21/08/2026
અમદાવાદ શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે AMCના ફૂડ વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. AMC દ્વારા અમદાવાદની ૧૧ હજારથી વધુ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ઈ-મેઈલ દ્વારા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે તેમણે પોતાના કિચનમાં સીસીટીવી (CCTV) કેમેરા લગાડવા પડશે.આ કેમેરાનું લાઈવ પ્રસારણ ગ્રાહકો સીધા રિસેપ્શન કાઉન્ટર અથવા જ્યાં બેઠક વ્યવસ્થા હોય ત્યાં જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ગ્રંથાઁરિટી ઓફ ઈન્ડિયા) ના નિયમોનો ભંગ, ગંભીર અસ્વચ્છતા અને ભેળસેળ સામે લાલ આંખ કરીને AMC દ્વારા કેટલીક જાણીતી કેન્ટીન અને રેસ્ટોરન્ટ્સને સીલ પણ કરવામાં આવી છે. લાઇવ CCTV સ્ક્રીન ઉપરાંત તમામ એકમોએ રસોડાની સફાઈ, ફૂડ હેન્ડલર્સનું પર્સનલ હાઇજીન, કાચા-રાંધેલા ખોરાકનું અલગ સ્ટોરેજ, પીવાનું શુદ્ધ પાણી અને નિયમિત પેસ્ટ કંટ્રોલ જેવી બાબતોનું પાલન કરવું ફરજિયાત છે.જો નિયમો તોડવાનું ચાલુ રાખ્યું, તો લાયસન્સ રદ કરીને રેસ્ટોરન્ટ કાયમ માટે સીલ થઈ જશે તેવી AMCની કડક ચેતવણી.