07/08/2026
⚖️ કાનૂની જાગૃતિ
🚨 વ્યાજના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને પછી ફરિયાદમાં તમારું નામ ઉમેરાય તો?
માત્ર ફરિયાદમાં પાછળથી નામ ઉમેરાઈ જવાથી વ્યક્તિ આપમેળે આત્મહત્યા માટે જવાબદાર બની જતી નથી.
આત્મહત્યા માટે ઉશ્કેરણી/મદદનો આરોપ હોય ત્યારે આરોપીનું કૃત્ય, ઈરાદો, સતત વર્તન, પરિસ્થિતિ અને ઉપલબ્ધ પુરાવા મહત્વના બને છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે માત્ર સામાન્ય આક્ષેપ કે હેરાનગતિ પૂરતી નથી; કાયદેસર રીતે abetment સાબિત કરવા માટે જરૂરી તત્ત્વો અને આરોપીનું માનસિક તત્વ તપાસવું પડે છે.
📌 નામ પાછળથી કેમ ઉમેરાયું તે તપાસવું જરૂરી છે.
📌 મૂળ ફરિયાદ અને ત્યારબાદના નિવેદનો સાચવો.
📌 ફોન, WhatsApp, બેંક ટ્રાન્ઝેક્શન, દસ્તાવેજો અને અન્ય સંબંધિત પુરાવા સાચવો.
📌 વ્યાજના વ્યવહારો હોય તો તેની સંપૂર્ણ હકીકત અને હિસાબ સાચવો.
📌 ખોટો આરોપ હોય તો સમયસર યોગ્ય કાનૂની ઉપાય લો.
❗ “નામ લખાયું છે” અને “ગુનો સાબિત થયો છે” — બંને એક વાત નથી.
⚖️ સત્ય તપાસ અને પુરાવાથી બહાર આવે છે.
ખોટા આરોપથી ડરશો નહીં — કાયદેસર રીતે તમારો બચાવ કરો.
👩⚖️ Advocate Hina N. Virda
#કાનૂનીજાગૃતિ #વ્યાજ #ખોટોઆરોપ