Adivasi tv Live

  • Home
  • Adivasi tv Live

Adivasi tv Live સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો :-
https://youtube.com/?feature=shared

શું ખોટા આદિવાસી પ્રમાણપત્રોનો પર્દાફાશ થશે? દાહોદની ધરતી પરથી  આદિવાસી સમાજના હકો અને સંસ્કૃતિને બચાવવા માટે એક બુલંદ અ...
28/07/2026

શું ખોટા આદિવાસી પ્રમાણપત્રોનો પર્દાફાશ થશે? દાહોદની ધરતી પરથી આદિવાસી સમાજના હકો અને સંસ્કૃતિને બચાવવા માટે એક બુલંદ અવાજ ઉઠ્યો છે!
દાહોદના બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે આજરોજ નિવૃત IAS આર. એસ. નિનામાના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. આ મંચ પર બે મહત્વના મુદ્દાઓ ગુંજ્યા — એક અધિકારોની લડાઈ અને બીજું સંસ્કૃતિનું જતન!
ખોટા આદિવાસી પ્રમાણપત્રો કૌભાંડ સામે અવાજ ઉઠાવનાર યુવા સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજા અને પ્રવીણભાઈ પારગીનું પુષ્પગુચ્છ, શાલ અને 'આદિવાસી ઝુલડી' પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. યુવરાજસિંહે આ મંચ પરથી ખોટા પ્રમાણપત્રો વિરુદ્ધની લડતને વધુ મજબૂત અને આક્રમક બનાવવાનું આહવાન કર્યું છે.
🎬 સંસ્કૃતિનું જતન (કડકનાથ ફિલ્મ):
બીજી તરફ, આદિવાસી સમાજના રીત-રિવાજો અને સમસ્યાઓને રૂપેરી પડદે જીવંત કરતી ગુજરાતી ફિલ્મ 'કડકનાથ' ની સમગ્ર ટીમને સન્માનિત કરાઈ હતી. ડાયરેક્ટર કૌશિક ગરાસીયા, અભિનેતા અભિનય બેંકર, ડૉ. અમીત ડામોર સહિતના કલાકારો અને પ્રોડક્શન ટીમને પણ આદિવાસી ઝુલડી અને શાલ ઓઢાડીને સન્માન અપાયું. કૌશિક ગરાસીયાએ આદિવાસી પરંપરાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવાના પોતાના રોમાંચક અનુભવો શેર કર્યા હતા.
આ કાર્યક્રમમાં નિવૃત IAS બી. બી. વહોનિયા, ટ્રસ્ટના પ્રમુખ સી. આર. સંગાડા અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ખોટા પ્રમાણપત્રો સામેની આ લડત અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આ પ્રયાસો વિશે તમારું શું કહેવું છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપો અને આ મહત્વપૂર્ણ સમાચારને વધુમાં વધુ શેર કરો!
#કડકનાથફિલ્મ #કડકનાથ

30/06/2026

*30 જૂન – હૂલ દિવસ : આદિવાસી સ્વાભિમાન અને બલિદાનનો દિવસ*

*ઉલગુલાન જોહાર*

આજે 30 જૂન. ભારતના ઈતિહાસનો એ દિવસ જ્યારે "કરો યા મરો" નો નારો સૌપ્રથમ આદિવાસી વીરોએ આપ્યો હતો. આ દિવસ એટલે *સંથાલ હૂલ દિવસ* અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખનાર પ્રથમ જનક્રાંતિનો દિવસ.

- 1. હૂલ શું હતું ? અન્યાય સામેનો હુંકાર.

તારીખ : 30 જૂન, 1855
સ્થળ : ભગનાડીહ ગામ, સાહેબગંજ, આજનું ઝારખંડ
નેતૃત્વ કરનાર : સિદો મુર્મૂ અને કાન્હૂ મુર્મૂ : સંથાલ આદિવાસી ભાઈઓ

શું કારણ :
અંગ્રેજ, મહાજન અને જમીનદારોની ત્રણગાળી લૂંટ.
- દીકુઓ : બહારના વેપારી-જમીનદાર – 50% વ્યાજે પૈસા આપી જમીન પચાવી પાડતા.
- અંગ્રેજ પોલીસ : મહાજનોના ગુલામ બની આદિવાસી પર અત્યાચાર કરતી.
- રેલ્વે લાઈન : સંથાલોની જમીન પડાવી કુલી તરીકે મજૂરી કરાવાતી.

