11/09/2024
ગીતા-કથા | Ep.9 ઈન્દ્રિયો
સ્થિરબુદ્ધિ બનવા, સ્થિતપ્રજ્ઞ થવા શ્રીકૃષ્ણ ઈચ્છાનો ત્યાગ કરવાનું કહે છે પણ તમને વિચાર આવ્યો હશે કે આ ઈચ્છાઓ આવે છે ક્યાંથી? ઈચ્છાઓનું મૂળ શું?
તો શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ ઈચ્છાનું મૂળ ઇન્દ્રિયો છે, ઈચ્છાઓ અસલમાં ઇન્દ્રિયવિષયો છે.
ટોટલ 11 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ, ચામડી આ પાંચ જ્ઞાનેન્દ્રિય.
અને હાથ, પગ, મોઢું, ઉત્સર્જનઅંગ, પ્રજનનઅંગ આ પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમી, સૌથી પાવરફુલ ઇન્દ્રિય એટલે મારું તમારું મન.
એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ કહે છે કે, "હે પાર્થ, ઈન્દ્રિયો બળજબરીથી મન ઉપર હાવી થઈ જાય છે. તેથી, જે માણસ એની ઇન્દ્રિયો ઉપર સંયમ રાખી શકે છે, એ જ એની ઈચ્છાઓને છોડી શકે છે અને સ્થિતપ્રજ્ઞ બને છે!"
Video Shot & Edited By My Little Bro 💙
Follow His Video Editing Reels ✌🏻
(*ખાસ નોંધ: આ વીડિયોમાં બોલાયેલ, લખાયેલ એકેએક શબ્દ મેં મારી જાતે ખુદથી આલેખ્યો/ઉચ્ચાર્યો/ઉછેર્યો છે એટલે એ શબ્દ પૂરતાં મારા કૉપિરાઇટ રહેશે અને આ સિવાય જે સંગીત લીધું છે એ માત્ર મનોરંજનનાં ઉપયોગ હેતુ લીધું છે અને એનાં સર્વ માલિકી હક તેમના સર્જકોનાં છે.*)
#ગુજરાતી #ગિરીશસાદિયા #ગીતાકથા