MaaReva News

15/04/2026

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇબ્રાહિમ અને અંકલેશ્વરના જુના દીવા ગામના ઈબ્રાહીમ માંજરાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ઇબ્રાહિમ માંજરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામા પાછળ તેમણે પારિવારિક કારણો આગળ ધર્યા છે. પરંતુ, સ્થાનિક સ્તરે અલગ-અલગ તર્કવિતર્ક ચાલી રહ્યા છે. ચૂંટણીના આ મહત્વપૂર્ણ સમયમાં આપેલું રાજીનામું પક્ષની અંદર કોઈ અસંતોષ અથવા નીતિ પ્રત્યેની નારાજગીનું પરિણામ હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની સંભાવના છે.

15/04/2026

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યુવાનોને સક્રિય રીતે ચૂંટણી કામગીરીમાં જોડાવા અને પક્ષની નીતિઓને લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડો. ભાવિન સિરોયા, ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રભારી યશ ગોયાણી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હેમેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

15/04/2026

અંકલેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. વિવિધ પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રચાર-પ્રસારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભડકોદ્રા ગામ ખાતે તાલુકા પંચાયતની 1-2 અને 3 નંબરની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નેતાઓએ કાર્યકરોને ચૂંટણીમાં જીત મેળવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી.

14/04/2026

ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક્યૂટાસ કેમિકલ કંપનીમાં ગેસ રિસાવની ઘટના દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં બે કામદારોને ગેસની અસર થતાં તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સંબંધિત તંત્ર કંપની ખાતે દોડી આવ્યું હતું ફેક્ટરી સેફ્ટી માટે જવાબદાર વિભાગ ડીશ તેમજ જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી હતીપ્રાથમિક તબક્કે ગેસ રિસાવનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

14/04/2026

ભરૂચ જિલ્લામાંથી મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશમાં આર્મીમાં ફરજ દરમિયાન વર્ષ ૧૯૮૬માં નોંધાયેલા ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુભાઇ ભલાભાઇ હઠીલાનાને વહેલી જેલમુક્તિ આપવામાં આવી છે. નામદાર એડી. સેસન્સ કોર્ટ, કાંગરા ધરમશાળા, હિમાચલ પ્રદેશ દ્વારા IPC 460 અને 34 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં છેલ્લા ૨૬ વર્ષથી સજા ભોગવી રહ્યા હતા. સરકારના નિયમો મુજબ અને બી.એન.એસ.એસ. કલમ 473 હેઠળ કાસુભાઇ હઠીલાનાને વહેલી મુક્તિ માટે પાત્ર ગણવામાં આવતા, ભરૂચ જેલ અધિક્ષકે તમામ સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી કેસ ડી.જી. પ્રિઝન, સિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલ્યો હતો ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં સકારાત્મક અભિપ્રાય મળતા હિમાચલ પ્રદેશ સરકારના ગૃહવિભાગ દ્વારા બાકી સજા માફ કરી શરતોને આધિન વહેલી મુક્તિનો આદેશ આપવામાં આવ્યો.આદેશ અનુસાર ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ દ્વારા કાસુભાઇ હઠીલાનાને જે

13/04/2026

ભરૂચ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં હાંસોટમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલના 5 પરિવારજનોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાનો મામલો

મંત્રી ઇશ્વરસિંહ પટેલે તેમના ભાઈ અને કોંગ્રેસ પર કર્યા હતા આકરા પ્રહાર

તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભ પટેલનું નિવેદન સામે આવ્યું

ભાજપના મંત્રીએ પણ તેમના પરિવારના સભ્યોને ટીકીટ આપી છે, હવે ભાજપનો નિયમ ક્યાં ગયો: વલ્લભ પટેલ

કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા ઇચ્છુક આગેવાનોને સરકારી એજન્સીનો દુરુપયોગ કરી મંત્રીએ ધમકાવ્યા હોવાના આક્ષેપ

મને ભાજપમાં જોડાવવા માટે પહેલા પ્રલોભનો આપવામાં આવ્યા, બાદમાં પોલીસ કેસની ધમકી આપી હેરાનગતિ કરાય: વલ્લભ પટેલ

મંત્રી ઇશ્વરસિંહ પટેલના રાજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપથી ખળભળાટ

13/04/2026

પેટ્રોકેમિકલની અછત સર્જાતા પોલીમરના કાચા માલમાં ભારે ભાવ વધારો નોંધાયો છે. યુદ્ધ પહેલા જે પોલીમરના દાણા આશરે 98 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તે હવે વધીને 168 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. એટલે કે લગભગ 80 ટકાનો ભાવ વધારો નોંધાયો છે, જેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગકારો પર આર્થિક ભારણ વધ્યું છે.પોલીમરના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે. જેના કારણે પ્લાસ્ટિકના ઉત્પાદનો અને જંતુનાશક દવાઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં MSME સેક્ટરના ઉદ્યોગો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઘણા નાના ઉદ્યોગો બંધ થવાની કગાર પર આવી શકે છે. સરકાર તરફથી રાહત પેકેજ અથવા કાચા માલના ભાવ નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે.