હૂલનો અર્થ : "હૂલ" એટલે સંથાલી ભાષામાં બળવો, ક્રાંતિ, આંદોલન. .

30 જૂન, 1855 ના રોજ 10,000 સંથાલોએ ભગનાડીહમાં સભા કરી પ્રતિજ્ઞા લીધી:
"અંગ્રેજો અમારી માટી છોડો, નહીં તો કરો યા મરો"
તીર-કામઠાં, કુહાડી, ઢોલ-નગારાં સાથે 50,000 સંથાલ યોદ્ધા જંગલમાંથી નીકળી પડ્યા.
- 2. હૂલની તાકાત : અંગ્રેજી હકૂમત હચમચી ગઈ.

1. છ મહિના સુધી સમાંતર સરકાર : બીરભૂમ, મુર્શિદાબાદ, ભાગલપુર, હજારીબાગ સુધી સંથાલ રાજ ચાલ્યું. અંગ્રેજ થાણા ફૂંકી માર્યા, જેલ તોડી કેદી છોડાવ્યા.
2. અંગ્રેજોની હાર : મેજર બરોઝ, લેફ્ટનન્ટ ટોટેનહામ જેવા અંગ્રેજ અધિકારી માર્યા ગયા. કંપની સરકારને "માર્શલ લો" લગાવવો પડ્યો.
3. શહીદી : સિદો મુર્મૂ ભગનાડીહમાં પકડાઈ ગયા – ઝાડ સાથે બાંધી ગોળીએ દીધા. કાન્હૂ મુર્મૂ ને ઉપરબંધા ગામમાં ફાંસી દીધી. ચાંદ-ભૈરવ, ફૂલો-ઝાનો નામની બે વીરાંગના સહિત 20,000 સંથાલ શહીદ થયા.

પરિણામ શું આવ્યું : અંગ્રેજો સમજી ગયા કે બંદૂકથી આદિવાસીને ડરાવી નહીં શકાય. મજબૂર થઈ 2 કાયદા બનાવ્યા:
1. સંથાલ પરગણા ટેનન્સી એક્ટ 1876 : સંથાલની જમીન બિન-સંથાલ ન ખરીદી શકે.
2. છોટાનાગપુર ટેનન્સી એક્ટ 1908 : આખા છોટાનાગપુરમાં આદિવાસી જમીનની સુરક્ષા. આજે પણ 5મી અનુસૂચિનો પાયો આ કાયદો છે.

- 3. દુનિયાએ શું કહ્યું સંથાલ હૂલ વિશે ?

1. કાર્લ માર્ક્સ – "નોટ્સ ઓન ઇન્ડિયન હિસ્ટ્રી" :
"સંથાલ હૂલ એ ભારતની પ્રથમ જનક્રાંતિ હતી. આ રાજા-મહારાજાનું યુદ્ધ નહોતું, ગરીબ ખેડૂત-આદિવાસીની સીધી ક્રાંતિ હતી. 1857 નો બળવો સિપાઈઓનો હતો, 1855 નો હૂલ પ્રજાનો હતો."

2. W.W. Hunter – બ્રિટિશ ઇતિહાસકાર – "Annals of Rural Bengal" :
"સંથાલોને 'આત્મસમર્પણ' શબ્દની ખબર જ નહોતી. જ્યાં સુધી યુદ્ધના ઢોલ વાગતા રહ્યા, ત્યાં સુધી દરેક સંથાલ લડ્યો. છેલ્લો સંથાલ જીવતો હતો ત્યાં સુધી જંગ ચાલુ રહ્યું. તેમની બહાદુરી જોઈ અંગ્રેજ સૈન્ય પણ દંગ રહી ગયું."

3. કલકત્તા રિવ્યુ 1856 : "સિદો-કાન્હૂ એ કોઈ લૂંટારા નહોતા, તેઓ પોતાના દેશ માટે લડનારા દેશભક્ત હતા."

- 4. 30 જૂન આજે કેમ ઉજવવો જોઈએ ? હૂલનો સંદેશ.

