09/05/2025
માંગરોળ એક હજાર જેટલી બોટો પરત બોલાવાઈ મરીન કમાન્ડો દ્વારા દરીયા કિનારે ચાપતી નજર
માંગરોળ બંદરની માછીમારી કરવા ગયેલી એકહજાર જેટલી બોટોને તાત્કાલિક પરત બોલાવી છે અને મરીન ડીવાયએસપીએસ.આર.શર્મા સાહેબ ના કમાન્ડો દ્વારા દરીયા કિનારે પરત આવતી તમામ બોટોનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ભર્યું વાતાવર ઊભું થતા દરિયા વિસ્તારના તમામ લેન્ડિંગ પોઇન્ટ પર તથા મધદરિયે કોઈ પણ પ્રકારની હિલચાલ સામે કાર્યવાહી કરવા મેરિન કમાન્ડો તેનાત કરવામાં આવ્યા છેહાલ માંગરોળનો દરીયાકીનારા ઉપર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યારે બીજીતરફ માછીમારી કરવા ગયેલી તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે અને દરીયામા માછીમારી કરવા જવા માટેનાં ટોકનો બંધ કરવામાં આવ્યા છે હાલ માંગરોળ શહેરમાં ચુસ્ત પોલીસનો પહેરો લગાવી દેવામાં આવ્યો છે અને તમામ વાહનો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે