Sarswat News Digital

Sarswat News Digital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sarswat News Digital, Media/News Company, Gandhidham.

ભુજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવાયેલા શખસના મોબાઈલમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ઝડપાયોભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમ...
14/06/2026

ભુજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવાયેલા શખસના મોબાઈલમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ઝડપાયો

ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવાયેલા એક શખસનો મોબાઈલ ચેક કરતાં તેમાંથી ઓનલાઈન ક્રિકેટ અને તીનપત્તીનો જુગાર રમતો હોવાનો પર્દાફાશ થયો છે. ભુજના આશાપુરા નગરમાં રહેતા રાજેશ નરપતભાઈ રાણાને એક મામલે પૂછપરછ માટે પોલીસ મથકે તેડાવાયો હતો. તપાસ દરમિયાન તેના મોબાઈલમાં 'allpanel247.com' નામની વેબસાઈટ પર 'દિલીપ' યુઝરનેમવાળી ક્લાયન્ટ આઈડી સક્રિય જોવા મળી હતી. આ આઈડીના હોમપેજ પર વિવિધ સ્પોર્ટ્સના સ્કોર અને સટ્ટાના ભાવો ઉપલબ્ધ હતા. પોલીસે એકાઉન્ટ સ્ટેટમેન્ટના આધારે જુગાર રમવાની પુષ્ટિ કરી ₹૧૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ જપ્ત કર્યો છે અને આરોપી વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભારતીય T20 ટીમમાં મોટો ફેરબદલ: શ્રેયસ અય્યર નવો કેપ્ટન, ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી સૌથી યુવા ખેલાડી બન્યોભારતીય ક્રિકેટ ટી...
06/06/2026

ભારતીય T20 ટીમમાં મોટો ફેરબદલ: શ્રેયસ અય્યર નવો કેપ્ટન, ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી સૌથી યુવા ખેલાડી બન્યો

ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી પ્રવાસો માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ૧૫ વર્ષ અને ૭૧ દિવસની ઉંમર ધરાવતો વૈભવ સૂર્યવંશી ટીમમાં પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બન્યો છે. વૈભવની જૂન-જુલાઈમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ સહિત સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પસંદગી કરાઈ છે. બીજી તરફ, સિનિયર ટીમમાં મોટો ઉલટફેર કરતા સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવી તેને ટીમમાંથી બહાર કરાયો છે અને શ્રેયસ અય્યરને T20 ફોર્મેટનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપાઈ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બન્યું સતત બીજી વખત IPL ચેમ્પિયનઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની રોમાંચક ...
31/05/2026

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બન્યું સતત બીજી વખત IPL ચેમ્પિયન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની રોમાંચક ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ ઐતિહાસિક જીત સાથે જ RCB સતત બીજી વાર ચેમ્પિયન બન્યું છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરતા બેંગ્લોરે ધારદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સને માત્ર 155 રન પર જ રોકી દીધું હતું. ત્યારબાદ જીતવા માટેના 156 રનના લક્ષ્યાંકને RCBએ ખૂબ જ આસાનીથી વટાવીને વર્ષ 2025 પછી સતત બીજા વર્ષે પણ ટાઇટલ પોતાને નામ કરી નવો ઇતિહાસ રચ્યો છે.

આદિપુરમાં હરિદ્વાર યાત્રાના નામે કૌભાંડ આચરનારા બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયાઆદિપુરમાં 'ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા...
23/05/2026

આદિપુરમાં હરિદ્વાર યાત્રાના નામે કૌભાંડ આચરનારા બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

આદિપુરમાં 'ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા'ના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવાના મામલામાં આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને દબોચી લીધા છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ કાર્યવાહી કરીને પોલીસે પાટણના સિદ્ધપુરના વતની કેતન મહેશભાઈ પરમાર અને નરેશ અંબાલાલ શ્રીમાળીને ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી છેતરપિંડીની રોકડ રકમ ₹૨,૬૪,૬૭૦ અને ૫ નંગ પાવતી બુક જપ્ત કરી છે. ભક્તિના નામે સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી આ ટોળકીના અન્ય સાગરીતોને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે.

