Hind Vaibhav News

Hind Vaibhav News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hind Vaibhav News, News & Media Website, Super Market, Nr. New Bus Stand, Sanala Road, Morbi.
(1)

મોરબી એસપીનો કડક સંદેશ: દારૂ પીધેલી હાલતમાં સરકારી વાહનથી અકસ્માત સર્જનાર પોલીસકર્મી સસ્પેન્ડમોરબી જિલ્લા પોલીસમાં શિસ્ત...
04/08/2026

મોરબી એસપીનો કડક સંદેશ: દારૂ પીધેલી હાલતમાં સરકારી વાહનથી અકસ્માત સર્જનાર પોલીસકર્મી સસ્પેન્ડ

મોરબી જિલ્લા પોલીસમાં શિસ્ત અને જવાબદારી જાળવવા માટે જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે કડક કાર્યવાહી કરી છે. છ માસ પૂર્વે સરકારી વાહન ચલાવતી વખતે દારૂના નશામાં અકસ્માત સર્જનાર પોલીસકર્મી અજય લાવડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત બાદ લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ હવે પોઝિટિવ આવતા વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેના આધારે એસપી મુકેશ પટેલે પોલીસકર્મી અજય લાવડીયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાનું પાલન કરાવતી પોલીસમાં પણ કોઈ કર્મચારી કાયદા કે શિસ્તનો ભંગ કરશે તો તેની સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પોલીસ વિભાગની વિશ્વસનીયતા અખંડિત રહે તે માટે એસપી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય પ્રશંસનીય માનવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગમાં જવાબદારી, પારદર્શિતા અને શિસ્ત જળવાઈ રહે તે માટે આવી કડક કાર્યવાહી અન્ય કર્મચારીઓ માટે પણ ચેતવણીરૂપ બની છે.

સમાજસેવી મહેન્દ્રભાઈ કચોટનો આજે જન્મદિવસ મોરબી જિલ્લા ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના પ્રભારી, આહીર સેના ગુજરાતના કોર ...
04/08/2026

સમાજસેવી મહેન્દ્રભાઈ કચોટનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના પ્રભારી, આહીર સેના ગુજરાતના કોર કમિટી મેમ્બર, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ હોદેદાર તેમજ ક્રિષ્ના રોડ લાઇન્સના ઓનર મહેન્દ્રભાઈ કચોટનો આજે જન્મદિવસ છે.

આ પ્રસંગે તેમના મોબાઇલ નંબર પર તેમજ સોશિયલ મીડિયા મારફતે મિત્રો, શુભચિંતકો, સામાજિક, રાજકીય અને વ્યાવસાયિક ક્ષેત્રના આગેવાનો દ્વારા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે હિન્દ વૈભવ ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની શુભકામનાઓ.

04/08/2026

મોરબીમાં સરહદી રેન્જ ભુજ પોલીસનો મેગા દરોડો, રૂ. 5.24 લાખના મુદ્દામાલ સાથે 4 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

સરહદી બોર્ડર રેન્જ ભુજની ટીમે મોરબીમાં ધમધમતા જુગારધામ પર સફળ દરોડો પાડી ચાર જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મોરબી જિલ્લાના ઘુટુ ગામની સીમમાં આવેલા જૂના ઘુટુ રોડ પર 'રાધે કોલ એન્ટર પ્રાઇઝ'ની ઓફિસમાં અચાનક રેડ પાડી હતી.

તપાસ દરમિયાન ઓફિસમાં ગેરકાયદેસર રીતે જુગાર રમાતો હોવાનું સામે આવતા પોલીસે ચારેય આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી લીધા હતા

પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ ફોન, વાહનો સહિત કુલ રૂ. 5,24,300નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જગદીશભાઈ ભગવાનજીભાઈ અધારા, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ શનારીયા, યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ, જયેશભાઈ શાંતીલાલ કાલરીયા

પોલીસે ચારેય આરોપીઓ સામે જુગાર ધારા કલમ-4 અને 5 મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. સમગ્ર કાર્યવાહી બાદ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ જુગારની રેઇડ અંગે DYSP સમીર સારડાએ સંપૂર્ણ માહિતી આપી જુઓ વિડિયો