1. "જલ-જંગલ-જમીન" ની લડાઈ આજે પણ ચાલુ છે : 1855માં અંગ્રેજ-મહાજન હતા, 2026માં કોર્પોરેટ-માઈનિંગ કંપની છે. દુશ્મન બદલાયો, યુદ્ધ એનું એ.
2. એકતાનો પાઠ : સિદો-કાન્હૂ ભીલ-મુંડા-ઉરાંવ ને ભેગા કરી શક્યા હતા. આજે આપણે "હું રાઠવા, તું ભીલ" માં વહેંચાઈ ગયા છીએ. હૂલ ભૂલી ગયા એટલે જમીન જાય છે.
3. બંધારણીય હકનું મૂળ હૂલમાં છે : 5મી અનુસૂચિ, PESA, FRA 2006 : આ બધા કાયદાના બીજ સંથાલ હૂલમાં રોપાયા હતા. હૂલ ન થયું હોત તો આજે આદિવાસી પાસે કાયદાકીય ઢાલ પણ ન હોત.
4. "કરો યા મરો" નો સાચો અર્થ : ગાંધીજીએ 1942માં આ નારો આપ્યો. પણ 87 વર્ષ પહેલા 1855માં સિદો-કાન્હૂ એ આપ્યો હતો. આઝાદીની પહેલી ચિનગારી આદિવાસી જંગલમાંથી નીકળી હતી.

*શ્રદ્ધાંજલિ સંદેશ : હૂલ દિવસે શપથ*

*વીર શહીદ સિદો મુર્મૂ – કાન્હૂ મુર્મૂ ને કોટી કોટી જોહારાંજલી .*

*ચાંદ-ભૈરવ, ફૂલો-ઝાનો સહિત 20,000 અજાણ્યા શહીદોને ભાવપૂર્ણ જોહારાંજલી.*

આજના દિવસે આપણે 3 શપથ લઈએ:
1. ઇતિહાસ ભૂલશું નહીં : આપણા બાળકોને શીખવાડીશું કે આઝાદીની પહેલી લડાઈ આપણા પૂર્વજોએ લડી હતી.
2. એક થઈશું : જાતિ-પેટાજાતિ, પક્ષ-ધર્મ ભૂલી "આદિવાસી" તરીકે એક થઈશું. દુશ્મન બહાર છે, ઘરમાં નથી.
3. જમીન બચાવીશું : સિદો-કાન્હૂ એ જમીન માટે જાન આપ્યો. આપણે કાયદા, ગ્રામસભા અને એકતાથી જમીન બચાવીશું.

*"જ્યાં સુધી સંથાલ ઢોલ વાગતો રહેશે, ત્યાં સુધી સંથાલ લડતો રહેશે" : હંટરની આ લાઈન આજે પણ સાચી છે.*
*જ્યાં સુધી પીઠોરા-ભરાડી-માદળ વાગતા રહેશે, ત્યાં સુધી આદિવાસી ઝૂકશે નહીં.*

*હૂલ જોહાર, ઉલગુલાન જોહાર*
*આદિવાસી એકતા ઝિંદાબાદ*

ડૉ. આંબેડકરે ખરેખર કર્યું શું? માત્ર અનામત આપી? 🤔મોટાભાગના લોકોને ડૉ. બાબાસાહેબ આંબેડકરનો માત્ર આટલો જ પરિચય છે. તેમની જ...
14/04/2026

ડૉ. આંબેડકરે ખરેખર કર્યું શું? માત્ર અનામત આપી? 🤔

મોટાભાગના લોકોને ડૉ. બાબાસાહેબ આંબેડકરનો માત્ર આટલો જ પરિચય છે. તેમની જયંતિ નિમિત્તે થોડો સમય કાઢીને નીચેના તથ્યો વાંચો, તમારો અભિગમ ચોક્કસ બદલાશે! 💯

✨ મહિલા સશક્તિકરણ અને અધિકારો:

📜 હિન્દૂ કોડ બિલ લખીને મહિલાઓને સમાન અધિકાર આપ્યા.

🤰 વર્કિંગ વુમન માટે મેટરનિટી રજા (Maternity Leave) ની જોગવાઈ કરી. (અમેરિકા-ઇંગ્લેન્ડ જેવા દેશોમાં આ જોગવાઈ આપણાથી ૧૫ વર્ષ બાદ થઈ!)

⚖️ કામ કરવા પર મહિલાઓને પણ પુરુષ સમાન જ વેતન મળે તેવી વ્યવસ્થા કરી.

👨‍👧 પિતાની સંપત્તિમાં પુત્રીને પણ પુત્ર સમાન જ હક આપ્યો.

