28/02/2024
મેંદરડા નવા બસ સ્ટેન્ડ સામે પેટ્રોલ પંપ પાછળ ના વિસ્તાર માં ઘણા સમય થી કચરા ના ગંજ ઊભા થયા છે ગ્રામ પંચાયત ને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ અહીંયા કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવેલ નથી, આ બાબતે વોર્ડ ના સભ્ય શ્રી પ્રફુલભાઈ ધ્રાંગડ ને રજૂઆત કરતા એમને એવું જણાવ્યું કે સરપંચ શ્રી ને જણાવો , સરપંચ પ્રતિનિધિ જે ડી ખાવડું અનેક વખત ફોન તેમજ વોટ્સએપ દ્વારા રજુઆત કરતા એમના દ્વારા પણ જવાબ આપી દેવામાં આવેલ કે થઇ જસે એમ છતાં રજૂઆત કરતા એવું કહેવા માં આવે છે કે એમાં ગામ ગધેડો કરવા નો ના હોય અને કામ થશે ત્યારેજ થશે આવું એમના જ જવાબદાર વ્યક્તિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું...