Ellisbridgesamachar

Ellisbridgesamachar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ellisbridgesamachar, Magazine, B-3 MOHINI TOWER OPPSORIUE SHRADDHA PETROL PUMP BELOW ATITHI DINNINGHALL BODAKDEV AHMDABAD, Ahmedabad.

એલિસબ્રિજ વિધાનસભાના વિસ્તારને સત્યની જાણકારી આપવા રાષ્ટ્ર અને પ્રજાના હીત માટે ભ્રષ્ટ્રાચારના કૌભાંડીઓને ઉઘાડા પાડી સરકારને સહયોગ આપવા

આપની આસપાસ બનતી તમામ ઘટનાની જાણકારી અમોને પહોંચાડશો એલિસબ્રિજ સમાચાર હંમેશા પ્રજાનો અવાજ બનશે

રાજ્યસભાના દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મંજૂરી....ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ...
03/03/2026

રાજ્યસભાના દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મંજૂરી....

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક ઉમેદવારોના નામોને પોતાની સત્તાવાર મંજૂરી આપી છે. પક્ષના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા ચર્ચા અને વિચારવિમર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રાજ્યસભાની ચૂંટણી સામાન્ય રીતે તે બેઠકો માટે યોજાય છે, જેઓના કાર્યકાળ પૂર્ણ થવા પામ્યા છે. આ પ્રક્રિયામાં સંબંધિત રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મતદાન દ્વારા સભ્યોને રાજ્યસભામાં મોકલે છે. દ્વિવાર્ષિક ચૂંટણી દ્વારા સંસદના ઉચ્ચ ગૃહમાં નવા પ્રતિનિધિઓનો પ્રવેશ થાય છે, જે રાષ્ટ્રીય સ્તરે કાનૂની અને નીતિગત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારોની પસંદગી કરતી વખતે સંગઠન પ્રત્યેની નિષ્ઠા, જાહેર જીવનનો અનુભવ, સામાજિક પ્રતિબદ્ધતા અને રાજકીય કાર્યક્ષમતાને મહત્વ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિવિધ પ્રદેશોમાં સામાજિક અને પ્રાદેશિક સંતુલન જળવાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું પક્ષવર્તુળોમાંથી જાણવા મળે છે.

આ જાહેરાત બાદ સંબંધિત રાજ્યોમાં રાજકીય ચકચાર વધવાની શક્યતા છે. પક્ષના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય રાજકીય પક્ષો પણ પોતાની વ્યૂહરચના ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.

રાજ્યસભા દેશની સંસદીય વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ સંસ્થા છે, જ્યાં વિવિધ ક્ષેત્રોના અનુભવી પ્રતિનિધિઓ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરીને કાયદાકીય પ્રક્રિયામાં યોગદાન આપે છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામો હવે સત્તાવાર ચૂંટણી પ્રક્રિયામાં આગળ વધશે.

આગામી દિવસોમાં ચૂંટણી સંબંધિત કાર્યક્રમો અને મતદાન પ્રક્રિયા અંગે વધુ સ્પષ્ટતા થવાની અપેક્ષા છે. **એલિસબ્રિજ સમાચાર** વાચકોને આ વિષયક તમામ તાજી માહિતી પહોંચાડતું રહેશે.

✨જય હિંદ 🇮🇳



📍 વધુ અપડેટ માટે
જોડાયેલા રહો

📢 આ સફરમાં અમારી સાથે રહો:
🌐 નવીનતમ કવરેજ અને આંતરદૃષ્ટિ માટે અમને અનુસરો.
💬 શેર કરો, ટિપ્પણી કરો અને તમારા સમુદાયનો અવાજ ઉઠાવો.

📍 એલિસબ્રિજ સમાચાર
સંપર્ક : 7984218108
📧 Email : [[email protected]](mailto:[email protected])

👉 એલિસબ્રિજ વિધાનસભાની સત્ય માહિતી અને ભારત રાષ્ટ્રનો વંદનીય ઇતિહાસ જાણવા,
એલિસબ્રિજ સમાચારના ઓફિશિયલ ફેસબુક પેજને ફોલો કરી શેર કરી આપનો સહયોગ આપો.