💍 સ્ત્રીઓને તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છૂટાછેડાનો અધિકાર અપાવ્યો.

✨ મજૂરો અને રાષ્ટ્ર નિર્માણ:

🛑 બાળ મજૂરી પ્રતિબંધિત કરી અને 'વેઠ પ્રથા' નાબૂદ કરી મજૂરોનું કલ્યાણ કર્યું.

💧 ભારતની પ્રથમ 'જળ નીતિ' બનાવી.

🏦 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ની સ્થાપના અને ઘડતરમાં પાયાનું યોગદાન આપ્યું.

🌊 હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ વગેરે પરિયોજનાઓ તેમના દ્વારા સૂચવવામાં આવી.

⏰ આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામના કલાકો (Working hours) ૧૨ માંથી ઘટાડીને ૮ કરાવ્યા.

⚡ સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડની સ્થાપના કરી અને કોલસાની ખાણોનો પ્રોજેક્ટ સૂચવ્યો.

👨‍🏫 શિક્ષકોને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.

✨ દૂરંદેશી અને વિદ્વતા:

🗺️ તેમણે ત્યારે જ બિહાર અને મધ્યપ્રદેશને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવાનું સૂચન કરેલું (જેના ૪૫ વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વમાં આવ્યું).

☀️ એ સમયમાં જ કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો વિકસાવવા સૂચન કરેલું.

🎓 પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કરી ૩૦ થી વધુ ડિગ્રીઓ મેળવી અને વિદેશ જઈ અર્થશાસ્ત્રમાં Ph.D. કરનાર પ્રથમ ભારતીય બન્યા.

🚰 પીવાના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.

🇮🇳 તિરંગામાં અશોક ચક્ર તેમના સૂચનથી જ રાખવામાં આવ્યું.

🏛️ જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટીમાં તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના 'બેસ્ટમાં બેસ્ટ' વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.

🗣️ તેમને ૦૯ ભાષાઓ આવડતી હતી અને તેઓએ જગતના લગભગ તમામ ધર્મોનો અભ્યાસ કરેલો.

🤝 ભારત-બાંગ્લાદેશ વચ્ચે જમીનની આપ-લે (જે તાજેતરમાં થઈ) કરવાનું સૂચન આંબેડકરે છેક ૧૯૫૧માં કરેલું.

✨ બંધારણ અને સંઘર્ષ:

📖 ભારતનું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા ભજવી - બંધારણના પિતા.

✊ જાતિવાદ વિરુદ્ધ જીવનના અંત સુધી લડ્યા. કરોડો બહિષ્કૃત લોકોના તારણહાર બન્યા.

જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે! 📚 તેમણે આખું જીવન સંઘર્ષમાં વિતાવ્યું. પોતાની પત્ની તથા પુત્રોના મૃત્યુ, પૈસાની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાંસલ કરી શકે એટલી સફળતા પણ એમણે મેળવી.

માત્ર પછાત વર્ગ જ નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે. કોઈ એક વર્ગ કે વ્યક્તિઓના નહીં, બાબાસાહેબ આખા દેશ અને રાષ્ટ્રના છે. દરેક ભારતીયને તેમના પર ગર્વ હોવો જોઈએ. 🇮🇳

ક્યારેક સમય લઈને આંબેડકરને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વમાં તમે પ્રવેશી ગયા હોવ. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબને સમજતા પહેલા જ્ઞાની બનવું પડે... 🪷

#2026❤️

ताजमहल को दुनिया प्यार की निशानी मानती है, जिसे शाहजहाँ ने अपनी पत्नी मुमताज महल की याद में बनवाया था। यह दुनिया के सात ...
12/04/2026

ताजमहल को दुनिया प्यार की निशानी मानती है, जिसे शाहजहाँ ने अपनी पत्नी मुमताज महल की याद में बनवाया था। यह दुनिया के सात अजूबों में शामिल है, और इसकी चर्चा हर जगह होती है।

लेकिन दूसरी तरफ एक नाम है दशरथ मांझी — जिन्होंने अकेले अपने दम पर पहाड़ को चीरकर रास्ता बना दिया। यह सिर्फ प्रेम नहीं, बल्कि संघर्ष, जुनून और इंसानियत की मिसाल है।

सोचने वाली बात यह है कि जहां एक ओर शाही ताकत और संसाधनों से बनी इमारत को पूरी दुनिया में पहचान मिली, वहीं एक गरीब आदिवासी के अद्भुत कार्य को वो सम्मान आज भी नहीं मिल पाया, जिसका वो हकदार था।
आज भी उनके परिवार की स्थिति देखकर सवाल उठता है —

क्या असली हीरो की पहचान सिर्फ जाति और हैसियत से तय होती है?