*એક જ દાદો હનુમાન દાદો" એવું કહેતા મંત્રી કાંતિ અમૃતિયાના મોરબી શહેર માં વળી પાછો પોલીસે પાટીદાર યુવાન નો ૧૫ લાખનો તોડ ક...
04/08/2026

*એક જ દાદો હનુમાન દાદો" એવું કહેતા મંત્રી કાંતિ અમૃતિયાના મોરબી શહેર માં વળી પાછો પોલીસે પાટીદાર યુવાન નો ૧૫ લાખનો તોડ કર્યા ની ચર્ચા થી શહેર નો માહોલ ગરમ..!*

*શ્રોફ ના ધંધાર્થી પાસે એક પીએસઆઇ અને કોસ્ટેબલે ૧૫ લાખ પડાવ્યા ની ચર્ચા તેજ*

ઓમ વિલા જુગારકાંડના પડઘા: ટંકારા પોલીસના બે ડિસ્ટાફ કર્મચારીઓની ભુજ બદલી, પોલીસ બેડામાં ચર્ચાનો માહોલકચ્છ બોર્ડર રેન્જ પ...
04/08/2026

ઓમ વિલા જુગારકાંડના પડઘા: ટંકારા પોલીસના બે ડિસ્ટાફ કર્મચારીઓની ભુજ બદલી, પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ

કચ્છ બોર્ડર રેન્જ પોલીસની સજનપર નજીક આવેલા ઓમ વિલાના હાઈ-પ્રોફાઇલ જુગારધામ પરની કાર્યવાહી બાદ પોલીસ તંત્રમાં વહીવટી હલચલ શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે. ટંકારા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના બે કર્મચારીઓને તાત્કાલિક અસરથી ભુજ ખાતે ટ્રાન્સફર કરાતા સમગ્ર ઘટનાએ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

સજનપર નજીક આવેલી ઓમ વિલામાં ચાલતા હાઈ-પ્રોફાઇલ જુગારધામ પર કચ્છ બોર્ડર રેન્જ પોલીસ દ્વારા પાડવામાં આવેલી રેડ બાદ હવે પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલાની પશ્ચિમ કચ્છ, ભુજ ખાતે તાત્કાલિક અસરથી બદલીના આદેશો કરવામાં આવ્યા છે. બંનેને સોમવારે રાત્રે આશરે 9 વાગ્યે ટંકારા પોલીસ સ્ટેશનમાંથી રિલીવ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

બદલી અંગે પોલીસ વિભાગે કોઈ સત્તાવાર કારણ જાહેર કર્યું નથી. જોકે, ઓમ વિલામાં જુગારધામ પર થયેલી ચર્ચાસ્પદ રેડ બાદ આ નિર્ણય લેવામાં આવતા પોલીસ વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ હાલ આ બદલીને રેડ બાદની નોંધપાત્ર વહીવટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

મોરબીમાં પ્રોહિબિશનનો ભંગ: વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, બીજો આરોપી ફરાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ભક...
04/08/2026

મોરબીમાં પ્રોહિબિશનનો ભંગ: વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, બીજો આરોપી ફરાર

મોરબી સિટી એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ભક્તિનગર સર્કલ નીચે સફળતા મળી હતી. વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને તેની સામે ગુનો નોંધાયો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર તરીકે નામ ખુલેલા અન્ય શખ્સને પકડવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના ભક્તિનગર સર્કલ નીચેથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૦ કિંમત રૂપિયા ૧૨૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી નુરુદ્દીન ઉર્ફે નુરો નિઝામઅલી કચરાણી રહે. ખોજા સોસાયટી તુલસી પાર્ક સોસાયટી પાછળ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા દારૂનો જથ્થો શૈલેષ પુનાભાઈ વાળા રહે. મોરબીવાળા પાસેથી મેળવેલ હોવાનુ જણાવતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નજીવી બાબતનો ખાર રાખી હુમલો! રાતીદેવળીમાં પાંચ સામે મારામારી અને ધમકીનો ગુનો નોંધાયોરાતીદેવળી ગામે કરિયાણું લેવા ગયેલા ય...
04/08/2026

નજીવી બાબતનો ખાર રાખી હુમલો! રાતીદેવળીમાં પાંચ સામે મારામારી અને ધમકીનો ગુનો નોંધાયો