🙏🏻 આભાર સહ,
📰 એલિસબ્રિજ સમાચાર










રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સરસંઘચાલક માનનીય શ્રી મોહનજી ભાગવતજી તા. 04-03-2026 બુધવારથી 05-03-2026 ગુરૂવાર સુધી...
03/03/2026

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સરસંઘચાલક માનનીય શ્રી મોહનજી ભાગવતજી તા. 04-03-2026 બુધવારથી 05-03-2026 ગુરૂવાર સુધી ગુજરાતના પ્રવાસે પધારવાના છે. તેમના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન ધાર્મિક તથા સંગઠનાત્મક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

**04 માર્ચ 2026, બુધવારના રોજ**
સવારે 10.30 કલાકે તેઓ કર્ણાવતી સ્થિત પ્રાંત કાર્યાલય ખાતે આગમન કરશે. કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત તથા ચર્ચા યોજાશે.

સાંજે 4.45 થી 6.15 કલાક દરમિયાન તેઓ ખેડા જિલ્લાના વડતાલધામ સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિરે દર્શનાર્થે પધારશે. અહીં તેઓ સંતો સાથે ભેટ અને વિચારવિમર્શ કરશે.

**05 માર્ચ 2026, ગુરૂવારના રોજ**
સવારે 9.30 થી 11.45 દરમિયાન તેઓ શ્રી સ્વામીનારાયણ મંદિર, જેતલપુરધામ ખાતે શ્રી રેવતી બળદેવજી હરિ કૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી પાટોત્સવ પ્રસંગે દર્શન કરશે અને સંતો સાથે ભેટવાર્તા યોજશે.

સાંજે 4.00 કલાકે તેઓ કર્ણાવતીથી પ્રસ્થાન કરીને ગુજરાત પ્રવાસ પૂર્ણ કરશે.

આ મુલાકાત સંગઠન તેમજ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંતો અને કાર્યકર્તાઓ સાથેના સંવાદ દ્વારા સામાજિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે પરસ્પર સહકાર અને સંકલન વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

✨જય હિંદ 🇮🇳



📍 વધુ અપડેટ માટે
જોડાયેલા રહો

📢 આ સફરમાં અમારી સાથે રહો:
🌐 નવીનતમ કવરેજ અને આંતરદૃષ્ટિ માટે અમને અનુસરો.
💬 શેર કરો, ટિપ્પણી કરો અને તમારા સમુદાયનો અવાજ ઉઠાવો.

📍 એલિસબ્રિજ સમાચાર
સંપર્ક : 7984218108
📧 Email : [[email protected]](mailto:[email protected])

👉 એલિસબ્રિજ વિધાનસભાની સત્ય માહિતી અને ભારત રાષ્ટ્રનો વંદનીય ઇતિહાસ જાણવા,
એલિસબ્રિજ સમાચારના ઓફિશિયલ ફેસબુક પેજને ફોલો કરી શેર કરી આપનો સહયોગ આપો.

🙏🏻 આભાર સહ,
📰 એલિસબ્રિજ સમાચાર












આમંત્રણ માધવ સ્મૃતિ ન્યાસ” દ્વારા તેની આગવી પરંપરા મુજબ દર વર્ષે શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા નું આયોજન કરવામાં આવે છે.રાષ્...
15/02/2026

આમંત્રણ

માધવ સ્મૃતિ ન્યાસ” દ્વારા તેની આગવી પરંપરા મુજબ દર વર્ષે શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા નું આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે આ વર્ષે આયોજિત વ્યાખ્યાનમાળાનો વિષય છે –

"સંઘ 100 વર્ષ કી યાત્રા – નયે ક્ષિતિજ”

આ વિશેષ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે જીનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.

