Bhavya Bharuch

Bhavya Bharuch Bharuch is the oldest city of Gujarat. It is also the second oldest city of India having continuous inhitations, first being Kashi (Varanasi).
(502)

ભરૂચ ભારત દેશની પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક
શહેર છે, જે આ જિલ્લાનું વડુંમથક પણ છે અને દરિયાઈ બંદર છે. જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરિકે ટકી રહ્યું હોવાથી ઈતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દ

ોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું, આજ પરંપરા હેઠળ અન્ય અને અનેક શહેરોની જેમ જ બ્રિટિશ રાજ દરમ્યાન ભરૂચ અધિકૃત રીતે બ્રૉચ (Broach) તરિકે ઓળખાતું હતું.

ભરૂચ એક સમયે ફક્ત નાનું ગામ હતું, પરંતુ નર્મદા નદી પરનાં તેના અગત્યનાં સ્થાનને કારણે કે જેણે તેને નદી માર્ગે મધ્ય અને ઉત્તર ભારતનાં શહેરો-નગરો સાથે જોડ્યું, અને ખંભાતના અખાતમાં પણ તેનું જે સ્થાન છે, તેને કારણે દરિયામાર્ગે યાતાયાત થતો હતો તેવા સમયમાં ભરૂચનો ઉત્તરોત્તર અગત્યનાં બંદર, વેપારી મથક અને એક સમયે જહાજવાડા તરીકે થ્તો જ ગયો. થોડા સમય પહેલાં સુધી વાહનવ્યવહારનો એકમાત્ર ઉપાય હતો જળમાર્ગ, આ ગાળા દરમ્યાન તેના આગવા ભૌગોલિક સ્થાનને કારણે ભરૂચ યુગોથી ફક્ત પૂર્વ-પશ્ચિમ વચ્ચે જ નહી, પરંતુ ભારતની અંદર પણ નર્મદાકાંઠે વિકસેલા ધનાઢ્ય રજવાડાઓ અને છેક ગંગા કાંઠા અને દિલ્હી સુધીના વિસ્તારો માટે વાહનવ્યવહાર પુરો પાડી શકતું હતું.

ચોક્કસપણે એ વાતનાં પુરાવા મળી આવે છે કે ઈ.પૂ. ૫૦૦ના ગાળામાં ભરૂચની ખ્યાતી દરિયાઈ અને જમીન એમ મિશ્ર માર્ગે વેપાર કરતા અરબ અને ઈથિઓપિઆનાં વેપારીઓમાં પહોંચેલી હતી. આ વેપારીઓ તેમનો માલ પશ્ચિમમાં છેક ઇજિપ્ત, ગ્રીસ, પર્શિયન રાજ્યો, રોમન સામ્રાજ્ય, અને વેનિસ સુધી પહોંચાડતા હતા અને માટે છેક આ બધા પ્રદેશોમાં પણ ભરૂચ જાણીતું હતું. એમ માનવામાં પણ કોઇ અતિશયોક્તિ નથી કે ફોનેશિયનો પણ ભરૂચ વિષે જાણતા હતાં અને તે કારણે ભરૂચ આદિકાળથી ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વનાં દેશોથી છેક નૈઋત્ય એશિયા, મધ્ય-એશિયા, ભૂમધ્ય પ્રદેશ અને ઉત્તર આફ્રિકા તથા છેક યુરોપ સુધી થતાં વૈભવી દ્રવ્યોનાં વ્યાપારમાં મહત્વનું બંદર સ્થાપિત થયેલું હતું.

03/01/2026
24/12/2025

ભરૂચ માં ૭ ડિસેમ્બરે યોજાશે ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ નો એર શો. . જે  પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દ...
30/11/2025

ભરૂચ માં ૭ ડિસેમ્બરે યોજાશે ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ નો એર શો. . જે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. જિલ્લા વહીવટી તંત્ર. ભરૂચ સિટીઝન કાઉન્સિલ, BDMA , અને ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ એર શો માં જિલ્લા ની વિવિધ શાળાઓ ના ૨૫ હજાર કરતા વધુ વિધાર્થીઓ ઓ નિહાળશે એ માટે તંત્ર દ્વારા કવાયત આદરવામાં આવી છે. નવા બંધાઈ રહેલી માંડવા, જુના ને. હા. ૪૮ પર માંડવા એર સ્ટ્રીપ ખાતે તા.૭ ડિસેમ્બરે સવારે ૯ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી આ એર શો યોજાશે. આ માટે સલામતી, ટ્રાફિક નિયમન, પાર્કિંગ માટેના આયોજન થઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૪ માં ઇન્ડિયન એર ફોર્સ ની સૂર્યકિરણ વિગ દ્વારા ભવ્ય એર શો નવનિર્મિત એક્સપ્રેસ હાઈવે પર યોજાયો હતો. જેને પણ ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.

25/11/2025
15/11/2025

आदिवासी जननायक भगवान श्री बिरसा मुंडा जी को १५० वी जन्म जयंती पर शत शत नमन ।

ભારતે પહેલીવાર મહિલા ક્રિકેટ વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચ્યો છે.ભારતની મહિલા ટીમ વર્ષ 2005 અને 2017માં વર્લ્ડકપ ફાઇનલમાં પહ...
03/11/2025

ભારતે પહેલીવાર મહિલા ક્રિકેટ વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચ્યો છે.

ભારતની મહિલા ટીમ વર્ષ 2005 અને 2017માં વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ વિજયી બની શકી ન હતી.

સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન ચઢાવ-ઉતાર ભરેલું રહ્યું હતું. સેમિફાઇનલ પહેલાં પૉઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી ભારતની ટીમ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે હારી હતી, પરંતુ રવિવારે તે ફૂલફૉર્મમાં હતી.

ભારતની ટીમે બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ સહિત તમામ મોરચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને કેટલાંક કારણો ભારતીય ટીમના વિજય માટે કારણભૂત હતાં.

ભારતની ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 52 રને પરાજય આપ્યો હતો.

આ પહેલાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટૉસ જીતને ભારતને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે સાત વિકેટના ભોગે 299 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં દાવ લેવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ 246 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

Happy Birthday Dr APJ Abdul Kalam ji 🎂
15/10/2025

Happy Birthday Dr APJ Abdul Kalam ji 🎂

10/10/2025

A strong 7.4-magnitude earthquake struck Tagum City, Davao del Norte, Philippines 🇵🇭

07/09/2025
24 ઓગસ્ટ એટલે કવિશ્રી વીરનર્મદનો જન્મદિવસ જેને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નર્મદ લખે છે કે, હું જે પણ...
24/08/2025

24 ઓગસ્ટ એટલે કવિશ્રી વીરનર્મદનો જન્મદિવસ જેને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નર્મદ લખે છે કે, હું જે પણ લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચું જ લખીશ, પછી તે મારું સારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડે કે ન પડે. લોકોને પસંદ પડે એવા વિચારો કરીને લખવાનો અર્થ નથી.







translation

Address

Saktinath
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Bhavya Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhavya Bharuch:

Share

Category