ramdev studio chokdi

ramdev studio chokdi Ramamandal,bhajan ,dhun

12/08/2025
05/08/2025

========(કિર્તન) ========

કીધી હતી જેલમાં શું વાત
હંસલા ભૂલી ગયો રામને
ક્યાં ગઈ છે તારી કબૂલાત
હંસલા ભૂલી ગયો રામને

બહારનું સુખ જોવા ફાંફા તું મારતો
પોકાર પાડીને તે દી આસુંડા સરતો
નોહતી તારા જીવને નિરાંત
હંસલા ભૂલી ગયો રામને

માયાના માંડવા નીચે તું રાચતો
દુનિયાનું રાજ તારી મુઠીમાં માનતો
જુલી રહ્યો હિંડોળાની પાટ
હંસલા ભૂલી ગયો રામને

ખાધા તે માર વારે વારે યમદેવના
તોયે સુધારવાની રાખી નઈ ખેવના
વિચારી નો જોયું દિનરાત
હંસલા ભૂલી ગયો રામને

માનવીનું સુખ સાચું રામના રે નામમાં
વખત આવ્યો છે જીવ સમજી જા સાનમાં
ખોટી ભરે જગતને બાથ
હંસલા ભૂલી ગયો રામને

સતગુરુના શરણમાં શીશ નમાવી દે
જનમો જનમની ભૂખ ભાંગી લે
સમરથ કરશે સહાય
હંસલા ભૂલી ગયો રામને

કીધી હતી જેલમાં શું વાત
હંસલા ભૂલી ગયો રામને
ક્યાં ગઈ છે તારી કબૂલાત
હંસલા ભૂલી ગયો રામને

---------------------------------------------------------------

Address

At/chokdi Ta-chuda
Chotila

Alerts

Be the first to know and let us send you an email when ramdev studio chokdi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ramdev studio chokdi:

Share