Dr-P V Barasia -સંસારી સાધુ

Dr-P V Barasia  -સંસારી સાધુ चरैवेति चरैवेति॥
(3)

16/10/2025

મિત્રો બપોર પછી જુનાગઢથી ફાર્મે પહોંચ્યો. કુકાભાઈ પાસે જીવામૃત બનાવ્યું. શાંતિથી સંધ્યા માણી, રાત્રી માણી,નિશાચરનું સૌંદર્ય માણ્યું,ને સવારે ચા નાસ્તા ને આટાફેરા બાદ આજ જૂનાગઢ આવી ગયો.

16/10/2025

આજ પ્રકૃતિની નિર્દોષ અને ઓર્ગેનિક મૌજ મજા માંણી.કુદરતનાં ખોળે કુદરતી રીતે જ મોટી થયેલ કુદરતને માંણી.સાવ નિર્દોષ અને નિરાંળો તે આનંદ સાવ સરળ અને સસ્તો....!!! અમીરપતીની મિજબાની કરતાયે મહામોઘેરો આનંદ મેં આજ સાવ સસ્તામાં માણ્યો.

15/10/2025

આજ શનિવારે બપોરે વાડીએ નીકળ્યો.નિરાંતે ગીતો સાંભળતો,જાત સાથે સંવાદ કરતો કરતો,ને વાડીએ પગ મૂકીએ એટલે લાગે કે સાક્ષાત સ્વર્ગમાં પહોંચી ગયા છીએ,એટલી અદભૂત શાંતિ ને એવા જ મજાના માણસ ઉકાભાઇ,વિઠ્ઠલભાઈ ને સૌ.તેવા જ જેના જીવનમાંથી ખિલવાનું,આપવાનું,ને જેની પાસેથી નિસ્વાર્થ ભાવના શીખી શકાય તેવા વાડીના નિર્દોષ વૃક્ષો,કે જે સતત સુવાસ જ ફેલાવતા રહે,તડકો ખાઈને છાંયો આપે,ઠંડક આપે,ફળ અને ફૂલૉ આપતા રહે છે.હું મળ્યો સૌ ચૈતન્યાને 🙏

14/10/2025

આજ હું કોલેજથી સીધો જ પ્રકૃતિને ખૂંદવા માણવા હું શહેરથી ત્રીસ ચાલીશ કિલોમીટર દૂર એક મસ્ત સરોવરે પહોંચ્યો.ને ત્યાં સાવ શાંતિથી બેસી આસપાસાની પ્રકૃતિને નિહાળી,નિહાળતો રહ્યો,સાવ સાક્ષી ભાવે,કોઈ વિભાવનાઓ કર્યા વિના,બસ નિહાળતો રહ્યો,ઉડતા પક્ષી,સરોવરામાં તરતો મગર,અને ખાસ તો પેલી માછલીઓ !!! ગજબ હતી! જાણે મને તેણે જ કોલેજથી ન બોલાવ્યો હોય....! ખબર નહીં તેની સાથે મને શું થઈ ગયું,કે તેને મારી સાથે શું થયું હોય,તે અને હું અમારો પોતપોતાનો સ્વભાવ છોડીને સાવ નીરવ પ્રકૃતિમાં એકરસ બનીને હું છું માણસ તે માછલીઓ ભૂલી ગઇ અને હું પણ તે સમયમાં તે માછલીઓ છે તે ભૂલી જાણે જન્મોજનમના દોસ્તો મળ્યા હોઈએ તેમ બાળ સહજ સ્વભાવથી હળ્યા મળ્યા ને એકબીજાને અડ્યા.સાંભળ્યું હતું કે માણસના સ્પર્શમાં ચૈતન્ય હોય છે,પરસ્પરનો સ્પર્શ થતા જ અમે સ્વ અને પર સંમોહીત બનીને પારસ્પરની કાય અને કાળ ભૂલી ન જાણે કેટલીય અને કેવીય હૃદય સ્પંદનની વાત કરી લીધી.ન જાણે ત્યારે ક્યો હોરમન્સ ઝર્યો હશે કે જીવનનો સવાર્ગીય એવો તો આનંદ મળ્યો કે પછી જાત ભૂલીને ગીતોના શૂરમાં લાયબદ્ધ પ્રકૃતિ જીવ્યો!!!! જો કે આવો પ્રકૃતિનો અંગત અનુભવ કહેવા જઈએ ત્યારે શબ્દ હાથ નથી આવતા,બયાન આપવા મથુ પણ કોશિશ કામ નથી આવતી. છતાં એક પ્રયત્ન વિડીયો મારફત તમારા સુધી તે સ્પંદન પ્રસ્તુત છે 🙏

12/10/2025

મિત્રો આપણા વિશ્વની દરેક વ્યક્તિને એક પોતાનો સ્વભાવ હોય છે.અને આ સ્વાભાવાનું વિજ્ઞાન છે તેની નામ છે મનોવિજ્ઞાન...આ મનોવિજ્ઞાન સ્વભાવના કે મનના બે હજાર જેટલા રોગોની વાત કરે છે.તે હિસાબે આપણામાંથી કોઈ સાવ નોર્મલ માણસ હોવો કે શોધવો શક્ય નથી.તે બધા રોગ અતિ ગંભીર નથી.પણ કેટલાક રોગ મરવા મારવા સુધીના ગંભીર હોય છે.તેવો જ એક માનસિક સ્વભાવનો રોગ,તેનું નામ સ્ક્રીજોફેનિયા. આ રોગના લક્ષણો,સ્વભાવ અને તેના ઉપાયો વિશે થોડી સહજ ચર્ચા અમે બંને પતિ પત્નીએ કરી,તે વાતને સજાગતાપૂર્વક રેકોર્ડ કરી તે તો ખરી જ.પણ વિડીયો બંધ થયા પછી પણ મોબાઈલ ચાલુ રહી ગયેલો,તે ચર્ચા પણ મેં વિડીયો સાથે include કરી છે.👍

11/10/2025

આજ અમે મારાઠાવાડ બીડ ડિસ્ટ્રીકથી સંભાજીનગર અને ત્યાંથી મુંબઈ,મુંબઈથી રાજકોટ હીરાસર એરપોર્ટ ઉતરી અમારી કોલેજ પરત થયા,મસ્ત પ્લેનની મુસાફરી માંણી.ખાસ તો આકાશમાંથી ધારતીની સુંદરતા જોવી તે માને એક જુદી જ સુંદરતામાં જોવાનો લ્હાવો છે.તે લ્હાવો તો આજ લીધો જ.પણ સાથે સાથે ત્યાંથી દુનિયા ખુબ નાની નાની લાગે,શહેર અને ગામડાના મકાનો...વિસ્તાર...સંપત્તિ બધુ નગણ્ય જેવું લાગે,ત્યારે વિચાર જરૂર આવે કે આમાં ક્યાંક આપણે છીએ તેને 'હું' બનાવીને કેવા ગઝબ અકળ જીવીએ છીએ!!!!

09/10/2025

મિત્રો સાથે હમણાં મહારાષ્ટ્ર ટૂર,આજ સયાજીરાજ જિલ્લામાં ( જેનું જૂનું નામ ઓરંગાબાદ ) આવેલ ઈલોરાની ગુફાએ ગયા.જે આપણા દેશના ભવ્ય શિલ્પ સ્થાપત્યનો એક અદભુત નમૂનો છે.પણ એક બાબત જોઈ કે જેને કરતા સતત બસો વર્ષ લાગ્યા હતા અને રાજાની દશ પેઢીના વારસોએ તેમાં સતત ખર્ચ અને ધ્યાન આપ્યું,તેને ઔરંગજેબના એક હજાર સૈનિકો દ્વારા સતત ત્રણ વર્ષ તોડાવી બધી મૂર્તિઓને છેદ અને ખંડિત કરી,તે રાજા ઓરન્જઝેબની વિકૃત મેન્ટાલીટી તો જુઓ.સારુ કરી ન શકનારો સારું જોઈ પણ નથી શકતો.મેં આ વિડીઓમાં એમ જ એક જ ગુફા બતાવી તેવી કુલ 34 ગુફાઓ છે.એક જ પથ્થરમાંથી અદભૂત શિવ મંદિરો ને અનેક મૂર્તિઓ,ઐહિતિહાસિક કથાઓના ચરિત્રની મૂર્તિઓ,ભગવાન બુદ્ધ,ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ,આવતારો,વિષ્ણુ,પાર્વતી ને અનેક દેવી દેવતા,હાથી,રથ,પૈડાં ઈ.અનેક અદભુત અદભુત મૂર્તિઓ...કેવું સુંદરતાને એક ભગ્ન મનના ને વિકૃત વિચારના સંકિરણ શૈતાને તોડીફોડી ભગ્ન કર્યુ.આ તેની વિકૃતિ અને સંકિર્ણતાનો નમૂનો છે.
પ્રથમ તો હું જયારે ઓનલાઇન ફ્લાઇટ ટીકીટ બુક કરાવતો હતો,ત્યારે ખબર પડી કે આ સંભાજી એરપોર્ટ એ જ ઓરંગાબાદ...પણ વિચાર થયો કે આ શહેરનું નામ શા માટે બદલ્યું હશે? ને બદલ્યું હોય તો શું તેવું કરાય? શહેરનું નામ બદલવું તે મનમાં જસ્તુ ન હતું.પણ ઈલોરાની ગુફામાં મને એક શૈતાની તાન્ડવની ચિચો સંભળાઈ ત્યારે થયું કે જે થયું તે થવું જ જોઈએ.ને ન કરીએ તો તે નપુંશકતા ગણાય.અરે કલ્પના તો કરો કે તે શૈતાની સેના હજારો ઘોડા લઇને આ ગુફા પાસે આવી ઉભા રહ્યા હશે અને તરત અંદર જઈ તેના કેટલાય પુજારીને મૌતની ઘાટ ઉતારી,તે રાક્ષશની નજની સામે તેને આ મૂર્તિ કેવી દેખાઈ હશે? જે સુંદરતાને જોઈને જેમાં ઈશ્વરની સુંદરતા અને શિલ્પીઓની સદીઓની મહેનત નજરામાં આવે તેને આ યવને ઘણના હથોડા મારી હાથી,ને દેવતોની મૂર્તિઓ તોડવામાં આવી હશે? જે ભાઈઓને મારીને અને પિતાને જેલમાં પૂરીને સત્તા ઉપર બેઠો હોય તેવા માણસના મનમાં કેવી ઘાતકી વિકૃતિ પડી હશે? તેનું આ ઉદાહરણ!!! બીજું તેની સાથે આજ બે જ્યોતિર્લિંગ,અને કાલાકોટ,બીબી મકબરો,ચાંદ મિનાર, વગેરે પણ જોયું.અને જેટલું શૂટિંગ ઉતાર્યું તે બતાવું છું 👍

