
03/05/2025
આપની જાણકારીમાં ગ્રેજ્યુએટ થયા હોય અને સમાજ કાર્યના કૉર્સમાં જોડાવા માંગતા હોય તેમને મોકલવા વિનંતી
હું ડો. જીગ્નેશ તાળા, અધ્યક્ષ સમાજ કાર્ય વિભાગ, કચ્છ યુનિવર્સિટી, આપને ગ્રેજ્યુએશન પછી સમાજ કાર્યના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની એક વિશાળ તક વિશે આજે માહિતી આપીશ.....
આ સાથે તમને થોડા ડોક્યુમેન્ટ મોકલું છું જેમાં સમાજ કાર્યનો અભ્યાસ કર્યા પછી વિપુલ પ્રમાણમાં જે નોકરીની તકો રહેલી છે જેના વિશે માહિતી આપવામાં આવી છે.
સમાજ કાર્ય એક એવો વ્યવસાય છે જેમાં સમાજની સેવા સાથે આપણે નાણા પણ કમાઈ શકીએ છીએ. આપણા સમાજમાં કાર્ય કરતી એનજીઓ, ઇન્ડસ્ટ્રી તથા સરકારી વિભાગોમાં નોકરી મેળવી શકીએ છીએ. વળી મજાની વાત એ છે કે આપણા કચ્છ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ એનજીઓ તથા ઉદ્યોગો આવેલા છે જેમની સાથે કામગીરી કરવાનો અનુભવ તમને અહીં અભ્યાસ દરમિયાન જ થઈ જાય છે.
આ કોર્સના સંદર્ભે આપને કંઈપણ વધુ માહિતી મેળવવી હોય તો આ નંબર (9428473272, 6354307850)ઉપર સંપર્ક કરી શકો છો
ધન્યવાદ.....