07/03/2025
આવતીકાલે કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓની અદાલતોમાં રાષ્ટ્રીય લોકઅદાલત
૦૦૦૦
સમાધાનલાયક સિવિલ તથા ફોજદારી કેસો મુકાશે
ભુજ : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન મુજબ આવતીકાલે તા. 8-3-2025ના શનિવારે જિલ્લાના તમામ તાલુકાઓની અદાલતોમાં રાષ્ટ્રીય લોકઅદાલત તેમજ સ્પેશિયલ મેજિસ્ટીરિયલ સિટિંગ યોજવામાં આવનાર છે, જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાનલાયક સિવિલ તથા ફોજદારી કેસો મૂકવામાં આવશે. કચ્છના દસેય તાલુકા અદાલતો અને જિલ્લા કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. સમાધાનલાયક સિવિલ અને ફોજદારી કેસો ઉપરાંત એવા કેસો કે જે હજુ સુધી અદાલતમાં આવેલ નથી તેવા પ્રકારના પ્રી-લિટિગેશન કેસો, જેમાં પબ્લિક યુટીલીટી સર્વિસિસ જેવી કે, નેગોસિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, બેંક રિકવરી કેસો, લેબર ડીસ્પ્યુટ્સ, વીજ તથા પાણીનાં બાકી લેણાંના કેસો વિગેરેનું આ રાષ્ટ્રીય લોકઅદાલતમાં આયોજન કરાયું છે. લોકઅદાલતની વધુ માહિતી માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, કચ્છ-ભુજ (02832-254930) તથા તાલુકા સ્તરે કાનૂની સેવા સમિતિ,તાલુકા અદાલતનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
Harsh Sanghavi Bhupendra Patel