MorbiHalchal

MorbiHalchal મોરબી જિલ્લાના સમાચારો પ્રાપ્ત કરવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ

12/08/2026

મોરબી જિલ્લા સેવા સદનમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેનું સરપ્રાઇઝ ચેકિંગ
- જિલ્લા સેવા સદન ખાતે આવેલ વિવિધ સરકારી વિભાગોમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ઓચિંતું સરપ્રાઇઝ ચેકિંગ
- વિઝિટ દરમિયાન તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર કચેરી, તાલીમ કચેરી અને માહિતી વિભાગ સહિતની વિવિધ સરકારી શાખાઓની સ્થળ પર જઈને મુલાકાત લીધી
- ચેકિંગ દરમિયાન કલેક્ટર દ્વારા કચેરીઓમાં ચાલતી કામગીરી, વિવિધ રેકોર્ડ્સ અને ફાઇલોની ચકાસણી કરાઈ
- તમામ વિભાગોના હાજરી પત્રકોની ખાસ ચકાસણી કરાઈ
- કલેક્ટરે જણાવ્યું હતું કે, સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કોઈ મોટી ખામી કે ત્રુટિ સામે આવી નથી
- સામાન્ય બાબતો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું

11/08/2026

મોરબીમાં મચ્છુ જળ હોનારતની 47મી વરસીએ મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
- ​મચ્છુ જળ હોનારતની 47મી વરસી નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરાયું
- મૌન રેલીની શરૂઆત 21 સાયરન વગાડીને કરવામાં આવી
- મૌન રેલી મહાનગરપાલિકા કચેરીથી નીકળીને મણિમંદિર પાસે આવેલી મૃતકોની સ્મૃતિ સ્તંભ સુધી પહોંચી
- મૌન રેલીમાં રાજ્ય મંત્રી, મેયર, કલેક્ટર, ડીડીઓ, એસપી, ડેપ્યુટી કમિશનર, પૂર્વ મંત્રી સહિતના આગેવાનો અને અધિકારીઓ જોડાયા
- આ ઉપરાંત પોલીસ જવાનો અને શાળાના બાળકો પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા
- ઉપસ્થિત તમામ લોકોએ 2 મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી
- હોનારતમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવનારાના પરિવારજનોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી

10/08/2026

મોરબી જિલ્લામાં 13 ઓગસ્ટે તિરંગા યાત્રા અને 14 ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની ઉજવણી થશે ઉજવાશે
- મોરબી જિલ્લામાં આગામી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
- સમગ્ર રાજ્યમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન આ વર્ષની થીમ "વંદે માતરમ𝐀𝐌𝐑" અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન
- જે અંતર્ગત મોરબીમાં પણ ભવ્ય ઉજવણી થશે
- જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના જણાવ્યા પ્રમાણે, મોરબી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા 13 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે મંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે
- આ યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ સુધી યોજાશે
- સમગ્ર રૂટ પર શાળાના બાળકો દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા રજૂ કરાશે
- આ યાત્રામાં જોડાવા મોરબીવાસીઓને અપીલ કરાઇ
- 14 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતની સાથે મોરબીમાં પણ "વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન" મનાવાશે
- મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ટંકારા તાલુકાના વીરપર ખાતે આવેલી �

09/08/2026

રવાપર ખાતે યોજાયેલ ખેડૂત મહા સભા બાદ 11 તારીખે મહારાષ્ટ્રના કિશાન નેતા જેતપર છાવણીમાં આવશે
- મોરબી જિલ્લા ખેડૂત એકતા સમિતિ દ્વારા રવાપર ખાતે એક મોટી ખેડૂત મહાસભાનું આયોજન
- ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય નેતાઓ રાકેશ ટીકૈત અને રઘુવીરસિંહ ચૌધરી ખાસ ઉપસ્થિત
- ખેડૂતોના હિત અને પ્રશ્નોની ચર્ચા માટે યોજાયેલી આ સભામાં મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂત પ્રતિનિધિઓ હાજર
- ખેડૂતો મોટી સંખ્યામાં આ મહાસભામાં જોડાયા
- સભા માં વન નેશન, વન આંદોલનની જાહેરાત કરીને એલાન કર્યું
- યુધવીરસિંઘે અંતમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે જો ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં ટાવર લાઈનો નાખવાનો પ્રયાસ થશે, તો ભારતીય કિસાન યુનિયન ખેડૂતોની પડખે ઊભું રહેશે
- તેઓ દરેક રાજ્યમાં આંદોલન કરાવશે.
- જ્યાં સુધી 4 ગણું વળતર નહિ મળે ત્યાં સુધી સભા /કાર્યક્રમ યોજાતા રહેશે

07/08/2026

વિરપરડા ગામે આવેલ કૂવાનું પાણી ડોલવા અંગેનું રહસ્ય
જાણો... શું કારણ હોય શકે છે
- મોરબી તાલુકાના વીરપરડા ગામમાં આવેલ ખેતરમાં કૂવામાં કુવાનું પાણી કુદરતી રીતે જ હાલક ડોલક થાય છે
- આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે આ કોઈ સીસ્મિક એસટીવીટી નથી જણાતી, પરંતુ એર ટ્રેપ થવાથી થયું હોય તેવી લાગી રહ્યું છે
- તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અફવાઓથી દૂર રહેવું
- જળ સંપત્તિ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આસપાસના 20 કિલોમીટરની પેરીફેરીમાં તેમના વિભાગના કોઈ બોરવેલ ન હોવાથી ગ્રાઉન્ડ વોટર ફ્લોની દિશા કે અન્ય ડેટા જાણી શકાયા નથી
- માત્ર પવનના કારણે આવી સતત હલનચલન શક્ય નથી
- જમીનની નીચે રહેલા પથ્થરોના ફ્રેક્ચર ઝોન અને પોર પ્રેશરના કારણે નીચેથી પાણીનો ફ્લો ચાલુ હોવાથી આ હલનચલન થઈ શકે છે
- ચોક્કસ કારણ જાણવા માટે નવો બોરવેલ કરીને નીચેની સબ-સરફેસ અને પથ્થરોની સ્થિતિ જાણવી જરૂરી

30/07/2026

મોરબીમાં મનોજ પનારા સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર અને SPને આવેદન
- મોરબી જિલ્લામાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામાજિક વૈમનસ્ય ફેલાવતા હોવાના આક્ષેપ
- નિલેશ એરવાડિયા સહિતના દ્વારા સર્વ સમાજના નેજા હેઠળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી
- આવેદનપત્રમાં કરાયેલી રજૂઆતમાં મનોજ પનારા પર વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવા ભાષણો કરવા અને યુવાનોને ઉશ્કેવાના આક્ષેપો કરવામાં આવ્યા
- BNS કલમ 196 મુજબ કાર્યવાહી કરવા માંગ કરાઈ
- આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મનોજ પનારા અને અન્ય 7 લોકો સામે FIR પણ દાખલ થયેલ
- જેમાં તેની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી

Address

Morbi
Morbi
363641

Website

Alerts

Be the first to know and let us send you an email when MorbiHalchal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share