
25/01/2024
વાય એસ આર્ટસ એન્ડ કે એસ શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
વાય એસ આર્ટસ એન્ડ કે એસ શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયાના એનએસએસ વિભાગના ઉપક્રમે તારીખ 25 જાન્યુઆરી 2024 ની રાષ્ટ્રીય મતદાતા દિવસની શાનદાર ઉજવણી કોલેજના ઉર્વશી દેવી હોલ ખાતે દેવગઢબારિયાના મામલતદારશ્રી ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી
આ પ્રસંગે એન એસ એસના પ્રોગ્રામ ઓફિસર શ્રીએ વિદ્યાર્થીઓને ટીપે ટીપે સરોવર ભરાય તે રીતે એક એક વોટથી તમારી પસંદગીનો
ઉમેદવાર જીતી, તમારી પસંદગીની સરકાર બનાવી શકે છે. જે તમારું ભવિષ્ય છે.
કોલેજના આચાર્ય ડોક્ટર ડો.એમ.એન ગોહિલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત વિશે અને ભારતના ભાવિ વિશે અવશ્ય મતદાન કરવાની વિદ્યાર્થીઓને હાકલ કરી હતી, જ્યારે નાયબ મામલતદાર શ્રી ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ખાસ કરીને નવા મતદાર બનવા અંગે, નામ બાકી હોય તો ઉમેરવા અંગે, તેમજ કોઈપણ મુશ્કેલી હોય તો તેના નિકાલ માટેની બાંહેધરી તેમને આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો. એમ.સી.નિસરતા સાહેબે કર્યું હતું જ્યારે આભાર વિધિ ડો.નીતેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં એનએસએસના 100 ઉપરાંત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.