Kem Chho Ahmedabad

Kem Chho Ahmedabad Kem Cho Ahmedabad
Welcome To Ahmedabad❤️
Photos📸 | Videos😍| Updates
(1)

26/08/2026

પાયલટે પ્લેનની જેમ જ પોર્શે ઉડાવી!😱👨🏻‍✈️
Follow Kem Cho Ahmedabad For More

અમદાવાદના લો ગાર્ડન પાસે જાણે રોડને રનવે સમજીને એક પાયલટ યુવકે મોંઘીદાટ પોર્શે કાર 100થી વધુની સ્પીડે દોડાવી હોવાનો મામલો સામે આવ્યો છે. પૂરઝડપે પસાર થતી કારને કારણે અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા.
આ સમગ્ર ઘટનાનો વીડિયો એક યુવકની કારના ડેશકેમમાં કેદ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી પોર્શે કાર જપ્ત કરી અને ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પોલીસ તપાસમાં કારની સ્પીડ ઘટનાસમયે આશરે 110 કિલોમીટર પ્રતિ કલાક હોવાની વાત સામે આવી છે. કાર ચાલકે પોતે પાયલટ હોવાનું જણાવી અરજી પરત ખેંચવા ફરિયાદી યુવકનો સંપર્ક કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે.
આ ઉપરાંત, 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોર્શે ચલાવતો એક અન્ય વાયરલ વીડિયો પણ પોલીસ તપાસ હેઠળ છે. હાલ નવરંગપુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

11/08/2026

અમદાવાદની સ્કૂલમાં નાસ્તા અને ધાર્મિક મુદ્દે વિવાદ.😱
Follow Kem Cho Ahmedabad For More!

અમદાવાદના શીલજ વિસ્તારમાં એક સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો, જેને લઈને સ્કૂલમાં ભારે હોબાળો મચ્યો હતો.
ઘટનાને પગલે વાલીઓ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ સ્કૂલમાં વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે AMCના ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.
આ ઉપરાંત, વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવે છે અને છેલ્લા એક મહિનાથી સ્કૂલમાં સવારની પ્રાર્થના પણ બંધ કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ બંને મુદ્દે સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે અને એક જ દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ કર્યો છે. સાથે જ શિક્ષણ નિરીક્ષકને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે.
વાલીઓનું કહેવું છે કે સ્કૂલ તરફથી યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો નથી. હવે તપાસ અહેવ�

11/08/2026

અમદાવાદમાં 12 ઓગસ્ટે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રાને લઈને શહેર ટ્રાફિક પોલીસે ખાસ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે.🚫
Follow For More!

તિરંગા યાત્રા બિગ બજાર રાયપુરથી શરૂ થઈ રાયપુર દરવાજા, છબીલા હનુમાન, રાયપુર ચકલા, દેસાઈની પોળ, ખાડિયા ચાર રસ્તા, સારંગપુર ચકલા થઈ સારંગપુર દરવાજા સુધી જશે.
યાત્રા દરમિયાન આ સમગ્ર રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે અને ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસે વાહનચાલકોને અગાઉથી જ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અને અનાવશ્યક ભીડથી બચવા અપીલ કરી છે. જો તમે આ વિસ્તારમાંથી પસાર થવાના હોવ તો ટ્રાફિક એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને જ મુસાફરી કરજો...

(KemChHoAhmedabad, Ahmedabad News, Ahmedabad Traffic, Traffic Advisory, Tiranga Yatra, Tiranga Yatra 2026, Independence Day, 15 August, Ahmedabad Police, Traffic Police, Traffic Diversion, Road Closure, Alternative Routes, Big Bazaar Raipur, Raipur Darwaja, Chhabili Hanuman, Raipur Chakla, Desai Ni Pol, Khadia Char Rasta, Sarangpur Chakla, Sarangpur Darwaja, Ahmedabad City, Gujarat News, Traffic Update, Gujarat, Amdavad News, Independence Day Celebration)

11/08/2026

ગિઝર અને ઇન્વર્ટરમા દારૂની હેરાફેરી કરતો શખસ ઝડપાયો!👮‍♂️
Follow For More!