રાતીદેવળી ગામે કરિયાણું લેવા ગયેલા યુવક સાથે થયેલી બોલાચાલી બાદ પાંચ વ્યક્તિઓએ લાકડીઓ અને પાઈપ વડે હુમલો કરી બે લોકોને ઇજા પહોંચાડ્યાનો આરોપ લગાવાયો છે. ઘટનાને પગલે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા ૨૪ વર્ષીય ભરતભાઈ કાળુભાઈ વોરાએ તેમના જ ગામના આરોપી રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાન્તીભાઈ વોરા, દીલીપભાઈ રવજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા, સુરેશભાઈ જેઠાભાઈ વોરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી આરોપી રવજીભાઈની કરીયાણાની દુકાને કરીયાણ લેવા ગયેલ ત્યારે આરોપીને ફરીયાદીના પરીવાર સાથે વ્યવહાર ન હોય જે વાતનો ખાર રાખી આરોપીએ બનાવ સમયે બનાવ વાળી જગ્યાએ ફરીયાદીને કરીયાણુ લેવા નહી આવવાનુ જણાવી ફરીયાદીને બેફામ ગાળો આપી લાકડાના ધોકા વતી શરીરે મુઢમાર મારી તથા આરોપીઓએ પણ વારા ફરતી પાછળથી આવી ફરીયાદીને બેફામ ગાળો આપી હાથમા લાકડી તથા પાઇપ વતી ફરીયાદીને તથા સાથીને શરીરે મુઢ માર મારી મુઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

04/08/2026

ઘુંટુ રોડ પર જુગારધામનો પર્દાફાશ : કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિત ચાર ઝડપાયા, રૂ. 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે કચ્છ બોર્ડર રેન્જની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ ઘુંટુ રોડ વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા ચાર વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓમાં ગત મોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં. 9 પરથી કોંગ્રેસના ઉમેદવાર રહેલા અને કોંગ્રેસ સાથે સંકળાયેલા જયેશ કાલરીયાનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

દરોડા દરમિયાન પોલીસે જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતી રોકડ રકમ સહિત અંદાજે કુલ રૂ. 1,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં જપ્ત કરાયેલા મુદ્દામાલની ગણતરી તેમજ અન્ય કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધાયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

03/08/2026

*મોરબી તાલુકાના વિરપરડા ગામે પ્રાણજીવનભાઈ સાદરીયાના ખેતરના કૂવામાં પાણી હિલોળે ચડતા કુતુહલ સર્જાયું જુઓ વિડિયો*

ખાનગી બાતમી બની સફળતાની ચાવી: બે વર્ષથી નાસતી મહિલા આરોપી મોરબીમાંથી ઝડપાઈવિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજના ગુનામાં પોલીસ...
03/08/2026

ખાનગી બાતમી બની સફળતાની ચાવી: બે વર્ષથી નાસતી મહિલા આરોપી મોરબીમાંથી ઝડપાઈ

વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજના ગુનામાં પોલીસને બે વર્ષથી ચકમો આપતી મહિલા આરોપી આખરે પોતાના રહેણાક મકાનેથી ઝડપાઈ છે. મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહીમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કવોડ, મોરબીના અધિકારી/કર્મચારીઓને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે,મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં નાસતા ફરતા મહિલા આરોપી ભાવનાબેન પ્રેમજીભાઇ મનજીભાઇ સોલંકી રહે. મોરબી-૨ માળીયા વનાળીયા સોસાયટીવાળા હાલે મોરબી ખાતે તેના રહેણાક મકાને હોવાની બાતમી મળતા મળેલ બાતમીના અધારે મહિલા પોલીસ કર્મચારીની સાથે તપાસ કરતા મહિલા તેના રહેણાક મકાને હાજર મળી આવતા તેના પિતા તથા મહિલા પોલીસ કર્મચારી સાથે મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી મહિલાની આ ગુના સબંધી જરૂરી પુછપરછ કરતા પોતે આ ગુનામાં પકડવાના બાકી હોવાનુ જણાવતા હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહિ કરી આગળની કાર્યવાહિ માટે મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

Address

Super Market, Nr. New Bus Stand, Sanala Road
Morbi
363641

Website

Alerts

Be the first to know and let us send you an email when Hind Vaibhav News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share