12/06/2025
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઑફ સમયે ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં એક અત્યંત કરુણ દૃશ્ય સામે આવ્યું છે. આ વિમાન નજીકમાં આવેલી ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ પર અથડાયું હતું, જેના કારણે બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી અને 8થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
હોસ્ટેલ સાથે વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા હતા.
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેંક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાંક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતાં 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદયા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.
રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી
Gujarat SamacharGujarat CitiesAhmedabad
અમદાવાદ પ્લેન ક્રેશ | 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા, જાણો અત્યાર સુધીની તમામ મોટી અપડેટ્સ
Updated: Jun 12th, 2025
Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
PM મોદીએ ગૃહમંત્રી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રી સાથે કરી વાત
ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ (Civil Aviation Minister Ram Mohan Naidu) સાથે વાત કરી છે. તેમણે તેમને અમદાવાદ જવા અને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) સાથે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે. આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અમદાવાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
અમદાવાદ ઍરપોર્ટ અનિશ્ચિતકાળ સુધી બંધ, તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ
મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ ઍરપોર્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવ્યું છે. તમામ ફ્લાઇટ્સ આગામી નિર્દેશ ન આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી છે. ડીજીસીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 12 જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન (AI-171) 1.38 વાગ્યે ટૅક ઑફ થયું હતું. જે બે મિનિટમાં જ 1.40 વાગ્યે પહેલાં વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયુ હતું. આ ટૅક ઑફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને MAYDAY કૉલ આપ્યો હતો. પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને ધડાકાભેર પ્લેન ક્રેશ થયું હતું. બિલ્ડિંગના પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર છે.
આ પણ વાંચો : અમદાવાદમાં એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ: 242 લોકો હતા સવાર, જુઓ મુસાફરોની યાદી
હોસ્ટેલ પર વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર ઈજાગ્રસ્ત
આ વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ રહેણાંક ઇમારત સિવિલ હૉસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇમારત આગમાં લપેટાઈ જતાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં ઍર ઇન્ડિયા પ્લેન ક્રેશ કેવી રીતે થયું, પ્રાથમિક કારણ આવ્યું સામે, જુઓ VIDEO
રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઑથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઇલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ : ‘Mayday Call...’ પ્લેન ક્રેશ થતા પહેલા પાયલોટે આપ્યું હતું સિગ્નલ
Tags :
Next Story
Arrow GIF
Gujarat SamacharGujarat CitiesAhmedabad
અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટનાની રુંવાડા ઊભા કરી દેતી તસવીરો, જ્યાં જુઓ ત્યાં કાટમાળ અને મૃતદેહો
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતાં બે પાયલોટ અને 50થી વધુ મુસાફરોના મોત થયા છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક વિમાન દુર્ઘટના બાદ જ્યાં જુઓ ત્યાં કાટમાળ અને મૃતદેહો જોવા મળી રહ્યા છે. આ તસવીરો તમારા રૂંવાડા ઊભા કરી દેશે...
જુઓ તસવીરો..
Boeing 787 Dreamliner Details: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઑફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના બની હતી.
એક વિમાનનું 30-50 વર્ષનું હોય છે આયુષ્ય
ડ્રીમલાઇનરનું ડિઝાઇન કરેલ બોઇંગ 787નું આયુષ્ય 44,000 ફ્લાઇટ સાયકલનું છે, જેનું સંભવિત આયુષ્ય 30થી 50 વર્ષનું હોય છે. જ્યારે મોટાભાગના કોમર્શિયલ જેટ એટલા લાંબા સમય સુધી સેવામાં રહેતા નથી. જો કે અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાન ફક્ત સાડા 11 વર્ષ જૂનું હતું.
બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એક વાઇડ-બોડી, મિડ સાઇઝ અને લોન્ગ રેન્જ એરક્રાફ્ટ છે, જે 210-250 સીટ સાથે 8500 નોટીકલ માઇલ્સનું અંતર કાપી શકે છે. તે 20% ઓછા ઇંધણ વપરાશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ માટે પણ સારું છે.
બોઇંગ 787-8ની વિગતો
- લંબાઈ: 56.70 મીટર
- વિંગ પહોળાઈ: 60 મીટર
- ઊંચાઈ: 16.90 મીટર
- એન્જિન 2 એન્જિન (સામાન્ય રીતે જનરલ ઇલેક્ટ્રિક અથવા રોલ્સ-રોયસ)
- બળતણ ક્ષમતા: 1,26,206 લિટર
- મહત્તમ ગતિ: 954 કિમી/કલાક
- મહત્તમ રેન્જ: 13,620 કિમી
- 254 મુસાફરો સુધીની બેઠક ક્ષમતા
- બોઇંગ ઉત્પાદક: યુએસએ
- અંદાજિત કિંમત ₹2.18 હજાર કરોડ (₹21.8 અબજ)
અમદાવાદથી લંડન ફ્લાઇટ
અમદાવાદથી લંડન ફ્લાઇટનું અંતર લગભગ 7,000 કિમીનું છે. તે 787-8 ડ્રીમલાઇનર માટે એકદમ યોગ્ય છે. વિમાન આરામદાયક અને કાર્યક્ષમ હતું. આજે, એર ઇન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને એતિહાદ જેવી ઘણી એરલાઇન્સ આ રૂટ પર 787-8નો ઉપયોગ કરે છે.
સુરક્ષા પગલાં
ઍડ્વાન્સ સિક્યુરિટી સ્ક્રિનિંગ: મુસાફરોનું ઍરપોર્ટ પર સખત રીતે સ્ક્રિનિંગ કરવામાં આવે છે, જેમાં સામાન, બોડી સ્કેન અને ID ચકાસણીનો સમાવેશ થાય છે.
કોકપિટ સિક્યુરિટી: 787-8 માં કોકપિટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ છે જે અનધિકૃત પ્રવેશને રોકવામાં મદદ કરે છે.
સાયબર સિક્યુરિટી: વિમાનની સિસ્ટમને હેકિંગથી બચાવવા માટે અદ્યતન સાયબર સુરક્ષા પગલાં છે.
ઈન્ટેલીજન્સ શેરિંગ: એરલાઇન્સ અને સરકારી એજન્સીઓ કોઈપણ જોખમોની અપેક્ષા રાખવામાં મદદ કરવા માટે રિયલ-ટાઇમ ઈન્ટેલીજન્સ
Gujarat SamacharGujarat CitiesAhmedabad
અમદાવાદ પ્લેન ક્રેશ | ઈજાગ્રસ્તોને બચાવવા ગ્રીન કોરિડોર બનાવાયો, CM ભૂપેન્દ્ર પટેલે જુઓ શું કહ્યું
Air India Plane Crashed In Ahmedabad: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. વિમાનમાં કુલ 242 મુસાફરો હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાતચીત કરી છે. આ દુર્ઘટનામાં 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બચાવ કામગીરી અને દુર્ઘટના અંગે જાણકારી આપી છે.
LIVE: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 50થી વધુ મૃતદેહો મળ્યાના અહેવાલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રએ શું કહ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું હતું કે, 'અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તીટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા અને હૉસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ–રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.'
આ પણ વાંચો: અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટના: 50થી વધુના મૃતદેહ મળ્યા, ફ્લાઇટમાં મોટાભાગના ગુજરાતી મુસાફરો
આંખના પલકારામાં સર્જાઈ દુર્ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી ટેક ઑફ કરી હતી. ટેક ઑફની માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનું નિયંત્રણ ગુમાવતાં તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ઍરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી