dahod.today

dahod.today દાહોદ જિલ્લાની બનતી ઘટના દુર્ઘટના, અથવા કોઈ પણ માહિતી જોવા માટે અમારા પેજ ને ફોલો કરો.

દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયાની રહેવાસી અમિતાબેન શંકરભાઇ રાઠવા ગુમ થઈદાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના જામ...
12/02/2025

દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયાની રહેવાસી અમિતાબેન શંકરભાઇ રાઠવા ગુમ થઈ

દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયા ખાતે રહેતા શંકરભાઇ પ્રતાપભાઇ રાઠવાની ૨૧ વર્ષીય દીકરી નામે અમિતાબેન અમિતાબેન રાઠવા તારીખ ૦૪/૦૨/૨૦૨૫ ના રોજ પોતાના ગામ જામરણ ખાતેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે, જેની તપાસ કરવા છતાય આજ દિન સુધી મળી આવેલ નથી.
ગુમ થનારનું વર્ણન

- નામ : અમિતાબેન શંકરભાઈ રાઠવા
- ઉમર : ૨૧ વર્ષ
- ધંધો : ઘરકામ
- રહેઠાણ : જામરણ ગામ (બારીઆ ફળીયુ) તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ
- પહેરવેશ : શરીરે કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ છે.
- શરીરનો બાંધો : મધ્યમ
- ઉંચાઇ : આશરે સવા પાંચ ફુટ
- વર્ષ : રંગે સાધારણ શ્યામ વર્ણ
- અન્ય ઓળખ : મોઢુ ગોળ, વાળા કાળા અને માથે વાળનો અંબોડો બાધે છે. તેણી હિન્દી-ગુજરાતી ભાષા જાણે છે
ગુમ થનારની ભાળ મળ્યે સાગટાળા પોલીસ સ્ટેશન પર મોબાઈલ નંબર ૬૩૫૯૭૨૫૯૫૨ , ત.ક.અ મો.નં. ૯૧૦૬૪૭૮૬૩૯ , પો.સબ.ઇન્સ. મો.નં- ૯૯૧૩૧૨૦૩૭૭ પર જાણ કરવા અ.હે.કો. એસ.એસ.બારીઆ સાગટાળા પો.સ્ટે. દ્વારા જણાવાયું છે.

તમારા શહેર **___** માં રેપિડો આવી ગયું છે, હવે કમાણીનો નવી તકો! 🚀💰રેપિડોમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? રેપિડો કૅપ્ટન એ...
02/02/2025

તમારા શહેર **___** માં રેપિડો આવી ગયું છે, હવે કમાણીનો નવી તકો! 🚀💰

રેપિડોમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?

રેપિડો કૅપ્ટન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રજીસ્ટ્રેશન કરો.
OR
રજીસ્ટ્રેશન કરવા માટે આ નંબર પર કોલ કરો: 07948228020

આવશ્યક દસ્તાવેજો:
✅ ડ્રાઇવિંગ લાઇસન્સ
✅ વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
✅ આધાર કાર્ડ/પેન કાર્ડ
✅ પ્રોફાઇલ ફોટો

રેપિડો સાથે કામ કરવાના લાભો:
- ₹5 લાખ સુધીનો એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ
- દરરોજ ની આવક
- પાર્ટ ટાઇમ અથવા ફુલ ટાઇમ કામ

જલ્દી કરો! આજે જ નોંધણી કરો અને કમાણી શરૂ કરો.

ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસે નશીલા પદાર્થો અને વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધરી છે. આ દરમ...
31/01/2025

ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસે નશીલા પદાર્થો અને વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધરી છે. આ દરમિયાન ગરબાડાની મીનાક્યાર બોર્ડર ઉપર મધ્યપ્રદેશ તરફથી આવતી એક બેકાબુ ફોરવ્હીલર ગાડીના ચાલકે પોલીસને જોઈ રોકવાની જગ્યાએ ગાડી બેફામ હંકારી, બેરીકેટ તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો
પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો કર્યો. ગાડીચાલકે રસ્તામાં બે બકરીઓને અડફેટે લીધી, નદી પાસે એક રિક્ષાને પણ ટક્કર મારી. અંતે ખરેલી જવાના રસ્તે ગાડી ઝાડ સાથે અથડાઈ.

।। જય માં મન્સા દેવી ।।🙏 આમંત્રણ પત્રિકા : શ્રી રામ મંદિર આદરણીય ।।✓ ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા દિવસના શુભ અવસરે...
21/01/2025

।। જય માં મન્સા દેવી ।।
🙏 આમંત્રણ પત્રિકા : શ્રી રામ મંદિર આદરણીય ।।

✓ ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા દિવસના શુભ અવસરે,
આપ સૌ પરિવાર સાથે સાદર આમંત્રિત છો. કૃપા કરીને સમયસર પધારી મહાપ્રસાદીનો લાભ લો.

