
29/07/2025
અંકલેશ્વર - ભરૂચના TP સ્કીમમાં 5 રસ્તા અને 4 તળાવો માટે ₹45 કરોડ મંજૂર
📍 ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ BAUDA ના ચેરમેન અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડ બેઠક*
📌 નગરજનોની સુખાકારી, સુવિધા તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બેઠકમાં અંદાજે 45 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી
- અંકલેશ્વર કોસમડીનો ટીપી સ્કીમમાં સમાવેશ, અંદાજીત 1300 હેકટર 11 -મુસદ્દારૂપ નગર રચના બનાવવા હદ પરામર્શ મેળવવાની કામગીરી કરવા મંજુરી
- ઝાડેશ્વર વિસ્તારમાં સરકાર દ્વારા મંજુર કરેલ ડ્રાફ્ટ ટી.પી. અંર્તગત નગર રચના અધિકારીના આયોજનલક્ષી સુચનો પાઠવવા મંજુરી અપાઇ, TP માં સુચવેલ 25.52 હેક્ટરમાં વિવિધ હેતુ વિકાસ માટે ઉપયોગ કરાશે
- બૌડા ટી.પી.વિસ્તારમાં ટી.પી. રોડના કબજા મેળવી વિકાસની દ્રષ્ટિએ મુલ્યાંકન કરેલા 5 TP રોડ ₹25 કરોડના ખર્ચે બનાવાશે
1. તવરાથી હલદરવાને જોડતો 18 મીટર પહોળાઈનો 1.6 કી.મી. રોડ
2. શક્તિનાથ સર્કલ રેલ્વે ગરનાળાથી શેરપુરા-ડુંગરી રેલ્વે ક્રોસીંગ સુધી 12 મીટર પહોળાઈનો 1.5 કી.મી.નો રોડ
3. જંબુસર-ભરુચ રોડથી દહેજ બાયપાસને જોડતો આઝાદ ગાર્ડન પાસેથી પસાર થતો 18 મીટર પહોળાઈનો 1.3 કી.મી. રોડ
4. ગણેશ નંદન સોસાયટીથી હલદરવા તરફ જતા 18 મીટર પહોળાઈનો 1.2 કિ.મી લંબાઇ ધરાવતા રસ્તાની નવિનીકરણની કામગીરી
5. તવરા, હલદરવા, લુવારા અને વગુસણા ગામમાંથી પસાર થઇ નેશનલ હાઇવે-48 ને જોડતો 60 મીટર પહોળાઈ DP રીંગ રોડ પૈકી ટી.પી. 16/એ અને 16/બી તવરામાંથી પસાર થતો 2.4 કી.મી.નો રોડ
- તળાવોના નવીનીકરણ, બ્યુટીફીકેશન, અપગ્રેડેશનની કામગીરી માટે 20 કરોડના ખર્ચની સૈધ્ધાંતિક મંજુરી
1. ભોલાવ
2. તવરા
3. કાપોદરા
4. કોસમડી