
01/09/2024
આભાર ગુજરાત:
લોક પત્રિકાએ 100 મિલિયન રિડર્સનો માઈલ સ્ટોન પાર કરીને નવો રેકોર્ડ સર્જ્યો.
100 મિલિયન.... આ ફક્ત એક આંક નથી તમારો અવિરત વરસતો પ્રેમ છે. એકડે-એકથી કરેલી શરૂઆત આજે 100 મિલિયન રિડર્સ સુધી પહોંચી છે. આભાર ગુજરાત....
આભાર એટલા માટે કે તમે છો તો અમે છીએ, તમારા પ્રેમથી સિંચાયેલું લોક પત્રિકા દૈનિક ધીમે-ધીમે વટવૃક્ષ બનવા તરફ જઈ રહ્યું છે. 14 વર્ષ પહેલાં અમદાવાદથી કરાયેલી શરૂઆત આજે અમેરિકા સુધી પહોંચી છે. અમે આ 14મી વર્ષગાંઠને અતિ ભવ્ય બનાવવા જઈ રહ્યાં છીએ એટલે જ અમદાવાદથી પ્રસિધ્ધ થતું લોક પત્રિકા દૈનિક પોતાની ૧૪મી વર્ષગાંઠ નિમિતે ત્રણ મહિના માટે 'લોક પત્રિકા ઉત્સવ' ઉજવી રહ્યું છે. આ સમયે અમે 100 એવા વ્યક્તિઓનું સન્માન કરીશું જેમનો આ સમાજ ઋણી છે.
અમે એ કહેવામાં ગર્વ અનુભવીએ છીએ કે, માત્ર દૈનિક ન્યૂઝ પેપર જ નહીં લોક પત્રિકા ડિજિટલે પણ એક નવો રેકોર્ડ બનાવીને ગુજરાતી સમાચારની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. વર્ષોથી વિશ્વસનીય અને માહિતી સભર સમાચાર માટે લોક પત્રિકા ડિજિટલ આજે દરેક ગુજરાતીઓની પહેલી પસંદ બની રહ્યું છે.
ગામડાથી લઈને ગાંધીનગર અને અમદાવાદથી લઈને અમેરિકા સુધીના દરેક ગુજરાતીઓ ઓનલાઈન સમાચાર વાંચવા માટે પહેલી ક્લિક લોક પત્રિકા ડિજિટલ www.lokpatrika.in પર કરે છે. આ અમે નહીં લોક પત્રિકા દૈનિકના ડિજિટલ પ્લેટફોર્મે બનાવેલા 100 મિલિયનના માઈલસ્ટોન સાબિત કરી રહ્યાં છે. 3 મહિના સુધી ચાલનારા અમારા 'લોક પત્રિકા ઉત્સવ' સાથે જોડાઓ અને આવો જ અવિરત પ્રેમ સતત વરસાવતા રહો...
આભાર સહ,
મેનેજમેન્ટ
લોક પત્રિકા દૈનિક