આદિપુરમાં ‘ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા’ના નામે શ્રદ્ધાળુઓ સાથે લાખોની છેતરપિંડીકચ્છના આદિપુર વિસ્તારમાં 'ચાલો હરિદ્વા...
23/05/2026

આદિપુરમાં ‘ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા’ના નામે શ્રદ્ધાળુઓ સાથે લાખોની છેતરપિંડી

કચ્છના આદિપુર વિસ્તારમાં 'ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા'ના નામે ૨૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને શ્રદ્ધાળુઓ સાથે અંદાજે ₹૧૦ લાખથી વધુ રકમની છેતરપિંડી થઈ છે. આ અંગે આદિપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી કાંતિભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર, વર્તમાનપત્રમાં આપેલી જાહેરાત જોઈને લોકોએ વ્યક્તિદીઠ ₹૫,૦૦૦ ભરીને બુકિંગ કરાવ્યું હતું. જોકે, પ્રસ્થાનના દિવસે જ આયોજકો પોતાની ઓફિસ બંધ કરી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે મહેસાણાના મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ દિલીપજી વિહોલ (રાજપૂત), કેતન પરમાર અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંજારમાં ₹2.50 લાખના ગાંજા સાથે મહોમદ ઉર્ફે 'પોપટ' ઝડપાયો, તેનો ભાઈ રિયાઝ કકલ ફરારપૂર્વ કચ્છમાં નશાની બદીને જડમૂળથી ઉખાડ...
23/05/2026

અંજારમાં ₹2.50 લાખના ગાંજા સાથે મહોમદ ઉર્ફે 'પોપટ' ઝડપાયો, તેનો ભાઈ રિયાઝ કકલ ફરાર

પૂર્વ કચ્છમાં નશાની બદીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે શરૂ કરાયેલા "NO DRUGS IN EAST-KUTCH CAMPAIGN" અંતર્ગત અંજાર પોલીસને એક મોટી સફળતા મળી છે. અંજાર ટાઉનના શેખટીંબા વિસ્તારમાં આવેલા ગરાસીયા ફળિયામાં બે સગા ભાઈઓ પોતાના જ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરતા હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પીઆઈ એચ.એ. જાડેજા અને પીએસઆઈ એસ.જી. વાળાની ટીમે મકાન પર દરોડો પાડ્યો હતો.

પોલીસ રેડ દરમિયાન ઘટનાસ્થળેથી મહોમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલ (ઉ.વ. ૨૧) નામનો શખ્સ ૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ પકડાઈ ગયો હતો, જેની બજાર કિંમત ₹2,50,000 અંકાય છે. પકડાયેલા આરોપી 'પોપટ'ની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ માદક પદાર્થનો જથ્થો તેનો ભાઈ રિયાઝ અબ્દુલ કકલ વેચાણ કરવા માટે લાવ્યો હતો અને તેઓ બંને મળીને ગ્રાહકોને છૂટકમાં માલ વેચતા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી ₹2.50 લાખની કિંમતનો ગાંજો, પેકિંગ માટેની 64 પ્લાસ્ટિકની ઝિપ થેલીઓ, તોલવા માટેના ત્રણ થાળ-થાળી અને આરોપીનું પાનકાર્ડ કબ્જે કર્યું છે. હાજર મળી આવેલા આરોપી મહોમદ ઉર્ફે પોપટ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી જેલહવેલી ભેગો કરાયો છે, જ્યારે ફરાર થઈ ગયેલા તેના ભાઈ રિયાઝ કકલને પકડવા માટે પીએસઆઈ સી.એસ. ગઢવીએ ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી સંપન્ન: માત્ર 46.01 ટકા જ મતદાન નોંધાયુંગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ...
26/04/2026

ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી સંપન્ન: માત્ર 46.01 ટકા જ મતદાન નોંધાયું

ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજે યોજાયેલી પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં મતદારોમાં ધાર્યા મુજબનો ઉત્સાહ જોવા મળ્યો નથી. સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ સાંજ સુધીમાં માત્ર 46.01 ટકા જ મતદાન નોંધાયું છે. જેનો અર્થ એ થયો કે ગાંધીધામના અડધાથી વધુ મતદારોએ આ મહત્ત્વપૂર્ણ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો નથી.

ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરવાની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને સવારના સમયે મતદાન મથકો પર લાઈનો જોવા મળી હતી, પરંતુ બપોર બાદ ગરમી અથવા અન્ય કારણોસર મતદાનની ગતિ ધીમી પડી હતી. પ્રથમવાર કોર્પોરેશન તરીકેની ચૂંટણી હોવા છતાં આટલું ઓછું મતદાન રાજકીય વિશ્લેષકો માટે આશ્ચર્યજનક બન્યું છે. હવે 28 એપ્રિલે થનારી મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે કે ઓછા મતદાનનો ફાયદો કયા પક્ષને મળે છે અને ગાંધીધામના પ્રથમ મેયર તરીકે કોણ ઇતિહાસ રચે છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરીગુજરાતમાં લાંબા સમયથી જેની...
01/04/2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી

ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની સત્તાવાર જાહેરાત મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી કૃષ્ણા દ્વારા કરી દેવામાં આવી છે. આ વખતે પ્રથમવાર ઓબીસી (OBC) અનામત સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. રાજ્યના અંદાજે 4 કરોડ 18 લાખ 91 હજાર મતદારો આ લોકશાહીના પર્વમાં ભાગ લેશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાશે અને તેના માત્ર બે દિવસ બાદ એટલે કે 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને કચ્છના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે અને આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.

