Gujrat darshan smachar

Gujrat darshan smachar ગુજરાત દર્શન સમાચાર
સતત,સમય અને સત્યની સાથે નીડર,નિષ્પક્ષ,નિસ્વાર્થ

27/02/2026

વાંકાનેર તાલુકા પંચાયતમાં નિષ્ઠાથી, નિસ્વાર્થ ફરજ બજાવતા એમ.વી. શેરસીયાનો ઢોલ નગારા સાથે ગૌરવપૂર્ણ વિદાય સમારંભ યોજાયો.

લાલપર ગામના વતની મોહમ્મદ હુસેનભાઈ શેરસીયા, જેમને સમગ્ર તાલુકા અને જિલ્લામાં એમ.વી. શેરસીયા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે વર્ષ 1991માં તલાટી કમ મંત્રી તરીકે પોતાની શાસકીય સફરની શરૂઆત કરી હતી. પ્રથમ નિમણૂક મહુવા બંદર ખાતે મળતા તેમણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. સરકારી આદેશ અનુસાર તેમણે તળાજા, માળીયા મિયાણા, રાજકોટ, વાંકાનેર તેમજ હળવદ સહિતના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરજ બજાવી. દરેક સ્થળે તેમણે પ્રજાલક્ષી કામગીરી, પારદર્શિતા અને સરળ સ્વભાવથી લોકવિશ્વાસ જીત્યો.તેમની કાર્યનિષ્ઠા અને સકારાત્મક અભિગમને માન્યતા આપતાં વર્ષ 2019માં તેમને વિસ્તરણ અધિકારી તરીકે પ્રમોશન મળ્યું. ગ્રામ વિકાસ, આવક પ્રમાણપત્ર, જમીન રેકોર્ડ, સરકારની કલ્યાણકારી યોજનાઓનો અમલ અને નાગરિકોને માર્ગદર્શન જેવી જવાબદારીઓ તેમણે પ્રામાણિકતા સાથે સંભાળી.વયમર્યાદા પૂર્ણ થતાં 28-02-2026ના રોજ તેઓ વાંકાનેર તાલુકા પંચાયત ખાતે નિવૃત્ત થયા. તા. 26-02-2026ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે સહકર્મચારીઓ અને સુચિંતકો દ્વારા ભાવસભર વિદાય સમારંભ યોજાયો.મોમિન મુસ્લિમ સમાજના ગૌરવરૂપ અને ફરજનિષ્ઠ કર્મચારી તરીકે ઓળખાતા એમ.વી. શેરસીયા લગભગ 35 વર્ષની સેવાકાળ દરમિયાન શાંતિપૂર્ણ, તટસ્થ અને પ્રજાહિત અભિગમ જાળવી સરકારી તંત્રની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે.તેમની સેવાયાત્રા માત્ર શાસકીય કામગીરી નહીં પરંતુ માનવતા, સદભાવ અને જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે.

26/02/2026

અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણા તેમજ તેમની ટીમ દ્વારા વિધાર્થીઓને ફુલ આપી મો મીઠા કરાવી શુભકામના પાઠવવામાં આવી હતી તેમજ અમીતભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા કંકુ તિલક કરી બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

21/02/2026

મોરબી, જતીન સોનીની હત્યાનો પરિવાર સહિતના લોકોમાં ભારે આક્રોશ..લોકોએ રોષભેર ન્યાયની માંગ સાથે આરોપીઓને કડક સજાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતી વખતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન હિરેન પારેખ અને આમ આદમી પાર્ટીના આગેવાન પંકજ રાણસરીયા સામ સામે તીખા પ્રહારો.

16/02/2026

પીજીવીસીએલના મોરબી જિલાના એસી તરીકે ફરજ બજાવતા ઘેડીયા સાહેબને એવી તે શું જરૂર પડી કે પોતાની ઓળખ છુપાવવી પડી અને કેમેરાની સામે તે પોતે જૂઠું બોલી રહ્યા છે

12/02/2026

વાંકાનેરના રાતીદેવરી ગામે ખેડૂતોના કાયદેસરના વિજ કનેક્શનમાંથી સિંચાઈ માટેના દેડકા મોટરનું પીજીવસીએલના એમડી, અને એસી પોતાના વ્યક્તિગત અંગત લાભ‌ માટે આઠ દિવસમાં ચાર વખત રાતીદેવરી ગામે વિજ ચેકીંગ કરાવી કબ્જે લેતા ખેડૂતો રોષે ભરાયાં અને વાંકાનેર ડિવિઝન ઓફિસે ધામા નાખતા મોરબી જિલ્લામાં ચર્ચાનો વિષય.

