
12/07/2025
“આવો ધરતી માં ને અમે સજાવીએ
એક પેડ માં કે નામ લગાવીએ…”🌴
આજરોજ ડીસા તાલુકાના ગુગળા ગામે મારા જન્મદિન નિમિત્તે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌને વૃક્ષારોપણનું મહત્વ સમજાવી વધુમાં વધુ માત્રામાં વૃક્ષારોપણ કરવા પ્રેરિત કર્યા.
અને ઉલ્લેખનીય છે કે, આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી એ વર્ષ 2024ના વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈ પોતાની માતાના નામે ઓક્સીજન આપી જીવન આપનારા વૃક્ષો ના રોપણ કરીને હાર્દિક શુભેચ્છા પાઠવવાનું આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી દિલીપભાઈ અનાવાડિયા, પૂર્વ જિલ્લા મહામંત્રી શ્રી અમૃતભાઈ ધવે, ડીસા તાલુકાના પ્રમુખ-મહામંત્રીઓ, ગામના સરપંચશ્રી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, વડીલો, આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.