અમદાવાદ પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. સોલા પોલીસે ચેકિંગ દરમિયાન એક કારને રોકી હતી, જેમાં ગીઝર અને ઇન્વર્ટર રાખવામાં આવ્યા હતા.
પોલીસને શંકા જતાં ગીઝર અને ઇન્વર્ટર ખોલીને તપાસ કરવામાં આવી, તો અંદરથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો મળી આવી. પૂછપરછ બાદ પોલીસે આરોપીના ઘરે દરોડો પાડ્યો, જ્યાં વધુ પાંચ ગીઝરમાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો.
આરોપી મોહમ્મદ નાવેદ અંસારીની ધરપકડ કરી પોલીસે કુલ 81 દારૂની બોટલો જપ્ત કરી છે. દારૂ, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 2.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગીઝરની આડમાં દારૂ છુપાવી છૂટક વેચાણ કરતો હતો. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(KemChHoAhmedabad, Ahmedabad News, Ahmedabad Breaking News, Ahmedabad Live News, Ahmedabad Latest News, Ahmedabad Today News, Ahmedabad Updates, Ahmedabad Police, Sola Police, Night Patrolling, Police Checking, Liquor Smuggling, Illegal Liquor, Foreign Liquor, Liquor Bottles, Geyser, Inverter, Hidden Liquor, Mohammad Naved Ansari, Liquor Seized, Police Raid, Prohibition Act, Crime News, Gujarat Police, Gujarat News, Ahmedabad City News, Amdavad News)

08/08/2026

વિઝા આપવાના બહાને યુવક પાસેથી 2.65 લાખ પડાવ્યા😱
Follow Kem Cho Ahmedabad For More

વિદેશમાં સારી નોકરી અને સારા ભવિષ્યનું સપનું, પરંતુ આ સપનું ખેડાના એક યુવક માટે દુઃસ્વપ્ન બની ગયું. લક્ઝમબર્ગના વર્ક પરમિટ વિઝાનું વચન આપીને અમદાવાદની એક વિઝા કન્સલ્ટન્સીએ યુવક પાસેથી અલગ અલગ પ્રોસેસના નામે કુલ 2 લાખ 65 હજાર રૂપિયા વસૂલ્યા. વિઝાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાવ્યા બાદ કંપનીએ યુવકને હાલની નોકરી પણ છોડી દેવાની સલાહ આપી. વિશ્વાસ રાખીને યુવકે પોતાની નોકરી છોડી દીધી. પરંતુ મહિનાઓ વીતી ગયા છતાં વિઝો મળ્યો નહીં અને ભરેલા પૈસા પણ પરત કરવામાં આવ્યા નહીં. છેતરાયાનો અહેસાસ થતાં યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિઝા કંપનીના માલિક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હવે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(KemChhoAhemdabad, Ahmedabad News, Ahmedabad Breaking News, Ahmedabad Live News, Ahmedabad Latest News, Ahmedabad Today News, Ahmedabad Updates, Visa Fraud, Visa Scam, Visa Scam Case, Fraud Case, Cheating Case, Cyber Fraud, Financial Fraud, ₹2.65 Lakh Fraud, Money Fra

07/08/2026

એસજી હાઈવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ👮‍♂️
Follow For More!

અમદાવાદ પોલીસ હવે રાત્રે અસામાજિક તત્વો સામે કડક એક્શનમાં જોવા મળશે. શહેરના 150થી વધુ સ્થળોએ રાત્રે 12થી 2 વાગ્યા સુધી ખાસ નાકાબંધી અને વાહન ચેકિંગ કરવામાં આવશે. દારૂ પીને વાહન ચલાવનારા, હથિયાર સાથે ફરનારા તેમજ રેસિંગ અને સ્ટંટ કરનારા સામે કડક કાર્યવાહી થશે.

