11/07/2024
બાબા બર્ફાનીનાં ચરણોમાં મહારૂદ્રી હવન સહિતનાં ધાર્મિક કાર્યક્રમો કર્યાં
સતત 19મી વખત અમરનાથ યાત્રા પુર્ણ કરી પરત ફરતા મહંતનું ઉષ્માભેર સ્વાગત
વિશ્વ કલ્યાણ અર્થે રસ્તામાં આવતાં તમામ તિર્થ સ્થાનો પર હવન-યજ્ઞ
ભવનાથ તળેટી સ્થિત શનિદેવ મંદિરનાં મહત દ્વારા દર વર્ષે અરનાથ યાત્રા કરવા જાય છે. આ વર્ષે સતત 19મી વખત યાત્રા પુર્ણ કરી શનિદેવ આશ્રમ ખાતે પરત ફરતાં તેમનું ઉષ્માભેર હારતોરા, કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
તળેટીમાં આવેલ શનિદેવ મંદિરનાં મહંત તુલસીનાથ બાપુ કે જેઓ દિવ્યાંગતાં ધરાવતાં હોય અને કમરથી નીચેનો ભાગ કામ કરતો ન હોવા છતાં પણ દર વર્ષે અમનાથ યાત્રા કરવા જાય છે. તેમનાં દ્વારા આ વર્ષે સતત 19 મી વખત યાત્રા પુર્ણ કરવામાં આવી છે. ગત તા.20 જુનને ગુરૂવારનાં રોજ ભવનાથ તળેટી ખાતેથી નિકળી અને ગુરૂવારનાં રોજ અમરનાથ બાબા બર્ફાની ખાતે પહોંત્યાં હતાં. દરમ્યાન તેમનાં દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે રસ્તામાં આવતાં તમામ તિર્થ સ્થાનો પર હોમ-હવન, ઘૂન, સ્તુતી, વંદનાં, સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યાં હતાં. તેમનાં દ્વારા બાબા બર્ફાનીનાં સાનિધ્યમાં હવન કરી અને દેશમાં થતાં ઝગડા, લડાઈ, અનાવૃષ્ટી, પાકનું ઉત્પાદન ઓછું તેમજ તનાવની સ્થિતીને પહોંચી વળવાં અને શાંતિમય માહોલ બની રહે તે માટે માટેની આરાધનાં અને પ્રાર્થનાં કરવામાં આવી હતીં.
તેમનાં જણાવ્યા મુજબ શ્રીનગર પાસે આવેલ જંગલ વિસ્તારમાં ખીર ભવાની માતાજીનાં મંદિરે દર્શન કરવા પહોંચ્યાં ત્યારે માતાજીનું મંદિર તળાવની વચ્ચે આવેલ છે. ત્યારે આ તળાવનો કલર જો કાળો, લીલો, પીળો કે લાલ જેવો કલર થઈ જાય તો દેશ પર શંકટ હોવાની માન્યતાં છે. પરંતુ મને આ મંદિરે તળાવનાં દૂધ જેવા સફેદ કલરનાં દર્શન થતાં તેને શુભ માનવામાં આવે છે.