09/10/2025

અમે હમણાં સ્ટડી ટુરમાં મહારાષ્ટ્ર આવેલા,વચ્ચે સમય મળતા આજ સંભાજીનગરથી અજંટા આવેલા, થોડું ત્યાંનું બતાવવા પ્રયત્ન 👍

06/10/2025

આમ તો નોકરી બાબતના વિડીયો કે માહિતી પેઈજ પર મુકતો નથી.પરંતુ આજ અમે મહારાષ્ટ્રમાં તેલંગણા કર્ણાટકની બોર્ડર પર મહારાષ્ટ્રનો છેલ્લો જિલ્લો બીડ આવેલો છે, આ જિલ્લાની બે કોલેજોની મુલાકાતે ઉચ્ચ શિક્ષણ ગુજરાત રાજ્ય તરફથી નેકની કામગીરી જોવા માટે જવાનું થતા,મારા મિત્ર ડૉ.જેસીંગ વાંઝાસાહેબ(કોલેજ આચાર્યશ્રી) તથા કોલેજ નેક કોર્ડીનેટર ડૉ.જીતેન પરમાર,ડૉ.વિજય જોટવા ગયા,આમ તો આવ્યા છીએ.ને આજ સવારમાં બસ બીજો કાંઈ વિડીયો ન હોય,હોટલમાં બેઠા બેઠા એમ જ આ માહિતી 👍

05/10/2025

મિત્રો આ પોડકાસ્ટ દરેક ખેડૂતે જોવું જ.કેમ કે ખેતીમાં વાત્તાવારણ કેટલો ભાગ ભજવે છે તેનું વૈજ્ઞાનિક કારણને સાવ ખેડૂતની ભાષામાં સરળ રીતે સમજાવ્યું છે. અત્યાર સુધી આપણે એમ કહેતા કે ખેડૂતને આકાશી રોજી હોય.આકાશમાંથી જો વરસાદ વર્ષે તો જ ખેડૂતને ખેતરની મોલાત થાય,નહીંતર પાક ન થાય.મિત્રો હવે તે આકાશી રોજી એટલે માત્ર વરસાદ નહીં,પરંતુ વાત્તાવારણ પણ પાણી જેટલું જ મહત્વનું છે.માત્ર પાણી એકલું જ તત્વ નથી.પાણી સાથે હવા,આકાશ,અગ્નિ,અને પૃથ્વી આ પંચ મહાભૂત વગર જળમય કોષ અનમય કોષ નથી બની શકતો.અને અન્ન ન હોય તો શરીર,મન અને આનંદમય કોષ પણ નથી બનતો.અને તેનું પરિણામ શું આવે તે જોખમી અને જખ્મી અસ્તિત્વ સાથે આપણે પ્રલયના દરવાજે આવીને ઉભી ગયા છીએ.
ખેડૂત જગતનો તાત છે,પરંતુ આજ તે તાત મટીને રાંક થઈ ગયો તેનું કારણ ક્લાઇમેન્ટ ચૈન્જ છે.ખાસ ખેડૂત મિત્રો આ પોડકાસ્ટ જેવો આખો વિડીયો ખુબ શાંતિથી નિરાંત રાખીને જોજો અને આપણા અસ્તિત્વનો દરવાજો કોણ ભાભળાવી રહ્યું છે તે નિરાંતેથી સાંભળજો.
આમ તો આ વિડીઓનો વિષય આંબાનું ઝાડ અને કેરીનું ઉત્પાદન છે,પરંતુ માત્ર આંબાને જ નહીં,ખેતીના તમામ પાકને આ મુદ્દો સ્પર્શ કરે છે.અને મારી ખાસ ભલામણ છે કે તમે માત્ર ખેડૂત હોવો તો જ નહીં,પરંતું દરેક પર્યાવરણ પ્રેમીએ આ વિડીયો ખાસ સાંભળવો જ...💐☝️💐

05/10/2025

આજ સવારે ફાર્મમાં...પ્રકૃતિમાં લટ્ટાર મારી, પ્રકૃતિની જ વાતો કરતા કરતા જૂનાગઢ....

Address

Gir
Gujarat

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr-P V Barasia -સંસારી સાધુ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share