11/02/2026
મહાશિવરાત્રી મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો, મહાશિવરાત્રી મેળા રૂટનું કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાયા સાહેબ તેમજ પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા રૂટનું પગપાળા નિરીક્ષણ કરવામાં આવ્યું...
આવતીકાલે તા.૧૧ના મહાશિવરાત્રી મેળો ૨૦૨૬નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ થશે...
મહાશિવરાત્રી મેળા ૨૦૨૬ના તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સાહેબ તેમજ પદાધિકારીઓ અધિકારીઓ સાથે સમગ્ર મેળા રૂટનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને નિરીક્ષણ કર્યું હતું તેમજ રૂટ નિરીક્ષણ બાદ ભવનાથ મંદિર ખાતે કલેકટરશ્રીએ પદાધિકારીઓ અધિકારીઓ સાથે શિવરાત્રી મેળાની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આવતીકાલે સવારે ૦૯ : ૦૦ કલાકે મહાશિવરાત્રી મેળા ૨૦૨૬નો ધજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ થનાર છે ત્યારે આજરોજ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા સાહેબે પદાધિકારીઓ અધિકારીઓ સાથે રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને ભાવિકો માટે જરૂરી સુવિધાઓ તેમજ આનુસંગિક કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ રૂટ નિરીક્ષણ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પદાધિકારીઓ અધિકારીઓ સાથે ભવનાથ મંદિર ખાતે બેઠક યોજાઈ હતી.જેમાં મહાશિવરાત્રી મેળાના ભવ્ય અને દિવ્ય આયોજન સંદર્ભે સમગ્ર તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી .પ્રથમ દિવસે સાધુ - સંતોની ભવનાથ પ્રવેશ બારથી ભવનાથ મંદિર સુધી યોજનાર ડમરુ યાત્રા, ધ્વજારોહણ, સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.આ ઉપરાંત રવેડી, સાધુઓના શાહી સ્નાન બાબતે પણ થયેલ તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રી મેળો ૨૦૨૬નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. મહાશિવરાત્રી મેળાને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડે. મેયર શ્રી આકાશભાઈ કટારા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ સાહેબ, પ્રાંત અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સાહેબ, ડે. કલેકટર સુશ્રી વંદના મીણા સાહેબ, ડે. કલેક્ટર શ્રી પ્રતીક જૈન સાહેબ સહિતના કમિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આવતીકાલે તા. ૧૧ ફેબ્રુઆરી ના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મહાદેવના મેળાના પ્રથમ દિવસે ધ્વજારોહણ કરવામાં આવશે. સવારે ૦૭ : ૩૦ કલાકે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ભરડાવાવ ખાતે એકત્ર થશે અને વાજતે ગાજતે ધ્વજારોહણ પદયાત્રા નું પ્રસ્થાન થશે. ૦૯ કલાકે વિધિવત રીતે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થશે. સાંજે ૦૫ કલાકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ,સાંજે ૦૬ કલાકે ભવ્ય ડમરું યાત્રા અને મહા આરતી અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
નોંધ - સારા કાર્યને પ્રોત્સાહન માટેનો પોસ્ટનો હેતુ છે. કાર્યક્રમમાં જાણી, સમજી, વિચારીને તમારે પોતાનો નિર્ણય કરવાનો રહેશે જે નિર્ણય તમારી જવાબદારી પરનો અંતિમ નિર્ણય રહેશે.