14/10/2025
નાની એવી મદદ 🙏😊🙏
રોજ આ રસ્તે નિકળું અને આ ભાઈ ને જોતો જોઈ ને આનંદ થતો. આ ભાઈ વિશે જાણ્યુ કે આ અમુભાઈ છે પોતે પહેલા સારા સ્વસ્થ હતા લગભગ સેંનટીંગ નું કામ કરતા અને અકસ્માતે તેમનો એક પગ કુદરતે છીનવી લીધો. કુદરતે પગ છીનવી લીધો પણ અમુભાઈ ની હિંમત ના છીનવી શકાય. આજે અપંગ હોવા છતાંય ઘર ની જવાબદારી પુરી નિષ્ઠા સાથે પુરી કરે છે. એ માટે નાનો એવો ફળો વેંચવાનો ધંધો કરે છે. આજ સમાજ મા લોકો ભીખ માંગી ગુજરાન ચલાવે આવી પરિસ્થિતિ મા પણ અમુભાઈ હિંમત હાર્યા વગર નાનો પણ સ્વમાન સાથે ધંધો કરે છે. ભીખ નથી માંગતા.
તો આ સ્વમાન સાથે જીવી અને વ્યવસાય કરતા અમુભાઈ ને આપણે થોડી નાની એવી મદદ તો જરુર કરી શકીયે . આપણે મોટા મોલ માંથી ફળો લઈએ તેને બદલે આવા નાના લોકો પાસે થી ખરીદી કરી જ શકિયે ને?
આ લોકો બંગલા બનાવવા ધંધો નથી કરતા પણ ઘર વ્યવહાર ચલાવવા ધંધો કરે છે તો આપણી પણ નૈતિક ફરજ રુપે આવા નાના લોકો પાસે ખરીદી કરીયે. જુનાગઢ ના લોકો ને ખાસ વિનંતિ છે.
અમુભાઈ કાયમી મોતીબાગ થી ટીંબાવાડી રોડ પર બિલનાથ મહાદેવ મંદિર દરવાજા સામે લીમડા નીચે ફળો વેંચે છે.તો આ અમુભાઈ પાસે થી ફળો ખરીદી કરી ને મદદ કરી શકો છો. આભાર.
આ પોસ્ટ ને બને એટલી શેર કરવા વિનંતિ છે.🙏😊🙏