📅 દિનાંક: 16-02-2026, સોમવાર
⏰ સમય: સાંજે 6.30 કલાકથી
📍 સ્થળ: દિનેશ હૉલ
ઇનકમટેક્સ ચાર રસ્તા પાસે,
આશ્રમ રોડ, કર્ણાવતી (અમદાવાદ)

✨જય હિંદ 🇮🇳



📍 વધુ અપડેટ માટે જોડાયેલા રહો
📢 આ સફરમાં અમારી સાથે રહો: 🌐
નવીનતમ કવરેજ અને આંતરદૃષ્ટિ માટે અમને અનુસરો.

💬 શેર કરો, ટિપ્પણી કરો અને તમારા સમુદાયનો અવાજ ઉઠાવો.

📍 એલિસબ્રિજ સમાચાર સંપર્ક : 7984218108
📧 Email : [[email protected]](mailto:[email protected])

👉 એલિસબ્રિજ વિધાનસભાની સત્ય માહિતી અને ભારત રાષ્ટ્રનો વંદનીય ઇતિહાસ જાણવા, એલિસબ્રિજ સમાચારના ઓફિશિયલ ફેસબુક પેજને ફોલો કરી શેર કરી આપનો સહયોગ આપો.
🙏🏻 આભાર સહ,
✍🏻 📰 એલિસબ્રિજ સમાચાર

















26/01/2026

🇮🇳 ભારતના પ્રજાસત્તાક દિવસની ગૌરવમય ઉજવણી 🇮🇳

26 જાન્યુઆરી – રાષ્ટ્રગૌરવનો મહાપર્વ

26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે પોતાનું સંવિધાન સ્વીકારીને વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી હતી. આ ઐતિહાસિક દિવસે દેશ પ્રજાસત્તાક બન્યો અને દરેક નાગરિકને સમાન અધિકાર, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વની ખાતરી મળી.

પ્રજાસત્તાક દિવસ માત્ર રજાનો દિવસ નથી, પરંતુ સંવિધાનના મૂલ્યોને યાદ કરવાનો, દેશ માટે બલિદાન આપનારા શહીદોને નમન કરવાનો અને રાષ્ટ્રપ્રતિ ફરજની ભાવનાને મજબૂત કરવાનો અવસર છે. દેશભરમાં શાળાઓ, સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.

ભારતનું સંવિધાન આપણા દેશની આત્મા છે, જે વિવિધતા વચ્ચે એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે આપણે સૌએ સંવિધાનનું માન રાખી, દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે જવાબદાર નાગરિક બનવાનો સંકલ્પ લેવો જોઈએ.

આ અવસરે આપણા ઋષિઓ અને વિદ્વાનો દ્વારા ઉચ્ચારાયેલા શ્લોકો રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરે છે —

“जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।”
(માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.)

“वसुधैव कुटुम्बकम्।”
(સમગ્ર વિશ્વ એક પરિવાર છે.)

આ પ્રજાસત્તાક દિવસ પર આપણે સૌ ભારત માતાની સેવા, સંવિધાનના પાલન અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાનો સંકલ્પ લઈએ.

🇮🇳 જય હિંદ | જય ભારત 🇮🇳














ડોડા અકસ્માતમાં શહીદ થયેલા 10 જાંબાઝ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિગુરુવારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક અત્યંત હૃદયદ્...
24/01/2026

ડોડા અકસ્માતમાં શહીદ થયેલા 10 જાંબાઝ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ. ભદ્રવાહ–ચંબા હાઈવે પર ‘ખન્ની ટોપ’ પાસે ભારતીય સેનાનું બુલેટપ્રૂફ વાહન અકસ્માતગ્રસ્ત બની અંદાજે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું.

આ ગમખ્વાર અકસ્માતમાં દેશની રક્ષા માટે સદાય તત્પર રહેતા ભારતીય સેનાના 10 જાંબાઝ જવાનો શહીદ થયા. દેશ આજે તેમના બલિદાનને નમન કરી રહ્યો છે. આ વીર સપૂતોનું શૌર્ય અને ત્યાગ સદાય દેશવાસીઓના હૃદયમાં અમર રહેશે.

ઈશ્વર શહીદ જવાનોની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે — એવી પ્રાર્થના.