🙏 दशरथ मांझी जी को शत-शत नमन।
उनका संघर्ष हमेशा हमें प्रेरित करता रहेगा।

🏹

05/01/2026

*ગુજરાત આદિવાસી સમાજ ભવન, આશાવલ*

ગાંધીનગર-અમદાવાદ આજે ગુજરાતની શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રાજધાની છે. આદિવાસી સિવાયના તમામ સમાજો એ અમદાવાદ- ગાંધીનગર વિસ્તારમાં પોતાના સમાજ ભવનો બનાવ્યા છે જેનો લાભ તેમના સમાજજનો મેળવીને વધુ સમૃદ્ધ, સુખી અને ઐશ્વર્યવાન બની રહ્યા છે.

આપણો આદિવાસી સમાજ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ હોવા છતાં ગાંધીનગર-અમદાવાદમાં આખા ગુજરાતના આદિવાસી સમાજનું કહી શકાય તેવું ભવન અસ્તિત્વમાં નથી. ભારતીય બંધારણે આપણને વિશિષ્ઠ બંધારણીય અધિકાર આપવાની સાથે આપણને આદિવાસી (અજજા) ની ઓળખ આપીને સંગઠિત થવા માટે વૈચારિક પ્લેટફોર્મ આપ્યું છે. જેનો આપણે પુરતો લાભ લઈ શક્યા નથી.

આશાવલ ભીલ આદિવાસી રાજવીઓની રાજધાની હતી. આજે ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે, પરંતુ આર્થિક યા વાસ્તવિક (economic or de facto) રાજધાની આશાવલ (અમદાવાદ) છે. સોલંકી સમ્રાટોની
રાજધાનીનું શહેર તે વખતે પાટણ હતું જે હજી હમણાં સુધી તાલુકા મથક હતું જે હાલ માંડ જિલ્લા મથક બન્યું છે. આપણા પૂર્વજોનું રાજધાનીનું શહેર પસંદ કરવાનું આર્થિક-ભૂ સામરિક જ્ઞાન વધુ ઉન્નત હતું તે વાત બંન્ને પૂર્વ રાજધાનીઓની આજની સ્થિતિ સાબિત કરે છે. આશાવલ આપણા ગૌરવશાળી પૂર્વજોની રાજધાની હતી તે કારણસર પણ સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ નું સમાજ ભવન આશાવલ (અમદાવાદ-ગાંધીનગર) ખાતે હોય તે ઈચ્છનીય છે.

ગુજરાતના સૌથી મોટી માનવવસ્તી ધરાવતા સમાજની જરુરિયાતોને પુરી કરે તેવા, સાથે આ વિસ્તારમાં જેઓના પૂર્વજો રાજવી હતા, તેવા સમાજને શોભે તેવા આખા ગુજરાતના તમામ આદિવાસીઓનું સમાજભવન બનાવવાનો વિચાર કેટલાક સમયથી મિત્રસર્કલમાં તથા WhatsApp, SM ગ્રુપોમાં ફરી રહ્યો છે.

આ વિચારને મૂર્તરુપ આપવા હું આપ સૌ મિત્રોને તથા સમાજજનોને આહ્વાન કરું છું. આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપવા આપ સૌને હું વિનંતિ કરું છું. ટૂંક સમયમાં આ અંગે શરુઆતમાં મુખ્ય જિલ્લા મથકોએ નાની ગ્રુપ મીટીંગોનું આયોજન કરવામાં આવશે. આથી હું આપ સૌ મિત્રોને આ મીટીંગો માટેની જિલ્લા ખાતેની જવાબદારી સાંભળવા માટે તથા ગાંધીનગર-અમદાવાદ ખાતે ભવન નિર્માણ અને તેને સંલગ્ન જવાબદારી સંભાળવા ઉત્સુક સૌ સમાજજનોને પોતાની માહિતી મોકલી આપવા હું આગ્રહ કરું છું. સમાજભવન અંગે આપના સૂચનો પણ મોકલવા વિનંતિ છે.

