kutch now

kutch now Kutch Now | કચ્છ district 📍
Live updates • Events • Culture • Travel
📸 Explore Kutch’s beauty, news & stories 🌄
🔗 Join our community 👇

15/03/2026

13/03/2026
26/02/2026

રાપર તાલુકામાં રૂ. 9.41 કરોડની અફીણની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ, ત્રણ આરોપી ઝડપાયા

રાપર, કચ્છઃ
કચ્છ બોર્ડર રેન્જ પોલીસે રાજ્યની સંભવતઃ સૌથી મોટી ગણાતી અફીણની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. રાપર તાલુકાના ભીમાસર ગામે અંદાજે બે એકર જમીનમાં ગુપ્ત રીતે અફીણના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પર દરોડો પાડી કુલ 6,273 કિલો અફીણનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા અફીણની બજાર કિંમત રૂ. 9.41 કરોડથી વધુ હોવાનું પ્રાથમિક અંદાજ છે. આ કાર્યવાહી દરમિયાન પ્રભુ ભાણા સોઢા, ઇશ્વર ડાયા ગોહિલ અને મનસુખ વજા ગોહિલ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, છેલ્લા બે દિવસથી સતત ચાલી રહેલી કાર્યવાહી આવતીકાલ સુધી લંબાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં સાયબર સેલની ટીમ પણ જોડાઈ છે અને ટેકનિકલ પાસાઓની તપાસ કરી રહી છે.

કાયદા મુજબ ગેરકાયદે અફીણની ખેતી માટે દસથી વીસ વર્ષ સુધીની સખ્ત સજાની જોગવાઈ છે. પોલીસે આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને નશીલા પદાર્થોના ગેરકાયદે વ્યવસાય સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશ સ્પષ્ટ થયો છે.

19/02/2026

રાપરમાં એસટી ડેપો નજીક જર્જરીત ઈમારતનો ભાગ ધરાશાયી, વાહનો કાટમાળ નીચે દબાયા

કચ્છ જિલ્લાના રાપર શહેરમાં એસટી ડેપો નજીક આવેલી એક જર્જરીત ઈમારતનો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જાહેર માર્ગ તરફ આવેલી દિવાલ તૂટી પડતાં ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું છે.

સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં પાલિકા સહિત તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવ પછી શહેરમાં આવેલી અન્ય જર્જરીત ઈમારતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાંથી આવી ઈમારતો સામે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.

17/02/2026

ભુજ: કચ્છ જિલ્લા NSUI દ્વારા આર.આર. લાલન કોલેજ ખાતે ગંભીર સુરક્ષા મુદ્દો ઉઠાવ્યો છે. કોલેજમાં લગાવવામાં આવેલા તમામ ફાયર એક્સટિંગ્યુશર (અગ્નિશામક યંત્ર) એક્સપાયર અને ખરાબ હાલતમાં હોવાને કારણે NSUIના કાર્યકર્તાઓએ આચાર્યશ્રીને રજૂઆત કરી તાત્કાલિક રિફિલ કરાવવાની માગણી કરી.
આચાર્યશ્રીએ જણાવ્યું કે ફાયર એક્સટિંગ્યુશર રિફિલ કરવા માટે ઓનલાઇન Google ફોર્મ ભરાયું છે, પરંતુ સરકાર તરફથી ગ્રાન્ટ હજુ મળી નથી, જેના કારણે રિફિલ કરવામાં મોડું થઈ રહ્યું છે. કચ્છ NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ ચેતવણી આપી કે કોઈ અનિચ્છનીય ઘટના બની છે તો જવાબદાર સરકાર, યુનિવર્સિટી કે કોલેજ થશે. તેમણે તાત્કાલિક પગલાં ન લેવામાં આવ્યા તો NSUI ઉગ્ર આંદોલન કરશે તે સ્પષ્ટ કર્યું.
આ અવેદનપત્ર દરમિયાન NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, સંદીપ રામ, તીર્થભાઈ ઠક્કર, ફૈયાઝ માજોથી, યાગ્નિક અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

Address

Kutchchh

Alerts

Be the first to know and let us send you an email when kutch now posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share