13/04/2026

અંકલેશ્વર નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને પ્રાંત કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર રાજન વસાવાની હાજરીમાં ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે 107 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જ્યારે અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 67 ઉમેદવારી ફોર્મ દાખલ થયા છે. ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કા રૂપે ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો માટે 15મી તારીખે ફોર્મ પરત ખેંચવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે અંતિમ ઉમેદવારોની યાદી સ્પષ્ટ થશે અને ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પારદર્શક અને નિયમ મુજબ હાથ ધરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.


12/04/2026

આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા પોલીસ અધિક્ષકને લખાયેલ પત્રમાં જણાવાયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાર્ટીના ઉમેદવારો, કાર્યકરો અને પદાધિકારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા AAPના કાર્યકરો અને ઉમેદવારોને બિનજરૂરી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક કેસોમાં ખોટા કેસ દાખલ કરવાની ધમકી આપવી અને પોલીસ સ્ટેશનમાં બોલાવી હેરાનગતિ કરવાના બનાવો પણ સામે આવ્યા હોવાનું પત્રમાં ઉલ્લેખ છે.AAPએ આ પરિસ્થિતિને લોકશાહી માટે હાનિકારક ગણાવી છે. પત્રમાં જણાવાયું છે કે લોકશાહી દેશમાં દરેક રાજકીય પક્ષને સમાન અધિકાર મળવો જોઈએ અને ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું પક્ષપાતી વર્તન યોગ્ય નથી.
પાર્ટીએ પોલીસ અધિક્ષકને વિનંતી કરી છે કે તમામ પોલીસ સ્ટેશનોને યોગ્ય સૂચના આપી આ પ્રકારની હેરાનગતિ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. સાથે જ, જ્યાં ખોટા અથવા બિનઆધારભૂત કેસ નોંધાયા હોય ત્યાં યોગ્ય તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

12/04/2026

ભરૂચના હાંસોટ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ એ તેમના જ ભાઈ વલ્લભ પટેલ પર તીખા પ્રહાર કરતાં પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. વલ્લભ પટેલ તથા તેમના પરિવારના કુલ પાંચ સભ્યોએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આ મુદ્દે ઇશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યો કે, “વલ્લભદાસ પોતે હાંસોટનો રાજા હોય એમ પત્ની, પુત્રી, પુત્રવધુ અને પુત્ર પાસે પણ ફોર્મ ભરાવ્યા છે.”
તેમણે વધુમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધતા જણાવ્યું કે, “કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા, તેથી એક જ પરિવારના સભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.”ઇશ્વરસિંહ પટેલે પોતાના ભાઈના કામકાજ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું, “વલ્લભદાસે હાંસોટમાં એક પણ કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ.” સાથે જ તેમણે દાવો કર્યો કે વલ્લભદાસ ભાજપમાં જોડાવા માટે ઉત્સુક હતા, પરંતુ વ્યક્તિગત લાલસાના કારણે તે શક્ય બન્યું નહીં.

12/04/2026

અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક આમલાખાડી પરનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં પહોંચતા તેને તોડવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં કરવામાં આવેલા બ્રિજ સર્વે દરમિયાન આ બ્રિજ પણ નબળી સ્થિતિમાં હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સલામતીના હિતમાં જૂના બ્રિજને હટાવી તેની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ અંકલેશ્વરથી હાંસોટ, ઓલપાડ તેમજ સુરતને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ સેંકડો વાહનો અહીંથી અવરજવર કરતા હતા. બ્રિજ તોડવાની કામગીરીને કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વિકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે નવી બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે જેથી વાહન વ્યવહાર ફરીથી સુચારૂ રીતે શરૂ થઈ શકે. હાલ માટે સ્થાનિકોને સાવચેતી રાખી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રૂ.5 કરોડના ખર્ચે આમલાખાડી પર નવા 4 લેન બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવશે.

12/04/2026

અંકલેશ્વર શહેરમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અનોખી પહેલ કરવામાં આવી છે. એનીમલસ લવર્સ ગ્રુપ અને ફાયર સેફટી એકેડમી દ્વારા સંયુક્ત રીતે આશરે 2 હજાર જેટલા માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નગરપાલિકા કચેરી સામે યોજાયો હતો.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ લાવવામાં આવી અને તેઓને પોતાના ઘરઆંગણે, છત પર અથવા બારી પાસે પાણીના કુંડા મુકવા અપીલ કરવામાં આવી. આ પહેલને સ્થાનિક નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અનેક લોકોએ ઉત્સાહપૂર્વક કુંડા સ્વીકારી પોતાના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી માનવતા અને પ્રકૃતિ પ્રત્યેનો લાગણીસભર સંબંધ મજબૂત બને છે.

Address

B-7, NR. RAGINI CINEMA, BHADKODRA, ANKLESHWAR
Ankleshwar
393001

Alerts

Be the first to know and let us send you an email when MaaReva News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share