નોંધઃ *આ પોસ્ટને બહોળી પ્રસિદ્ધિ મળે તે હેતુથી આદિવાસી સમાજના તમામ Social Media platforms પર મૂકવા આપ સૌને વિનંતિ.*

સ્વ.વી. એમ. પારગી, IPS(Rtd)
પૂર્વ અધિક પોલીસ મહાનિદેશક, ગુજરાત રાજ્ય.

05/12/2025

તાત્યા ભીલ ને પોતાનાજ લોકોએ અંગ્રેજો સાથે મળી જતા ફાંસી અપાવી


આજે એક એવા યોદ્ધાનો શહાદત દિવસ છે જે અંગ્રેજો ભારત પાસેથી લૂંટીને લઇ જતા તેમને લૂંટીને ગરીબોને વહેંચી આપતા જનનાયક તાત્યા...
04/12/2025

આજે એક એવા યોદ્ધાનો શહાદત દિવસ છે જે અંગ્રેજો ભારત પાસેથી લૂંટીને લઇ જતા તેમને લૂંટીને ગરીબોને વહેંચી આપતા જનનાયક તાત્યા ભીલ જેમને ભારતીય રોબિન હુડ તરીકે ઓળખવામાં આવે છે
મધ્ય પ્રદેશ ના ખંડવા જિલ્લાના બડધાઅહીર ગામમાં 26, જાન્યુઆરી 1842 રોજ જન્મેલા જનનાયક તાત્યા ભીલ વિશે વાત કરીશુ તાત્યા ભીલને આદિવાસીઓના રોબિન હુડ તરીકે માનવામાં આવે છે કેમ કે અંગ્રેજોએ ભારતનાં લોકો પાસેથી લુટેલો સામાન તાત્યા ભીલ ગરીબ લોકોને વહેચી દેતા હતા તાત્યા ભીલ ને તાત્યા મામા પણ કહેવામાં આવે છે 4 ડિસેમ્બર ના દિવસે તેમનો બલિદાન દિવસ માનવામાં આવે છે ઇન્દોર થી લગભગ 25 કિલોમીટર દૂર પાતાળપાણી ત્યાં તાત્યા ભીલ ની સમાધિ આવેલી છે જે તાત્યા ભીલ નું કર્મસ્થળ છે આ એ જગ્યા છે જે તાત્યા ભીલ અને તેમના દોસ્તો સાથે મળીને અંગ્રેજોની રેલગાડીઓ ને તીરકામઠાં અને ગોફણ થી રોકીને તેમાંથી ભરેલું ધન આનાજ તેલ મીઠું લૂંટીને ગરીબોને વહેંચી દેતા હતા ત્યારે તાત્યા ભીલ એક ગામથી બીજે ગામ જઈને માલદારો પાસેથી માલ લૂંટીને ગરીબોને વહેંચતા હતા ત્યારે લોકોને સુખ દુઃખમાં સાથ આપતા હતા અને ગરીબ છોકરીઓના લગ્ન કરાવતા હતા તેમજ અસહાય લોકોની મદદ કરતા હતા તેથી તાત્યા ભીલ આદિવાસીઓના ભગવાન બની ગયા હતા અને આદિવાસીઓ તેમની પુજા કરવા લાગ્યા ત્યારે તાત્યા ભીલ અંગ્રેજોના શોષણ વિરુધ અવાજ ઉઠાવવા લાગ્યા અને આદિવાસીઓના પ્રિય બની ગયા તાત્યા ભીલના પિતાનું નામ ભાવુસિંહ તાત્યા ભીલને અલોકિક શક્તિઓ પ્રાપ્ત થઇ હતી આ શક્તિઓના કારણે અંગ્રેજો તાત્યા ભીલને પકડી શકતા નહોતા છેવટે પોતાનામાંથીજ કોઈ મિલીભગતના કારણે અંગ્રેજોએ તાત્યા ભીલને પકડી પાડયા હતા અને તેમને 4 ડિસેમ્બરના રોજ ફાંસી આપવામાં આવી હતી

#તાત્યામામા

28/11/2025

કુબેર ડીંડોરને જય જોહારથી શું વાંધો ?

Adivasi tv Live आदिवासी परीवार गुजरात

15/11/2025

ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ

Address

Ashaval

380022

Website

Alerts

Be the first to know and let us send you an email when Adivasi tv Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Adivasi tv Live:

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share