✨જય હિંદ 🇮🇳



📍 વધુ અપડેટ માટે
જોડાયેલા રહો

📢 આ સફરમાં અમારી સાથે રહો:
🌐 નવીનતમ કવરેજ અને આંતરદૃષ્ટિ માટે અમને અનુસરો.
💬 શેર કરો, ટિપ્પણી કરો અને તમારા સમુદાયનો અવાજ ઉઠાવો.

📍 એલિસબ્રિજ સમાચાર
સંપર્ક : 7984218108
📧 Email : [[email protected]](mailto:[email protected])

👉 એલિસબ્રિજ વિધાનસભાની સત્ય માહિતી અને ભારત રાષ્ટ્રનો વંદનીય ઇતિહાસ જાણવા,
એલિસબ્રિજ સમાચારના ઓફિશિયલ ફેસબુક પેજને ફોલો કરી શેર કરી આપનો સહયોગ આપો.

🙏🏻 આભાર સહ,
✍🏻 📰 એલિસબ્રિજ સમાચાર

#શહીદોનેશ્રદ્ધાંજલિ





"ભારત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું""દ્રઢ નેતૃત્વ અને સુનિયોજિત નીતિઓની ઐતિહાસિક સિદ્ધિ"આજે ભારત માટ...
24/01/2026

"ભારત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું"

"દ્રઢ નેતૃત્વ અને સુનિયોજિત નીતિઓની ઐતિહાસિક સિદ્ધિ"

આજે ભારત માટે ગૌરવની ક્ષણ છે. વિશ્વની આર્થિક દોડમાં ભારતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત હવે વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનીને ઉભરી આવ્યું છે. આ ઐતિહાસિક સફળતા પાછળ દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ, સુનિયોજિત આર્થિક નીતિઓ અને કરોડો ભારતીયોની મહેનતનો સમન્વય છુપાયેલો છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે માત્ર પાંચ વર્ષમાં ભારતને વિશ્વના પાંચમા ક્રમના અર્થતંત્ર સુધી પહોંચાડ્યું હતું. ત્યારબાદ સમગ્ર વિશ્વે કોરોના મહામારી જેવી અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કર્યો. સાથે સાથે યુક્રેન–રશિયા યુદ્ધ, વૈશ્વિક મંદી, ઊર્જા સંકટ અને સપ્લાય ચેઇન જેવી ગંભીર પડકારો સામે આવ્યા. તેમ છતાં ભારતે આ તમામ સંજોગોમાં સ્થિરતા, આત્મવિશ્વાસ અને ઝડપી પુનઃઉત્થાન દર્શાવ્યું.

આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓએ દેશની આર્થિક દિશા બદલી નાખી. માળખાગત વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો, કૃષિ, સેવા ક્ષેત્ર અને ટેકનોલોજીમાં થયેલા વ્યાપક સુધારાઓએ ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈ આપી છે. વિદેશી રોકાણકારોનો વધતો વિશ્વાસ અને વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત હાજરી આ પ્રગતિના સ્પષ્ટ પુરાવા છે.

આ સિદ્ધિ માત્ર આંકડાઓ સુધી સીમિત નથી, પરંતુ તે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા, નીતિગત સ્થિરતા અને ભવિષ્યના અપરિમિત સંભાવનાઓનું પ્રતિબિંબ છે. આજે ભારત વિશ્વ માટે માત્ર એક બજાર નહીં, પરંતુ વિકાસનો વિશ્વસનીય સાથી બની રહ્યું છે.

ગુજરાત ભાજપના મુખપત્ર **‘મનોગત’ મેગેઝીન**માં પ્રસિદ્ધ થયેલ મારો આ લેખ ભારતની આર્થિક ઉડાન અને આદરણીય વડાપ્રધાનના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ પ્રત્યે શ્રદ્ધાંજલિ સમાન છે. નિશ્ચિત રીતે, આવનારા વર્ષોમાં ભારત વધુ મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનીને વિશ્વમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરશે.

