14/07/2026
મોરબી:"સામાન્ય જનતા પાસેથી દંડ વસૂલતી પોલીસ આવા 'મોતના ડમ્પરો' સામે આંખ આડા કાન કેમ કરે છે?"
મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ! હેલ્મેટ અને સીટબેલ્ટ માટે સામાન્ય લોકોને પકડતું તંત્ર આવા જોખમી ડમ્પરો સામે મૌન કેમ?
મોરબીમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ તેમજ RTO તંત્રની કામગીરી સામે અનેક આકરા સવાલો ઊભા કરે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પર પુરપાટ ઝડપે દોડી રહેલા એક ડમ્પરમાંથી સતત રેતી અને ધૂળ પાછળ રોડ પર ઢોળાઈ રહી છે.
વિચારો, જો આ ડમ્પરની પાછળ કોઈ બાઇક ચાલક હોત તો તેનું શું થાત? > આંખમાં રેતી પડવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. પરંતુ આ જોખમી વાહનોને રોકવા વાળું કોઈ નથી!
🔍 પોલીસ તંત્રની બેધારી નીતિ સામે જનતાનો આક્રોશ:
સામાન્ય માણસ ટાર્ગેટ પર: સામાન્ય વાહનચાલક જો હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય કે સીટબેલ્ટ ન બાંધ્યો હોય, તો પોલીસ તરત જ મેમો ફાડી દે છે અથવા દંડ વસૂલવા ઊભી રહી જાય છે.
મોટા વાહનોને છૂટો દોર: બીજી તરફ, કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતા અને હવામાં ધૂળની ડમરીઓ ઉડાડીને લોકોના જીવ જોખમમાં મૂકતા આવા ડમ્પર ચાલકો સામે પોલીસ કે RTO કોઈ કડક પગલાં કેમ નથી લેતી?
નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન: નિયમ મુજબ કોઈપણ ટ્રક કે ડમ્પરમાં રેતી-કપચી ભરી હોય ત્યારે તેને તાલપત્રીથી વ્યવસ્થિત રીતે ઢાંકવું ફરજિયાત છે. આ વીડિયોમાં કાયદાના લીરેલીરા ઊડતા સાફ દેખાઈ રહ્યા છે.
અમારો સવાલ:
શું પોલીસ તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર પુરાવા સાથે વાયરલ થયેલા આ વીડિયો બાદ શું ટ્રાફિક પોલીસ અને RTO જાગશે ખરી? કે પછી હંમેશની જેમ 'આંખ આડા કાન' કરવાની નીતિ ચાલુ રહેશે?