ભુજોડીની સીમમાં જુગાર રમતા માધાપરના 8 શખ્સો ઝડપાયા: LCBએ ₹2.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોભુજ શહેર અને આસપાસના વિસ્તારોમા...
27/03/2026

ભુજોડીની સીમમાં જુગાર રમતા માધાપરના 8 શખ્સો ઝડપાયા: LCBએ ₹2.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને આઈજી ચિરાગ કોરડીયાની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. LCBના પી.એસ.આઈ. એમ.એચ. શીણોલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભુજોડી ગામની સીમમાં પંચાયતના બોર પાસે બાવળના ઝાડ નીચે કેટલાક શખ્સો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત જ રેડ પાડી 8 શખ્સોને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓના નામ:
✓ ધનજી ભુરાભાઇ આહીર (રહે. પિંક સિટી, માધાપર)
✓ વિનોદભાઇ કુંવરજી ગોરસીયા (રહે. પટેલવાડી પાસે, માધાપર)
✓ અનિલ જયંતીલાલ આડેસરા (રહે. નવાવાસ, માધાપર)
✓ દિનેશ કરશન વેકરીયા (રહે. સાતજોટા બજાર, માધાપર)
✓ શાંતિલાલ રામજી ઠક્કર (રહે. જુનાવાસ, માધાપર)
✓ જીતેન્દ્ર નારાયણભાઈ સાધુ (રહે. ઐશ્વર્યાનગર, માધાપર)
✓ ચંદ્રેશપુરી જેન્તીપુરી ગોસ્વામી (રહે. વિશ્રામનગર, માધાપર)
✓ જયેન્દ્ર સુરેશભાઇ સોની (રહે. કોટકનગર, માધાપર)

કબ્જે કરેલો મુદ્દામાલ:
પોલીસે સ્થળ પરથી રોકડા ₹43,600, 8 મોબાઈલ ફોન (કિં. ₹40,000) અને 8 મોટર સાઈકલ (કિં. ₹1,60,000) મળી કુલ ₹2,43,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માધાપર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં LCB સ્ટાફના રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને અન્ય કર્મીઓ જોડાયા હતા.

આડેસર ચેકપોસ્ટ પર ચોખાની આડમાં આવતો ₹78.96 લાખનો દારૂ ઝડપાયો: કચ્છના ચાર લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ ગુનોરાપરના આડેસર નજીક ...
17/03/2026

આડેસર ચેકપોસ્ટ પર ચોખાની આડમાં આવતો ₹78.96 લાખનો દારૂ ઝડપાયો: કચ્છના ચાર લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ ગુનો
રાપરના આડેસર નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટ પરથી એક મોટી કાર્યવાહીમાં પોલીસે ચોખાની બોરીઓ નીચે છુપાવીને લાવવામાં આવતા વિદેશી દારૂના મસમોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. પી.આઈ. વી.એ. સેંગમ અને તેમની ટીમે સાંતલપુર બાજુથી આવતી ટ્રકને રોકી તપાસ કરતા, તેમાંથી રોયલ સ્ટેગ અને સુપર જુબીલી બ્રાન્ડની કુલ 12,912 નંગ બોટલો અને ક્વાર્ટરિયા મળી આવ્યા હતા. આ માલની કુલ કિંમત ₹78,96,000 અંકાય છે. પોલીસે સ્થળ પરથી હરિયાણાના બે શખ્સો નુરદીન ડુમ અને શ્રી ભગવાન ઉદયસિંઘની ધરપકડ કરી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાથી મુંદરા પહોંચાડવાનો હતો. આ નેટવર્કમાં કચ્છના જાણીતા બુટલેગરો અનોપસિંહ રાઠોડ (કેરા), નવઘણ રાજગોર (ભુજ), દેવો કાપડી (આદિપુર) અને ગોપાલસિંહ વાઘેલા (ભુજ) ના નામો ખુલ્યા છે. પકડાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે તેઓ અગાઉ પણ એક ખેપ મારી ચૂક્યા છે અને આ વખતે ₹40,000 ના ભાડામાં માલ પહોંચાડવાનો હતો. પોલીસે તમામ મુખ્ય સૂત્રધારો અને ટ્રક માલિક સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે પોલીસમાં થયેલા આંતરિક ફેરબદલ બાદ ચેકપોસ્ટ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

Address

Gandhidham

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarswat News Digital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share