✓ મહાપ્રસાદી તારીખ : 22 જાન્યુઆરી 2025
✓ સમય : સાંજે 5 વાગ્યાથી તમારા આગમન સુધી
✓ સ્થળ : બેકરી રોડ, સાત રસ્તા, ફ્રીલૅન્ડગંજ, પારેલ, દાહોદ, ગુજરાત

✓ આયોજક : માં મન્સા દેવી ગ્રુપ, બજરંગ ગ્રુપ (એન.કે. એકેડેમી)

જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા, દાહોદ - ૨ માં ધોરણ - 6 ની વર્ષ 2025-26 ની પ્રવેશ પરીક્ષા માટે પ્રવેશપત્ર ઓનલાઇન મેળવી શકા...
01/01/2025

જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા, દાહોદ - ૨ માં ધોરણ - 6 ની વર્ષ 2025-26 ની પ્રવેશ પરીક્ષા માટે પ્રવેશપત્ર ઓનલાઇન મેળવી શકાશે
દાહોદ : જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા દાહોદ - ૨ માં પ્રવેશ પરીક્ષા, ધોરણ - 6 માં વર્ષ 2025-26 મા પ્રવેશ મેળવવા માટે જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન આવેદનપત્રો ભરેલ છે, તેવા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષામાં બેસવા માટે થઈને પોતાનું પ્રવેશપત્ર (ADMIT CARD) નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in તથા cbseitms.rcil.gov.in/nvs/પરથી ડાઉનલોડ કરી શકશે.

પ્રવેશ પરીક્ષા તા.18/01/2025 ના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડા, લીમખેડા, સિંગવડ તાલુકાના પરીક્ષા કેન્દ્રો ખાતેથી લેવાનાર છે. આ અંગે વધુ જાણકારી માટે આચાર્યશ્રી, જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા દાહોદ - ૨ નો સંપર્ક કરવા જણાવાયું છે.

23/12/2024

દાહોદ શહેર માં ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વ ને પગલે નાતાલ સેલિબ્રેશન રેલી યોજી

ગરબાડા : જીલ્લા આરોગ્ય વિભાગ અને RBSK ના સંયુક્ત ઉપક્રમે તમાકુ મુકત યુવા અભિયાનનું આયોજન,આજરોજ તમાકુ મુક્ત યુવા અભિયાન 2...
07/10/2024

ગરબાડા : જીલ્લા આરોગ્ય વિભાગ અને RBSK ના સંયુક્ત ઉપક્રમે તમાકુ મુકત યુવા અભિયાનનું આયોજન,

આજરોજ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના (RBSK) સંયુક્ત ઉપક્રમે આયોજન,
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત અને એપેડેમીક મેડિકલ ઓફિસર શ્રી ડૉ.નયન જોષી તેમજ ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ "તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા"
(ToFEI )કાર્યક્રમ યોજાયો,
આજરોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા કન્યા શાળા ગરબાડા ખાતે યોજવામાં આવ્યો,
જેમાં ToFEI ના મુદ્દાઓના પાલન અર્થે આચાર્ય શ્રીમતિ શૈલાબેન બારીયા મેડમ સમક્ષ શાળાના બાળકોને તમાકુ થી થતા આર્થિક, શારીરિક અને માનસિક નુકશાન અંગે PPT અને વિડીયોગ્રાફીના માધ્યમ થી ડૉ. હરેશ પરમાર અને ડૉ. બિનલ સોલંકી દ્વારા માહિતગાર કરવામાં આવેલ તેમજ કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામે એક કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી દુકાનમાં મુકી રાખેલ કરિયાણાન...
29/09/2024

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામે એક કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી દુકાનમાં મુકી રાખેલ કરિયાણાનો સરસામાન કિંમત રૂા.1,50,000/-ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં પંથકમાં તસ્કરોના આતંકને પગલે ચકચાર મચી જવા પામી હતી.
કરિયાણાની દુકાનમાં મુકી રાખેલ કરિયાણાનો સરસામાન વિગેરે મળી તસ્કરો રૂા.1,50,000/-ના સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, પોતાની દૂકાનમા ચોરી થયાની જાણ થતા દૂકાન માલિક કૈલાષભાઈ સાયબાભાઈ બર્મન મોટીબાંડીબાર ખાતે દોડી ગયા હતા અને લીમખેડા પોલીસ મથકે દુકાનમા ચોરી થઈ હોવાની જાણ કરી હતી, ચોરીનો બનાવ બનતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી, ઘટના સબંધે દુકાન માલીક કૈલાષભાઈ સાયબાભાઈ બર્મને લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ : સિંગવડના તોયણી પ્રાથમિક શાળામાં ભણતી બાળકીની હત્યાથી સર્વ સમાજમાં રોષ,આચાર્ય દ્વારા પોતાની ગાડીમાં દુષ્કર્મ નો પ...
25/09/2024

