Tulsi Lalaiya

Tulsi Lalaiya જનતા સાથે, જનતા માટે — આપનો તુલસી લાલૈયા 🧹
સુરત મહાનગર પાલિકા ઉમેદવાર — વોર્ડ નં. ૨
શિક્ષિત અને યુવા નેતા | સાહસ, સંઘર્ષ અને પ્રામાણિકતાનું પ્રતિક
(3)

17/08/2026

📍 કામરેજ તાલુકાના દિગસ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત

આજરોજ આમ આદમી પાર્ટી મહિલા મોરચા પ્રમુખ પાયલબેન સાકરીયા અને કોર્પોરેટર રચનાબેન હિરપરા દ્વારા કામરેજ તાલુકાના દિગસ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લેવામાં આવી.

🇮🇳 આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણા ગુજરાતની સરકારી શાળાઓ અને આંગણવાડીઓની આવી દયનીય સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. જ્યાં આપણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકો ભણવા માટે મજબૂર છે, ત્યાં પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે.

❓ સવાલ એ છે કે જો નેતાઓના બાળકો સરકારી શાળાઓમાં ભણતા હોત, તો શું સરકારી શાળાઓની આવી દયનીય હાલત હોત ખરી?

બાળકોને માત્ર વાયદાઓ નહીં, પરંતુ સારી શાળા, સ્વચ્છ વાતાવરણ અને તમામ જરૂરી સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું તેમનો અધિકાર છે.

આમ આદમી પાર્ટી જનતાના પ્રશ્નોને સતત ઉજાગર કરતી રહેશે અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે અવાજ ઉઠાવતી રહેશે.



Payal Sakariya

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને જનનાયક શ્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહ...
17/08/2026

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને જનનાયક શ્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબનું ગુજરાતની ધરતી પર હાર્દિક સ્વાગત અને અભિવાદન.

ગુજરાતની જનતાના હક અને અધિકારોની લડાઈમાં આપ બંનેનું આગમન નવી આશા અને નવી ઉર્જાનો સંદેશ લઈને આવ્યું છે.

ગુજરાત આપનું હાર્દિક સ્વાગત કરે છે.

Arvind Kejriwal Bhagwant Mann Gopal Italia Manoj Sorathiya Durgesh Pathak Gopal Rai Isudan Gadhvi

17/08/2026

સત્ય મેવ જયતે…
આમ આદમી પાર્ટીના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ફરી ચાલુ કરવા માટે સુપ્રીમ કોર્ટેનો આદેશ.
ભાજપની તાનાશાહી લાંબી નહી ચાલે…

17/08/2026

🚨 સુરત કામરેજ વિધાનસભાની સરકારી સાયન્સ કોલેજની હાલત બદતર!

📍 સુરતના કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવેલી સરકારી સાયન્સ કોલેજની દયનીય અને બદતર હાલત અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પૂર્વ કોર્પોરેટર શ્રી મહેશ અણઘણ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

🎓 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ આપવાની જવાબદારી સરકારની છે, ત્યારે સરકારી કોલેજની આવી સ્થિતિ સરકારની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલે છે.

❓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ક્યારે બંધ થશે?
સરકારી કોલેજોમાં જરૂરી સુવિધાઓ ક્યારે મળશે?

👉 સરકાર તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને સરકારી સાયન્સ કોલેજની સ્થિતિમાં સુધારો કરે તેવી માંગ.

17/08/2026

આઝાદીના વર્ષો પછી પણ, જનતા દુષિત પાણી પીવા મજબૂર ❗

➡️ દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાંના એક અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીને જન્મદિવસની હાર્...
16/08/2026

➡️ દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાંના એક અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

🙏 દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી લાખો બાળકોનું ભવિષ્ય ઘડનાર અને દેશભરમાં નવી રાજકીય વિચારધારાની ઓળખ ઉભી કરનાર નેતા તરીકે અરવિંદ કેજરીવાલજીએ એક આગવું સ્થાન બનાવ્યું છે.

✍️ મારા જેવા લાખો યુવાનોને રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાની તક અને પ્રેરણા આપનાર માનનીય અરવિંદ કેજરીવાલજીને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ઈશ્વર તેમને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશસેવા માટે વધુ શક્તિ આપે તેવી પ્રાર્થના.

જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અરવિંદ કેજરીવાલજી.

~ તુલસી લાલૈયા
સંગઠન મહામંત્રી, સુરત શહેર.

Arvind Kejriwal

15/08/2026

🎥 ટેલિપ્રોમ્પ્ટર વિના બોલવું કેટલું મુશ્કેલ છે, જુઓ આ વીડિયોમાં…

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વાતંત્ર્ય દિવસના ભાષણનો આ વીડિયો જુઓ અને પોતે જ નક્કી કરો કે ટેલિપ્રોમ્પ્ટર વિના બોલવામાં કેટલી મુશ્કેલી પડે છે.

👉 વીડિયો જુઓ અને તમારો અભિપ્રાય આપો.

15/08/2026

🇮🇳 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

➡️ આજે પવિત્ર 15મી ઓગસ્ટના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી પરિવાર, ઓલપાડ વિધાનસભાના સંગઠનના તમામ સાથીઓ દ્વારા મોટા વરાછા રામચોક ખાતે રાષ્ટ્રભક્તિના માહોલમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

🔹 આ પ્રસંગે સૌ સાથીઓએ ભારત માતાને યાદ કરી, દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને નમન કર્યું.

🔹 સાથે જ રાષ્ટ્રધ્વજ તિરંગાને નમન કરી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો.

🇮🇳 ભારત માતા કી જય.

Gopal Italia Isudan Gadhvi Manoj Sorathiya Durgesh Pathak Gopal Rai Payal Sakariya Hemant Khava Ram Dhaduk Pravin Ram

🇮🇳 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી➡️ આજે પવિત્ર 15મી ઓગસ્ટના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી પરિવાર, ઓલ...
15/08/2026

🇮🇳 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

➡️ આજે પવિત્ર 15મી ઓગસ્ટના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી પરિવાર, ઓલપાડ વિધાનસભાના સંગઠનના તમામ સાથીઓ દ્વારા મોટા વરાછા રામચોક ખાતે રાષ્ટ્રભક્તિના માહોલમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

🔹 આ પ્રસંગે સૌ સાથીઓએ ભારત માતાને યાદ કરી, દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને નમન કર્યું.

🔹 સાથે જ રાષ્ટ્રધ્વજ તિરંગાને નમન કરી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો.

🇮🇳 ભારત માતા કી જય.

Gopal Italia Isudan Gadhvi Manoj Sorathiya Durgesh Pathak Gopal Rai Payal Sakariya Ram Dhaduk Hemant Khava Pravin Ram

Address

Amreli

Website

Alerts

Be the first to know and let us send you an email when Tulsi Lalaiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share