01/08/2023
ઠાકોર સાહેબશ્રી સુરેન્દ્રસિંહજીની દ્રષ્ટિથી વિકસેલું શહેર એટલે સુરેન્દ્રનગર
આજે સુરેન્દ્રનગરનો સ્થાપના દિવસ છે.
હું યશરાજસિંહ રાજેન્દ્રસિંહ રાણા (વણા) હાલ હળવદ આજે આપને ટુંક મા વાત કરવા જઈ રહ્યો છું સુરેન્દ્રનગરના ઇતિહાસની
હિઝ હાઈનેશ ઠાકોર સાહેબ શ્રી સુરેન્દ્રસિંહજી જોરાવરસિંહજીનો જન્મ ૪ જાન્યુઆરી ૧૯૨૨ના રોજ વઢવાણ રાજ પરિવારમાં થયો હતો. તેઓ નાનપણથી જ ઘણા હોશયાર અને કુશળ હતા.
તેમના લગ્ન ઠકુરાણી જયાબા સાહિબા સાથે થયા હતા.
જે ગોંડલ મહારાજા શ્રી ભોજરાજજી ના પુત્રી હતા. અને વણા ના ભાણીબા સાહેબ હતા.
ઠાકોર સાહેબ શ્રી સુરેન્દ્રસિંહજી ને ત્રણ પુત્ર રત્નો થયા જેમાં દિવંગત હિઝ હાઈનેશ ઠાકોર સાહેબ શ્રી કેદારેન્દ્રદેવસિંહજી,હિઝ હાઈનેશ ઠાકોર સાહેબ શ્રી ચેતન્યદેવસિંહજી, કુંવર સાહેબ શ્રી આત્મન્યદેવસિંહજી છે.
ઠાકોર સાહેબ શ્રી સુરેન્દ્રસિંહજીનો રાજ્યાભિષેક ૮ જુન ૧૯૪૨ ના રોજ થયો હતો.
તેમને તેમના રાજ્ય કાળમાં ઘણા બધા લોક ઉપયોગી અને પ્રજાલક્ષી કામો કર્યા હતા.
તેમજ વઢવાણમાં સુખ શાંતિ અને સમૃધી જાળવી રાખી હતી.
આજનું જે સુરેન્દ્રનગર છે તે જગ્યા ૧૮૬૪માં કર્નલ હોવેઇ ના સૂચનથી આ જગ્યાની પસંદગી વઢવાણ સિવિલ સ્ટેશન સ્થાપવા માટે થઈ હતી.
ત્યાર બાદ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ કિટીઝે આ જમીનને વઢવાણ સ્ટેટ અને દૂધરેજ ભાયાત પાસેથી ભાડા પટ્ટે લીધી હતી.
ત્યાર બાદ અહીંયા વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજેન્સીની હુકુમત હેઠળ ઝાલાવાડ પ્રાંત એજન્સીના કાર્યમથક તરીકે વઢવાણ કેમ્પ સ્થાપાણુ જેને લોકભાષામાં આપણે કાપ તરીકે ઓળખતા કે સંબોધન કરતા.
કાર્યમથક સ્થપાતા ધીરેધીરે લોકો આજુ બાજુના ગામડામાંથી ધંધા રોજગાર માટે અહીંયા આવવા લાગ્યા અને સ્થાયી થવા લાગ્યા. ધંધો રોજગાર વધતા લોકો ની સમૃધી વધી અને વધુ લોકો તેનાથી આકર્ષવા લાગ્યા અને આવી રીતે અહીંયા એક શહેર પોતાનો આકાર લેવા લાગ્યું હતું.
સાથે જ મે ૧૮૭૨માં સ્ટીમ એન્જીન આવતા વિરમગામ,ધ્રાંગધ્રા,
રાજકોટ,ભાવનગર ચાર રેલવે લાઈનના જંકશનના લીધે આ કેમ્પ વધુ વિકસીત ગયું.
૧૯૪૬માં અંગ્રેજો દેશ છોડી ને જતા આ શહેર ને વઢવાણ ઠાકોર સાહેબ શ્રી સુરેન્દ્રસિંહજીને સોંપવામાં આવ્યુ અને તેઓ એ આ શહેરને પોતાના નામ પર સુરેન્દ્રનગર નામ આપ્યું.
ત્યાર બાદ ૧૯૪૮માં દેશી રજવાડાઓના વિલીનીકરણ થતા વઢવાણની સાથે સુરેન્દ્રનગરને દેશની એકતા માટે સુરેન્દ્રસિંહજી એ દેશમાં જોડ્યું.
વિલીનીકરણ બાદ સુરેન્દ્રનગરને ઝાલાવાડ જિલ્લાનું જિલ્લા મથક બનાવવામાં આવ્યું. અને પછી સમય જતા જિલ્લાનું નામ આ શહેર પર પાડવામાં આવ્યું. અને તે સુરેન્દ્રનગર જિલ્લા તરીકે અસ્તિત્વ માં આવ્યો.
આજે તે શહેર સંપૂર્ણ રીતે વિકસી રહ્યું છે અને વિકાસશીલ બની રહ્યું છે.
જેનો શ્રેય ઠાકોર સાહેબ શ્રી સુરેન્દ્રસિંહજીને જાય છે.
૫ ડીસેમ્બર ૧૯૮૩ના રોજ ઠાકોર સાહેબ શ્રી સુરેન્દ્રસિંહજી દેવલોક સિધાવ્યા. વઢવાણ મા રાજ ના સમસાન મા તેમની ભવ્ય ડેરી પણ આવેલી છે.
આજે સુરેન્દ્રનગરના સ્થાપના દિવસે તેમને યાદ કરવા રહ્યા.
આપ સૌ ઝાલાવાડ અને સુરેન્દ્રનગર વાસીઓને સ્થાપના દિવસની શુભકામનાઓ શુભેછાઓ..