Amdavad Post.

Amdavad Post. Amdavad Post–Gujarati Weekly | Authentic News & Viral Stories From India & Beyond

25/08/2026

અમદાવાદ પોસ્ટ – મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક યુવકની કાર પર તેની ગર્લફ્રેન્ડે લગભગ 3.5 કલાકમાં 3400 કિસના નિશાન બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર આવી કાર જોવા મળતા પોલીસે કારને રોકી હતી. પોલીસે યુવકને ₹5,500નો દંડ ફટકાર્યો હતો અને કાર પર લાગેલા તમામ નિશાન પણ સાફ કરાવ્યા હતા.

📍 ગ્વાલિયર, મધ્યપ્રદેશ

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો .in… show hashtags

25/08/2026

અમદાવાદ પોસ્ટ – કર્ણાટકના મંડ્યા જિલ્લાના એક મંદિરમાં BJP ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની દીકરી અશ્વર્યા ગૌડા અને મહિલા PSI સવિતા બી. પાટીલ વચ્ચે થયેલી ઝપાઝપીનો CCTV વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને વચ્ચે બોલાચાલી બાદ અશ્વર્યા મહિલા પોલીસકર્મીને થપ્પડ મારતી જોવા મળે છે, ત્યારબાદ PSI પણ તેને થપ્પડ મારતી નજરે પડે છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે. બંને તરફથી ફરિયાદો થયાની માહિતી છે.

📍 મંડ્યા, કર્ણાટક

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો .in

02/07/2026

મનપાની બેદરકારીનો ભોગ બન્યો યુવક, પાણી ભરાયેલા ખાડામાં બાઈક ખાબક્યું

અમદાવાદ પોસ્ટ - જૂનાગઢના આઝાદ ચોક નજીક વરસાદી પાણીથી ભરાયેલા મનપાના ખાડામાં એક બાઈક ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.

ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકોમાં મનપાની બેદરકારીને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

📍 જૂનાગઢ

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો .in

02/07/2026

સેટેલાઈટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!

02/07/2026

ખાખી પહેરી એટલે મનમાની? વીડિયો ઉઠાવે છે સવાલો

અમદાવાદ પોસ્ટ - મહારાષ્ટ્રના પુણેમાં એક કાફેમાં ફરજ પર રહેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ના વર્તનનો CCTV વીડિયો સામે આવ્યો છે. માહિતી મુજબ બિલને લઈને થયેલા વિવાદ દરમિયાન સ્ટાફ સાથે અભદ્ર વર્તન અને ધમકી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે. પોલીસે ઘટનાની નોંધ લઈને સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કર્યો હોવાનું સામે આવ્યું છે.

📍 પુણે, મહારાષ્ટ્ર

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો Amdavad Post

29/06/2026

દરીયાપુરમાં બે જૂથ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

અમદાવાદ પોસ્ટ - સોશિયલ મીડિયામાં અમદાવાદના દરીયાપુર વિસ્તારનો હોવાનું કહેવાતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે બે જૂથ વચ્ચે મારામારી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાને લઈને સત્તાવાર રીતે પોલીસ તરફથી હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

📍 દરીયાપુર, અમદાવાદ

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો .in

28/06/2026

આક્ષેપો સાચા હોય તો કાર્યવાહી… ખોટા હોય તો પણ કાયદો એક જ હોવો જોઈએ!

મહિલાના આક્ષેપો કેટલા સાચા? હવે પોલીસ તપાસ પર સૌની નજર

અમદાવાદ પોસ્ટ - અમદાવાદના વટવા કેનાલ સ્થિત અલીફનગર-બી વિસ્તારમાં ઘરમાં તોડફોડ, બાઈકને આગ ચાંપવા, CCTV કેમેરા તોડવા અને દાગીના લઈ જવાના ગંભીર આક્ષેપો સાથે મહિલાએ કેટલાક શખ્સો સામે ફરિયાદ કરી છે.

હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો, ઘટનાસ્થળના પુરાવા, CCTV ફૂટેજ અને અન્ય ઉપલબ્ધ સાક્ષીઓની પણ ઝીણવટભરી તપાસ થવી જોઈએ તેવી માંગ છે.

જો તપાસમાં મહિલાના આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ જો તપાસ દરમિયાન કોઈપણ વ્યક્તિ દ્વારા ખોટા આક્ષેપો, ભ્રામક માહિતી અથવા ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવે, તો તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

📍 અલીફનગર-બી, વટવા કેનાલ, અમદાવાદ

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો .in

28/06/2026

ટ્રેનને કચરાપેટી બનાવી દીધી! આવી હરકત જોઈને શું કહેશો?

28/06/2026

અમદાવાદ પોસ્ટ - મધ્ય પ્રદેશનો હોવાનું કહેવાતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક પોલીસકર્મી યુવકને થપ્પડ મારતો અને તેની સાથે અપમાનજનક ભાષામાં વાત કરતો જોવા મળતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

દાવા મુજબ યુવક પોતાનો મોબાઇલ પરત આપવા માટે વારંવાર વિનંતી કરતો પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

📍 મધ્ય પ્રદેશ

📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો .in

Address

D-314 Safal Sumel-8 Ajit Mill Cross Read Rakhiya
Ahmedabad
380023

Alerts

Be the first to know and let us send you an email when Amdavad Post. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share