✨જય હિંદ 🇮🇳



📍 વધુ અપડેટ માટે
જોડાયેલા રહો

📢 આ સફરમાં અમારી સાથે રહો:
🌐 નવીનતમ કવરેજ અને આંતરદૃષ્ટિ માટે અમને અનુસરો.
💬 શેર કરો, ટિપ્પણી કરો અને તમારા સમુદાયનો અવાજ ઉઠાવો.

📍 એલિસબ્રિજ સમાચાર
સંપર્ક : 7984218108
📧 Email : [[email protected]](mailto:[email protected])

👉 એલિસબ્રિજ વિધાનસભાની સત્ય માહિતી અને ભારત રાષ્ટ્રનો વંદનીય ઇતિહાસ જાણવા,
એલિસબ્રિજ સમાચારના ઓફિશિયલ ફેસબુક પેજને ફોલો કરી શેર કરી આપનો સહયોગ આપો.

🙏🏻 આભાર સહ,
✍🏻 📰 એલિસબ્રિજ સમાચાર

#ભારત_વિશ્વગુરુ
#ભારત_આર્થિક_મહાસત્તા
#ચોથું_સૌથી_મોટું_અર્થતંત્ર


#આત્મનિર્ભર_ભારત







#ભારતની_ઉડાન
#ભારત_ગૌરવ

વસંત પંચમીના પાવન પર્વે બનાસકાંઠા વિભાગના સંઘ કાર્યાલય  “વંદે માતરમ ભવન”નું લોકાર્પણ સંપન્ન.RSSની દશા બદલાઈ છે, પરંતુ દિ...
23/01/2026

વસંત પંચમીના પાવન પર્વે બનાસકાંઠા વિભાગના સંઘ કાર્યાલય “વંદે માતરમ ભવન”નું લોકાર્પણ સંપન્ન.

RSSની દશા બદલાઈ છે, પરંતુ દિશા એ જ છે.
વંદે માતરમ ભવન હિન્દુ સમાજનું કેન્દ્રબિંદુ બનશે:
- શ્રી સુનિલભાઈ મહેતા (અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ)

આજે તા. ૨૩ જાન્યુઆરી, વસંત પંચમીના શુભ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી બનાસકાંઠા ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા “વંદે માતરમ ભવન” ના લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના અગ્રણી સાધુ-સંતો, સમાજના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકોની ઉપસ્થિતિ રહી. ભવનનો શુભારંભ સાધુ-સંતોના મંગલ પ્રવેશ સાથે કરવામાં આવ્યો હતો. વૈદિક પરંપરા અનુસાર યજ્ઞવિધિ દ્વારા ભવનની લોકાર્પણ વિધિ સંપન્ન થઈ.

લોકાર્પણ સમારંભના મુખ્ય અતિથિ તરીકે સામાજિક અગ્રણી શ્રી હેમચંદભાઈ જગાણીયા ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું હતું કે, સારા કાર્યો માટે આપણું દાન સ્વીકારાય એ જ આપણું અહોભાગ્ય છે. આ કાર્યાલય શક્તિ કેન્દ્ર બની વિકસે અને સંઘનું કાર્ય ઘર-ઘર સુધી પહોંચે તેવી મારી અભિલાષા છે.

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે RSS ના અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ શ્રી સુનિલભાઈ મહેતા હાજર રહ્યા. તેમણે પોતાના માર્ગદર્શનમાં જણાવ્યું કે, ભવન બન્યા બાદ સ્વયંસેવકોની સાચી કસોટી શરૂ થાય છે, કારણ કે સંઘનું કાર્ય ભવનોમાં નહીં પરંતુ મેદાનોમાં થાય છે. આજે સંઘની દશા બદલાઈ છે, પરંતુ તેની દિશા હંમેશા અડગ અને અવિચલિત રહેવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, વંદે માતરમ ભવન માત્ર સ્વયંસેવકો માટે નહીં પરંતુ વિવિધ ક્ષેત્રો અને સમગ્ર હિન્દુ સમાજ માટેનું કેન્દ્રબિંદુ બની ભવિષ્યમાં સામાજિક ચેતનાનું પ્રેરણાસ્થાન બનશે.

