02/04/2026
રાજકોટમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના સોરઠીયા વાડી વિસ્તારમાં હુડકો પોલીસ ચોકીની પાછળ આવેલા સુપ્રસિદ્ધ અને આશરે 50 વર્ષ જૂના મારુતિ મંદિર ખાતે દાદાનો જન્મોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.