11/02/2026

બ્રેકિંગ ન્યુઝ
મોરબીના મોટાભેલા ગામે અજબ ગજબ બનાવ, મોટાભેલા ગામે આજથી 6 માસ પહેલા એક મહિલા જશુબેન રૈવાભાઈ ખીંટને નોળ્યા એ બચકુ ભરતા બે દિવસ પહેલા હળકવા ઉપડતા મોત નિપજ્યુ હતુ , જયારે આજરોજ એજ ગામમાં એક યુવક અલ્પેશભાઈ કલોલાને પગમાં નોળ્યાએ બટકા ભરતા વધુ સારવાર અર્થે મોરબી સીવિલમાં ખસેડવામાં આવ્યો હતો

આમ તો નોળ્યા સાપ કે અન્ય જંગલી જીવો સામે ખરાખરીનો જંગ ખેલીને પોતાનો શિકાર બનાવતા હોય છે અને ખાસ કરીને માણસથી નોળ્યા દુર રહેવાનુ પસંદ કરતા હોય છે પણ છેલ્લા મહિનાઓમાં ખાસ કરીને મોરબીના મોટાભેલા ગામે નોળ્યાઓ માણસ પર હુમલો કરતા હોય કે બચકા ભરતા હોય તેવા બનાવ મોટાભેલા ગામેથી જોવા મલી રહ્યા છે

મોટાભેલા ગામના સરપંચ મુળજીભાઈ ના જણાવ્યા અનુસાર છ મહિના પહેલા એક મહિલાને નોળ્યાએ બચકા ભરેલ જેમને તાજેતરમાં હળકવા ઉપડતા મોત નિપજેલ જ્યારે બે દિવસ પહેલા એક બાળક સ્કુલે જતુ હોય , બાળક પર નોળ્યાએ હુમલો કરવા પ્રયત્ન કરેલ પણ બાળકના શરીર પર રહેલ કપડામાં બચકા ભર્યા પણ સદનશીબે બાળકના શરીર ને નુકશાન આપી ના શક્યો હતો જયારે આજરોજ ફરીથી એજ અજીબો ગરીબ બનાવ બનવા પામ્યો હતો જેમાં અલ્પેશભાઈ કલોલાના પગમાં બચકા ભરતા વધુ સારવાર માટે અલ્પેશભાઈને મોરબી સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા

રીપોર્ટ - સોહિલ સુમરા
ગુજરા દર્શન સમાચાર મોરબી

09/02/2026

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હળવદ રાણેકપર રોડ ઉપર થયેલ લુંટના રોકડા રૂપિયા ૫,૧૯,૮૦૦/-રીકવર કરી ફરીયાદીને પરત કરતી હળવદ પોલીસ.

09/02/2026

વાંકાનેર વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવોના ભેદ ઉકેલાયો, સાત તોલા સોનાની લગડી તથા રોકડ રકમ સાથે ચીખલીઘરના ત્રણ આરોપીઓ વડોદરાથી ઝડપાયા,

02/02/2026

ટંકારામાં વિજલાઈન મુદ્દે ખેડૂતોની મહાસભા.

26/01/2026

વાંકાનેર કામા અશ્વશોમાં સતત કવરેજ કરનાર પત્રકારો તેમજ તનતોડ મહેનત કરનાર તમામ ટીમવર્કના કાર્યકર્તાઓને રાજ્ય સભાના સાંસદ, મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યુ.

MORBI
Kesrisinh Wankaner
વાંકાનેર વિધાનસભા
વાંકાનેર ની મોજ

23/01/2026

મોરબી જીલ્લા અને તાલુકા પોલીસે ટ્રાફિક જાગૃતિ માસની ઉજવણીના ભાગ રૂપે રોડપર ચાલતા ટુ વ્હીલરોને સેફ્ટી વિશે માહિતગાર કરી હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા.

23/01/2026

ઝારખંડ ના દેઓઘર વિસ્તારમાં ફાટક ખુલ્લું હતું ટ્રક સહિતના વાહનો ઉભા હતા અને અચાનક ટ્રેન આવી ચઢી ..પછી શું થયું? જુઓ આ ભયાનક વીડિયો...

Address

Morbi

Telephone

+919925726496

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujrat darshan smachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujrat darshan smachar:

Share