સ્ત્રોત :- વિશ્વ સંવાદ કેન્દ્ર
પ્રકાશક :- એલિશબ્રિજ સમાચાર

#વંદે_માતરમ
#વંદે_માતરમ_ભવન
#વસંત_પંચમી
#શુભ_દિન
#સંસ્કાર
#હિન્દુ_સમાજ
#રાષ્ટ્રીય_ચેતના
#સેવા_સંસ્કાર
















VB-G RAM G જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ...
23/01/2026

VB-G RAM G જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, શ્રમિક કલ્યાણ અને ગ્રામીણ વિકાસના તમામ આયામોમાં **VB-G RAM G** યોજના મનરેગા કરતાં વધુ લાભકારી, પારદર્શી અને પરિણામલક્ષી છે. તેમણે મનરેગાની સરખામણીએ આ અધિનિયમમાં કરાયેલા મહત્વના સુધારાઓ અંગેની સાચી માહિતી જમીનસ્તર સુધી, દરેક ગામડા અને જન-જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું.

VB-G RAM Gમાં પારદર્શિતા વધતા મનરેગામાં થતો ભ્રષ્ટાચાર બંધ થવાના ડરથી કોંગ્રેસ અને તેના મળતિયાઓ ગ્રામીણ શ્રમિકોમાં ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.

પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ “VB-G RAM G જનજાગરણ અભિયાન”ના સુચારુ આયોજન, કાર્યપદ્ધતિ અને સંગઠનાત્મક મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપતાં સમગ્ર ભાજપા સંગઠન તથા ચૂંટાયેલ પાંખને યોજનાની સાચી માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા હાકલ કરી.

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ VB-G RAM G અંતર્ગત શ્રમિકોના લાંબાગાળાના વિકાસ માટેની જોગવાઈઓ અને ગ્રામીણ વિકાસના વિવિધ આયામો અંગે વિસ્તૃત છણાવટ કરી.

જનજાગરણ અભિયાન અંતર્ગત ૨૭ થી ૨૯ જાન્યુઆરી દરમિયાન જિલ્લા સ્તરે, ૧ થી ૫ ફેબ્રુઆરી મંડલ સ્તરે કાર્યશાળાઓ યોજાશે. તેમજ ૫ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક તાલુકામાં શ્રમિક સંમેલન અને ૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાજપા કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય સ્તરે ખેડૂત-શ્રમિક ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવશે.

સ્ત્રોત :-
પ્રશાંત વાળા - પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ (ભાજપા ગુજરાત)

પ્રકાશક:-
એલિશબ્રિજ સમાચાર





























VB-G RAM G યોજનાએ મનરેગાનું સ્થાન લઈ ગ્રામ વિકાસને નવી ગતિ આપી 🇮🇳125 દિવસની કામની ગેરંટી, ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર, GP...
22/01/2026

VB-G RAM G યોજનાએ મનરેગાનું સ્થાન લઈ ગ્રામ વિકાસને નવી ગતિ આપી 🇮🇳
125 દિવસની કામની ગેરંટી, ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર, GPS અને આધુનિક ટેક્નોલોજી આધારિત મોનિટરિંગથી પારદર્શિતા સુનિશ્ચિત થશે — ગ્રામ્ય વિસ્તારોમાં રોજગાર, આવક અને આર્થિક સુરક્ષા વધુ મજબૂત બનશે.

✨જય હિંદ 🇮🇳



📍 વધુ અપડેટ માટે
જોડાયેલા રહો

📢 આ સફરમાં અમારી સાથે રહો:
🌐 નવીનતમ કવરેજ અને આંતરદૃષ્ટિ માટે અમને અનુસરો.
💬 શેર કરો, ટિપ્પણી કરો અને તમારા સમુદાયનો અવાજ ઉઠાવો.

