Kushal Kutch

Kushal Kutch આપણા કચ્છ, ગુજરાત નો અવાજ 'કુશલ કચ્છ સમાચાર' મા આપનું સ્વાગત છે.

26/11/2025

કચ્છમાં દારૂ-ડ્રગ્સનું નેટવર્ક ચર્ચામાં — મેવાણી વિરુદ્ધની રેલી પાછળ રાજકીય આશ્રયના આક્ષેપો
→ભુજમાં મેવાણી વિરુદ્ધ નીકળી રેલીમાં બુટલેગરો સામેલ હોવાનો આક્ષેપ. દારૂ-ડ્રગ્સના નેટવર્ક સામે અવાજ ઉઠાવનારને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, એવી રજૂઆત સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું.
→ #કચ્છસમાચાર #જિગ્નેશમેવાણી #નશામુક્તગુજરાત #દારૂડ્રગ્સવિરોધ #ભુજરેલી

25/11/2025

ભચાઉ જયભીમ યુવા ગ્રુપે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી જિગ્નેશ મેવાણીની નશા મુક્તિ ઝુંબેશને સમર્થન આપ્યું. "ઉડતું ગુજરાત નહીં બનવા દઈએ"ના નારા સાથે યુવાનોએ ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે લડતનો નિર્ધાર વ્યક્ત કર્યો.

#ભચાઉ #નશામુક્તિ

24/11/2025

વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર સીધો હુમલો. ડ્રગ્સ અને દારૂના મુદ્દે મેવાણીએ સંઘવીના 'સંસ્કાર' પર સવાલ ઉઠાવીને આકરા પ્રહારો કર્યા. જુઓ મેવાણીનું આક્રમક નિવેદન.

#હર્ષસંઘવી #જિગ્નેશમેવાણી

24/11/2025

ભૂજમાં યોજાયેલી કિસાન આક્રોશ સભામાં લાલજી દેસાઈએ ઉદ્યોગોને સસ્તી જમીન આપવાના મુદ્દે સરકારને આડે હાથ લીધી. ખેડૂતો, માલધારીઓ અને મજૂરોના હક્ક માટે લડવા લોકોને એકતા માટે પોકાર કરી.
→ #ભૂજસમાચાર #કિસાનઆક્રોશ #લાલજીદેસાઈ #કચ્છખેડૂતો #આંદોલન

24/11/2025

ભૂજ ખેડૂત સભામાં લખન ધુઆ, વી.કે. હુબલ, પાલ આંબલીયા અને હિતેશ મહેશ્વરીએ વીજપોલ, પોલીસની ઉતાવળ અને ખેડૂત-મજૂર હકો મુદ્દે સરકારને કડક પ્રશ્નો ઉઠાવ્યા.
→ #ભૂજસમાચાર #ખેડૂતસભા #લખનધુઆ #વીકેહુબલ #ખેડૂતઆંદોલન #કચ્છ

24/11/2025

ખેડૂતોની ભૂજ સભા પહેલાં પોલીસ દ્વારા ઠેરઠેર અટકાયતો. ટ્રેનમાંથી પણ વાઢીયા ખેડૂતોને ઉતારી અટકાવવામાં આવ્યા—કોંગ્રેસે સરકાર પર લોકશાહી દમનનો આરોપ લગાવ્યો.
→ #ખેડૂતઆંદોલન #કચ્છસમાચાર #વાઢીયાખેડૂતો #અટકાયત #લોકશાહીસંકટ

23/11/2025

તા. 22/11/2025: રામવાવની શ્રી સરસ્વતી વિનય મંદિર શાળામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ફિલ્મ "લાલો"નું સ્ક્રીનિંગ યોજાયું. શ્રી લોહ સાહેબ અને શ્રી ડાંગર સાહેબના આયોજન થકી વિદ્યાર્થીઓએ ફિલ્મ માણી ખુશી વ્યક્ત કરી.

#રામવાવ #કૃષ્ણસદાસહાયતે

22/11/2025

ભચાઉના વોંધ પાસેના જૈન નમસ્કાર તીર્થમાં ૨૧મી નવેમ્બરની રાત્રે ચોરીનો બનાવ બન્યો. ચોરોનું કૃત્ય CCTVમાં કેદ થયું છે. અગાઉ પણ અહીં ચોરી થઈ હોવાથી, કોંગ્રેસ પ્રમુખ ખીમાભાઈ ઢીલાએ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.

#ભચાઉ #વોંધ

22/11/2025

→ 67 મીટર કોરિડોર..વાઢીયા ખેડૂતોની અટકાયત બાદ કોંગ્રેસે રોજકામ અને નુકસાનની માહિતી માંગી. 67 મીટર મંજૂરી નામે સેકડો મીટર ખેતરોને નુકસાન થવાનો ખેડૂતોનો આક્ષેપ ગરમાવ્યો.
→ #વાંઢીયાખેડૂતો #કોંગ્રેસરજુઆત #કચ્છસમાચાર #કોરિડોરવિવાદ #ખેડૂતઆંદોલન

22/11/2025

ભચાઉના લાખાપર ગામે ગઈકાલે બપોરથી ગુમ થયેલા બે બાળકોના મૃતદેહ આજે તળાવમાંથી મળી આવ્યા. તળાવમાં ડૂબી જવાથી મોત થયાની શક્યતા સેવાઈ રહી છે. ગઈકાલથી ચાલી રહેલી શોધખોળ દુઃખદ ઘટનામાં પરિણમી, જેનાથી સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

#લાખાપર #ભચાઉ

22/11/2025

શિવનગર વાવ થરાદમાં નશા વિરુદ્ધ મેવાણીનો આક્રમક ગર્જન — મહિલાઓ રણચંડી બની, પોલીસને કડક પગલાંની માગ

→શિવનગર વાવ થરાદમાં મેવાણીએ નશાખોરી વિરુદ્ધ જોરદાર અવાજ ઉઠાવ્યો. મહિલાઓ મોટી સંખ્યામાં રણચંડી બની અને પોલીસ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી.
→ #શિવનગર #નશાવિરોધ #જિગ્નેશમેવાણી #થરાદ #ગૂજરાતસમાચાર

દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન તેજસ વિમાન ક્રેશ થયું
21/11/2025

દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન તેજસ વિમાન ક્રેશ થયું

Address

Bhachau
370140

Website

Alerts

Be the first to know and let us send you an email when Kushal Kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kushal Kutch:

Share