
11/03/2025
હિંમતનગરના બેરણાના 52 વર્ષીય રાજુભાઈ પટેલને લીવરની સમસ્યા થતાં લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. દીકરી તેમજ દીકરીના મામાનું લીવર મેચ થતાં દીકરીએ પોતે લીવર ડોનેટ કરવાની જીદ પકડી. આ પછી ભૂમિ પટેલ અને તેના પિતાનું પાંચ-છ દિવસ પહેલા ઓપરેશન હાથ ધરી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું. જો કે 7 માર્ચે તેને કમળી થઈ જતાં સારવાર અર્થે લઈ જવામાં આવી, જ્યાં તે કોમામાં સરી પડી. આ પછી 8 માર્ચે પિતાને નવજીવન આપવાનું કર્મ પૂરું કરી ભૂમિએ છેલ્લા શ્વાસ લીધા.