📍 એલિસબ્રિજ સમાચાર
સંપર્ક : 7984218108
📧 Email : [[email protected]](mailto:[email protected])

👉 એલિસબ્રિજ વિધાનસભાની સત્ય માહિતી અને ભારત રાષ્ટ્રનો વંદનીય ઇતિહાસ જાણવા,
એલિસબ્રિજ સમાચારના ઓફિશિયલ ફેસબુક પેજને ફોલો કરી શેર કરી આપનો સહયોગ આપો.

🙏🏻 આભાર સહ,
✍🏻 📰 એલિસબ્રિજ સમાચાર

#ગ્રામવિકાસ #રોજગારગેરંટી #ડાયરેક્ટબેનેફિટ #ટેકનોલોજી #ભારતવિકાસ

ઇક્ષ્વાકુ વંશના મહાન રાજા,૧૪૦ કરોડ હિન્દુ પ્રજાના હૃદયના ધબકારા,દશરથનંદન, સિયાવર, રઘુકુલ રત્ન,મર્યાદા પુરુષોત્તમ શ્રી રા...
22/01/2026

ઇક્ષ્વાકુ વંશના મહાન રાજા,
૧૪૦ કરોડ હિન્દુ પ્રજાના હૃદયના ધબકારા,
દશરથનંદન, સિયાવર, રઘુકુલ રત્ન,
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની
પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિતીય વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે તા. ૨૨-૦૧-૨૦૨૫ ના દિવસે સમસ્ત જનસમુદાયને હાર્દિક શુભમંગલ કામનાઓ🤝

આ દિવસ માત્ર પવિત્ર જ નથી,
પરંતુ તે લાખો કારસેવકોની અડગ આસ્થાની વિજયગાથાનો દ્વિતીય વર્ષ પૂર્ણ થવાનો દિવસ છે.

આ દિવસ લાખો સંતોની તપસ્યા અને પ્રાર્થનાની
સફળતાનો ઉત્સવ છે.

કરોડો શ્રદ્ધાળુઓના અવિરત વિશ્વાસની
વિજયઘોષણા છે.

ભારતના સ્વાભિમાનસભર ઇતિહાસમાં
સુવર્ણ અક્ષરોમાં લખાયેલી
એક મહાન વિજયકથા છે. 🚩

જય શ્રી રામ🙏🚩

✨જય હિંદ 🇮🇳



📍 વધુ અપડેટ માટે
જોડાયેલા રહો

📢 આ સફરમાં અમારી સાથે રહો:
🌐 નવીનતમ કવરેજ અને આંતરદૃષ્ટિ માટે અમને અનુસરો.
💬 શેર કરો, ટિપ્પણી કરો અને તમારા સમુદાયનો અવાજ ઉઠાવો.

📍 એલિસબ્રિજ સમાચાર
સંપર્ક : 7984218108
📧 Email : [[email protected]](mailto:[email protected])

👉 એલિસબ્રિજ વિધાનસભાની સત્ય માહિતી અને ભારત રાષ્ટ્રનો વંદનીય ઇતિહાસ જાણવા,
એલિસબ્રિજ સમાચારના ઓફિશિયલ ફેસબુક પેજને ફોલો કરી શેર કરી આપનો સહયોગ આપો.

🙏🏻 આભાર સહ,
✍🏻 📰 એલિસબ્રિજ સમાચાર

#જયશ્રીરામ
#શ્રીરામચંદ્રજી
#પ્રાણપ્રતિષ્ઠા
#રામમંદિર
#અયોધ્યા
#રામરાજ્ય
#મર્યાદાપુરુષોત્તમ
#રઘુકુલ
#સનાતનધર્મ
#હિન્દુઆસ્થા
#ભારતનીઆસ્થા
#કારસેવકોનીવિજય
#સંતોનીતપસ્યા
#શ્રદ્ધાળુઓનોવિશ્વાસ
#ભારતનોઇતિહાસ
#ધર્મવિજય
#રાષ્ટ્રગૌરવ 🚩

Address

B-3 MOHINI TOWER OPPSORIUE SHRADDHA PETROL PUMP BELOW ATITHI DINNINGHALL BODAKDEV AHMDABAD
Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Ellisbridgesamachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ellisbridgesamachar:

Share

Category