Raval Update

Raval Update જામ રાવલ નું એકમાત્ર ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ

Raval Update રાવલ ગામ (તા. કલ્યાણપુર, જી. દ્વારકા) સાથે જોડાયેલો સૌથી વિશ્વસનીય, ઝડપી અને સ્થાનિક ન્યુઝ પોર્ટલ છે. અમારી ટીમ રાવલ ગામ તેમજ આસપાસના વિસ્તારોની તાજી માહિતી, જાહેર જાહેરાતો, સરકારી યોજનાઓ, શાળાઓના અપડેટ્સ, ઇવેન્ટ્સ, રમત-ગમત અને તમામ મહત્વની સ્થાનિક ઘટનાઓ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે।

સ્થાનિક લોકોની વાણી, સમસ્યાઓ, સિદ્ધિઓ અને વિકાસના મુદ્દાઓને ઉજાગર કરવાનો અમારો મુખ્ય હેતુ છે.


“રાવલની દરેક વાત – સૌથી પહેલા” એ અમારા પોર્ટલની ઓળખ છે।

Raval Update સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતાને આધારે કાર્ય કરે છે. ગ્રામ્ય સ્તરની ન્યૂઝને મુખ્ય પ્રવાહમાં લાવવા, અને રાવલના યુવાનોને યોગ્ય અને સાચી માહિતી પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ।

23/08/2026

જામનગર જિલ્લાના કાલાવડમાં નકલી દૂધનો પર્દાફાશ; 7,150 લીટર શંકાસ્પદ દૂધ સહિત મોટો જથ્થો ઝડપાયો

કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા હોવાની શંકાએ રાજકોટ રેન્જ ટીમે 6 ઇસમોના ઘર અને દૂધની ડેરીઓ પર દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન 7,150 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાંબા ગામની સીમમાં LCBની કાર્યવાહી; જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, રૂ.1.61 લાખનો મુદ્દામાલ કબજેકલ્યાણપુર તાલુકાના લાંબા ગામન...
23/08/2026

લાંબા ગામની સીમમાં LCBની કાર્યવાહી; જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, રૂ.1.61 લાખનો મુદ્દામાલ કબજે

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમમાં LCBએ દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ મુજબ સ્થળ પરથી રૂ.1,31,200 રોકડા, 2 મોબાઇલ અને 1 મોટરસાયકલ મળી કુલ રૂ.1,61,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો. એક શખ્સને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.

ગોરાણા પાટીયાથી ગોરાણા ગામ સુધીનો રોડ ₹1.39 કરોડમાં મંજૂર; હવે ખાડા-ધૂળમાંથી મળશે છુટકારો!ગોરાણા પાટીયાથી ગોરાણા ગામ સુધ...
22/08/2026

ગોરાણા પાટીયાથી ગોરાણા ગામ સુધીનો રોડ ₹1.39 કરોડમાં મંજૂર; હવે ખાડા-ધૂળમાંથી મળશે છુટકારો!

ગોરાણા પાટીયાથી ગોરાણા ગામ સુધીનો રોડ હવે ₹1.39 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ થવાનો રસ્તો મોકળો થયો છે. આ કામ માટે સરપંચ અર્જુનભાઈ મોઢવાડિયાની રજૂઆત રંગ લાવી છે. રોડનું કામ થઈ જતાં ગામલોકોને ખાડા-ધૂળની હાલાકીમાંથી રાહત મળશે અને વાહનચાલકોની અવરજવર પણ સાવ હાશકારાવાળી બનશે.

જન સુવિધા કેન્દ્ર - જામ રાવલપાન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન કાર્ડ તથા તમામ ઓનલાઇન ફોર્મ ભરવા માટે વિશ્વાસ ...
22/08/2026

જન સુવિધા કેન્દ્ર - જામ રાવલ

પાન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન કાર્ડ તથા તમામ ઓનલાઇન ફોર્મ ભરવા માટે વિશ્વાસ પાત્ર સ્થળ.

મોબાઇલ નંબર: 9727068260

રાતડી ગામે ગેરકાયદે ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી; દરોડામાં 29 મશીનરી-વાહનો સીઝપોરબંદર કલેક્ટર અને ભૂસ્તરશાસ્ત્રીના મા...
21/08/2026

રાતડી ગામે ગેરકાયદે ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી; દરોડામાં 29 મશીનરી-વાહનો સીઝ

પોરબંદર કલેક્ટર અને ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળની ટીમે રાતડી ગામે આકસ્મિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઇમ સ્ટોનના બિનઅધિકૃત ખનન અને નિયમોના ઉલ્લંઘન મામલે 29 મશીનરી તથા વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે તંત્ર દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

21/08/2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો સાથે દ્વારકાધીશની પૂજા-અર્ચના કરી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી.

કોંગ્રેસે સરકાર સમક્ષ સૌની યોજના મારફતે ડેમો ભરવા, પાક ધિરાણ અને ફિક્સ વીજ બિલ માફ કરવા, ઘાસચારા વિતરણ કેન્દ્રો તથા પાંજરાપોળ શરૂ કરવા સહિત 8 માંગણીઓ રજૂ કરી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી 8 દિવસમાં કાર્યવાહી કરવાની માંગ સાથે માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી આપી.

દેવભૂમી દ્વારકા જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026https://socioeducation.in/trb-recruitment-devbhumi-dwarka-2026/
21/08/2026

દેવભૂમી દ્વારકા જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026
https://socioeducation.in/trb-recruitment-devbhumi-dwarka-2026/

TRB Recruitment Devbhumi Dwarka 2026 offers 40 Traffic Brigade vacancies. Check eligibility, physical standards, running test, vacancy details, application process and important dates.

બરડા ઘેડ વિકાસકામોને મંજૂરી; કેરીયા કેનાલથી લિલવા સુધી 400 મીટર અને ખારા કેરીયાથી ચંદ્રાવાડા-ગીગા તળાવ સુધી 2 કિમીના કામ...
20/08/2026

બરડા ઘેડ વિકાસકામોને મંજૂરી; કેરીયા કેનાલથી લિલવા સુધી 400 મીટર અને ખારા કેરીયાથી ચંદ્રાવાડા-ગીગા તળાવ સુધી 2 કિમીના કામને મંજૂરી

Address

Raval
Gujarat
361325

Alerts

Be the first to know and let us send you an email when Raval Update posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share