27/09/2024
➡️ ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણી ભરાવાથી મચ્છરની ઉત્પત્તિ થઈ શકે છે.
➡️ હાલના થયેલ વરસાદ બાદ તુરંત આપની પ્રીમાઇસીસમાં મચ્છરની ઉત્પત્તિ ન થાય તે માટે નીચે મુજબની કામગીરી કરાવવી.
🔴 આપની પ્રીમાઇસીસમાં ધાબા ઉપર પાણી ભરેલ હોઇ તે જગ્યાએ પાણીનો નિકાલ કરવો તેમજ ધાબા ઉપર જો કોઈપણ જગ્યાએ સ્ક્રેપ / ભંગાર પડેલો હોય તો તાકીદે નિકાલ કરવો .
🔴 આપની પ્રીમાઇસીસમાં ગ્રાઉન્ડ પર પડેલ ભંગાર, ટાયર વગેરેનો તાકીદના ધોરણે નિકાલ કરવો.
🔴 આપની પ્રીમાઇસીસમાં ધાબાના આઉટલેટ તાકીદે સાફ કરાવવા.
🔴 આપની પ્રીમાઇસીસમાં આવેલ ભોંયરામાં ભરાઈ રહેતા પાણીનો તાકીદના ધોરણે નિકાલ કરાવવો.
🔴 આપની પ્રીમાઇસીસમાં મૂકવામાં આવેલા કુંડાની નીચે મૂકવામાં આવેલ ડીસની નિયમીત રીતે ઘસીને સાફ કરવી.
🔴 આપની પ્રીમાઇસીસની અંદર કૂલર, પક્ષિચાટ અને કુંડા, ફ્રીઝ ની ટ્રે માં પાણી નો નિકાલ કરી ને તેને ઘસી ને સાફ કરીએ.
🔴આપની પ્રીમાઇસીસમાં રાખવામાં આવેલ પાણીના સંગ્રહ માટેની ટાંકીનું (ઓવરહેડ તેમજ અંડરગ્રાઉંડ) નિયમિત ધોરણે સાફ-સફાઈ કરવી અને એર ટાઈટ ઢાંકણથી ઢાંકેલી રાખવી.
આપ આપના કાર્યસ્થળ તેમજ આપણા ઘર તથા સોસાયટી માં મચ્છર નું બ્રીડિંગ ન થાય તથા મચ્છર જન્ય રોગો ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરીયા, ચિકનગુનિયા જેવા રોગો થી આપના પરીવાર નું રક્ષણ કરીએ...
🔴 અ. મ્યુ. કો. મચ્છરજન્ય રોગચાળો નાથવા કટિબંધ છે જેમાં આપની સહકારની અપેક્ષા છે.
આરોગ્ય વિભાગ, અ. મ્યુ. કો.
AMC-Amdavad Municipal Corporation