દાહોદ : સિંગવડના તોયણી પ્રાથમિક શાળામાં ભણતી બાળકીની હત્યાથી સર્વ સમાજમાં રોષ,

આચાર્ય દ્વારા પોતાની ગાડીમાં દુષ્કર્મ નો પ્રતિકાર કરતા બાળકીને મોઢે ટૂંપો દઈ હત્યા કરી શાળા કમ્પાઉન્ડમાં જ નાખી દેવામાં આવી, ઘટનાથી સર્વ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે, જનતાની માંગ છે કે સજા રૂપે ફાંસી કરો નહિ તો પ્રજાને સોંપી દો તો પ્રજા સજા આપશે,
સાથે આ ગુનેગારનું ભાજપ કનેકશન બહાર આવ્યું છે, આ નરાધમને છાવરતી ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા,
દીકરીના પરિવારની નરેશ બારીયા, રાકેશ બારીયા, દેવેન્દ્ર મેડા, સચિન નિનામા તેમજ નીલુ વસૈયા એ મુલાકાત લીધી હતી અને ન્યાય અપાવવા આશ્વાસન આપ્યું હતું.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ખાંડણીયા ગામના વેડ ફળીયાના રહેવાસી પરષોત્તમભાઈ બુધાભાઈ બારીયા, ભાટવાડા ગામના ટોલ ફળ...
22/09/2024

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ખાંડણીયા ગામના વેડ ફળીયાના રહેવાસી પરષોત્તમભાઈ બુધાભાઈ બારીયા, ભાટવાડા ગામના ટોલ ફળીયા ખાતે રહેતા ચંચીબેન પારસીંગભાઇ કોળી, સેવાનીયા ગામના ડુંગરી ફળીયાના વતની મધુબેન બારીયા તેમજ દાહોદ તાલુકાના રોઝમ ગામના નિશાળ ફળીયા ખાતે રહેતા લક્ષ્મીબેન સુરેશભાઇ નળવાયા, રોઝમ ગામના હોળી ફળીયા ખાતે રહેતા રમીલાબેન જવસીંગભાઈ રાઠોડ અને લીમખેડા તાલુકાના દુધિયા ગામના કેવલ ફળીયાના રહેવાસી દીપભાઈ ગણેશભાઈ સલાનીયા તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામમાં સદગુરુ મંદિર પાછળ રહેતા રફીક સત્તારભાઈ શૈખને સરકાર દ્વારા તેઓના પરિવારજનના થયેલા મૃત્યુના વળતર રૂપે આ તમામને આર્થિક સહાય રૂપિયા 02 લાખની સહાય આપવામાં આવી હતી.

આ નિમિતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ધારાસભ્ય રમેશ કટારા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, સર્વે પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, મામલતદારો તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

Free Free Free ...Dengu treatment Dipak Panchal ☎️: 9106453064☎️: 9408194479.
07/09/2024

Free Free Free ...
Dengu treatment
Dipak Panchal

☎️: 9106453064
☎️: 9408194479.

આજ રોજ તા. 5-9-2024 ના રોજ ગરબાડા તાલુકાના ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ઉદય ટ...
05/09/2024

આજ રોજ તા. 5-9-2024 ના રોજ ગરબાડા તાલુકાના ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ઉદય ટીલાવત સાહેબ, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.આર.ડી. પહાડીયા સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.આર.ડાભી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ટીબી મોબાઈલ એક્સરે વાન કેમ્પનું આયોજન થયું હતું,
જેમાં ટીબી શંકાસ્પદ વ્યક્તિઓના સ્પુટમ કલેક્શન કરીને કુલ 112 એક્સરે પાડવામાં આવ્યા સાથે વજન, ઊંચાઈ, બ્લડ પ્રેસર, ડાયાબિટીસની તપાસ અને અને એચઆઈવીની તપાસ કરવામાં આવી હતી.

Address

Station Road
Dahod
389151

Alerts

Be the first to know and let us send you an email when dahod.today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share