્સ ક્યુબ પર સેકન્ડોમાં ભારતનો તિરંગો પણ તૈયાર કરે છે. તે અત્યાર સુધીમાં 10 દેશ ભારત, જાપાન, પોલેન્ડ, ઇટાલી, ફ્રાન્સ, હંગેરી, ઇન્ડોનેશિયા, આયરલેન્ડ, રશિયા અને જર્મનીના
રાષ્ટ્રીય ધ્વજ પણ બનાવી ચૂકી છે.
તેમના માતા નિકિતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, મિતવીનું નામ India Book of Recordsમાં નોંધવા માટે પણ મોકલાયું છે. તેનો અનોખી સિદ્ધિ હાંસલ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.