(KemChHoAhmedabad, Ahmedabad News, Ahmedabad Breaking News, Ahmedabad Live News, Ahmedabad Latest News, Ahmedabad Today News, Ahmedabad Updates, Ahmedabad Police, Night Checking, Police Checking, Vehicle Checking, Nakabandi, Traffic Police, Drunk Driving, Illegal Weapons, Street Racing, Stunt Driving, Police Action, Law and Order, Public Safety, Gujarat News, Ahmedabad City News, Amdavad News)

06/08/2026

ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે એક મોટો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 🔥😍
Follow Kem Cho Ahmedabad For More!

કમલમથી કોબા સર્કલ સુધી આશરે 1.90 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવાની યોજના છે, જેના માટે 300 કરોડથી વધુનો ખર્ચ થશે.

આ બ્રિજ મેટ્રો લાઈન ઉપરથી પસાર થઈ નર્મદા કેનાલ તરફ જોડાશે, જેથી દરરોજ લગભગ 1.93 લાખથી વધુ વાહનોને ટ્રાફિકમાંથી રાહત મળશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ અને આસપાસના વિસ્તારોમાં ઝડપથી વિકાસ થતાં આ માર્ગ પર વાહનોની સંખ્યા સતત વધી રહી છે.

જમીનની નીચે પાણી, ગેસ અને વીજળીની લાઈનો હોવાને કારણે અંડરપાસ બનાવવો શક્ય નથી. તેથી એલિવેટેડ બ્રિજનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે.

હાલ આ પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા ચાલી રહી છે. મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ થશે, જે ગાંધીનગરના ટ્રાફિકને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવશે.

(KemChhoAhmedabad, Ahmedabad News, Ahmedabad Breaking News, Ahmedabad Live News, Ahmedabad Latest News, Ahmedabad Today News, Ahmedabad Updates, Gandhinagar, Elevated Bridge, Kamalam, Koba Circle, Traffic Update, Infrastructure Project, Metro Line, Narmada Cana

06/08/2026

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં પોતાની ગાડીના બોનેટ પર અન્ય બે યુવકને બેસાડીને જોખમી સ્ટંટ કરનાર કારચાલકની પોલીસે ધરપકડ કરી.😱
Follow Kem Cho Ahmedabad For More!

ચાલુ કારે જીવના જોખમે કરાયેલા આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ, M ડિવિઝન ટ્રાફિક પોલીસે નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરીને કાર્યવાહી કરી છે.

(KemChhoAhmedabad, Ahmedabad News, Ahmedabad Breaking News, Ahmedabad Live News, Ahmedabad Latest News, Ahmedabad Today News, Ahmedabad Updates, Vasna, Ahmedabad Traffic Police, M Division Traffic Police, Dangerous Stunt, Car Stunt, Viral Video, Reckless Driving, Traffic Rules, Road Safety, Police Action, Social Media Viral, Crime News, Gujarat News, Ahmedabad City News, Amdavad News)

05/08/2026

સની દેઓલની એક ઝલક જોવા હજારો ચાહકો ઉમટી પડ્યા.🥹
Follow For More!❤️
(KemChHoAhmedabad, Ahmedabad News, Ahmedabad Updates, Sunny Deol, Sunny Deol Ahmedabad, Sunny Deol Fans, Celebrity Visit, Bollywood, Bollywood News, Fan Crowd, Massive Crowd, Public Gathering, Atal Bridge, Ahmedabad City, Gujarat News, Viral Video, Entertainment News, Celebrity Spotted, Amdavad News, Trending News)

05/08/2026

સની દેઓલે પુત્ર સાથે અટલ બ્રિજની મુલાકાત લીધી.😍
Follow For More!
(KemChHoAhmedabad, Ahmedabad News, Ahmedabad Updates, Sunny Deol, Sunny Deol Ahmedabad, Sunny Deol Son, Atal Bridge, Atal Bridge Ahmedabad, Celebrity Visit, Bollywood, Bollywood News, Gujarat Tourism, Ahmedabad City, Gujarat News, Viral Video, Celebrity Spotted, Travel, Ahmedabad Attractions, Entertainment News, Amdavad News)

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Kem Chho Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share