Porbandar Times

Porbandar Times News, culture, highlights of Porbandar the birthplace of Mahatma Gandhi, the land of Sudama
(3)

21/07/2025
21/07/2025

*પોરબંદર માં યુવાન નું અપહરણ કરનાર 8 શખ્સો ને પોલીસે ઝડપી લઈ જેલહવાલે કર્યા*

*શિવ પ્રિય સોમવાર ના પ્રાતઃ શિવ શૃંગાર દર્શન.**શ્રી ખીમેશ્વર મહાદેવ,કુછડી*
21/07/2025

*શિવ પ્રિય સોમવાર ના પ્રાતઃ શિવ શૃંગાર દર્શન.*
*શ્રી ખીમેશ્વર મહાદેવ,કુછડી*

https://youtu.be/peA0L5O8KhY?si=XQgFg807elPEzqX3*પોરબંદર માં યુવાન નું અપહરણ કરનાર 8 શખ્સો ને પોલીસે ઝડપી લઈ જેલહવાલે કર...
21/07/2025

https://youtu.be/peA0L5O8KhY?si=XQgFg807elPEzqX3

*પોરબંદર માં યુવાન નું અપહરણ કરનાર 8 શખ્સો ને પોલીસે ઝડપી લઈ જેલહવાલે કર્યા*

21/07/2025

*ઠોયાણા ગામે 9 દિવસ ની અખંડ રામધૂન ની આજે પૂર્ણાહુતિ*

Address

Porbandar

Alerts

Be the first to know and let us send you an email when Porbandar Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Porbandar Times:

Share

પોરબંદર ટાઈમ્સ ન્યુઝ પોર્ટલ :પોરબંદરવાસીઓ નો પોતાનો અવાજ

આજનો સમય આધુનિક ટેકનોલોજી નો સમય છે..આજના સતત ભાગદોડ વચ્ચેની જિંદગીમાં લોકો દરેક કામ પોતાની આંગળી ના ટેરવે જ પુરા કરવા માંગે છે..આંગળી ના ટેરવે જ સમગ્ર દુનિયાની ચહલપહલ પોતાના મોબાઈલમાં લોકો જોવા માંગેછે… જેમાં પળેપળની ઘટનાઓ અને સમાચારો, શહેર ની વિવિધ હલચલ નો પણ સમાવેશ થાય છે…ત્યારે આધુનિક ટેકનોલોજીનો ભાગ બની ચુકેલ સોશિયલ મીડિયા ના માધ્યમને ધ્યાને રાખી પોરબંદર ની સંસ્કૃતિ ,પોરબંદરી મિજાજ, કળા ,ને ઉજાગર કરવા એક વેબ પોર્ટલ શરુ કરવાનો અમને ગર્વ છે આ માત્ર એક ન્યુઝ માટે નું પોર્ટલ નથી આહી માત્ર સમાચાર જ નહી પણ દરેક ખબર ની અંદર ની ખબર પણ મળશે ઉપરાંત વોટ્સેપ ના માધ્યમ થી આ વેબ પોર્ટલ પર મુકાતા તમામ સમાચારો અને સ્ટોરી સહીત ના આર્ટીકલ તમારા સ્માર્ટફોન માં મેળવી શકો છો જેના માટે ફક્ત એક રજીસ્ટ્રેશન ની આવશ્યકતા રહેશે

પોરબંદર,રાણાવાવ .કુતિયાણા , બરડા , ઘેડ વિસ્તાર ના સમાચારો ગુજરાત ના મહત્વના સમાચારો અને ઘટનાઓ ,વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થા ના કાર્યક્રમો ,આપના સુધી પહોચાડવાનો અમારો પ્રયાસ અવિરત ચાલતો રહેશે અને અમને એ પણ વિશ્વાસ છે કે પોરબંદર જીલ્લા સહીત રાજયના લોકો તથા મૂળ પોરબંદર ના અને હાલ વિવિધ દેશો માં વસવાટ કરતા એન આર આઈ ની પ્રથમ પંસદ www.Porbandartimes.com વેબપોર્ટલ બની રહેશે.આપના કોમ્પ્યુટર કે પછી સ્માર્ટફોનમાં www.Porbandartimes .com લોગઇન કરતાની સાથે આપ સમગ્ર પોરબંદર સાથે જ રાજ્યના તમામ સમાચારો થી વાકેફ થઇ જશો..અમારા પોર્ટલ પર આપને સચિત્ર ઘટનાઓ વિશ્લેષ્ણ સાથે મળશે…અમારો અભિગમ રહેશે કે પ્રજાની સ્પર્શતી દરેક વાતો,સમસ્યાઓ,ઘટનાઓ અને રાજકીય ઉથલપાથલ પળેપળનું અપડેટ આપને અમારા વેબપોર્ટલ સાથે જોડાઈ જવાથી મળશે પોરબંદર ની કળા સંસ્કૃતિ ને ઉજાગર કરતું આ પહેલું વેબપોર્ટલ છે..જેમાં પોરબંદર થી માંડીને સમગ્ર ગુજરાતના સમાચારો આપવાનો અમારો પ્રયાસ રહેશે…પોરબંદર નો મત્સ્યોદ્યોગ દેશભરમાં પ્રચલિત છે..તો અનેક પ્રવાસન સ્થળો પણ પોરબંદર પંથક માં આવેલા છે એક તરફ બરડો ડુંગર તો બીજી તરફ અફાટ અરબી સમુદ્ર ઘૂઘવી રહ્યો છે ચાર ધામો માં નું એક યાત્રાધામ સુદામાપુરી પણ આ જ જીલ્લામાં છે..તો સમગ્ર વિશ્વ માં જેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે એવા વિશ્વ વિભૂતિ મહામાનવ એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નું જન્મસ્થળ પણ પોરબંદર જ છે

ફેસબુકમાં અમારું FB page PorbandartimeS ઉપરાંત સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ જેવા કે વોટ્સઅપ,ટ્વીટર,ઇન્સ્ટગ્રામ, સહિતના સોશિયલ મીડિયા પર પણ આપને અમારા સૌથી ઝડપી અને સૌથી સચોટ અને સૌથી વિશ્વસનીય સમાચારો મળી શકશે….પોરબંદર થી વેબપોર્ટલ શરૂ કરવાનો અમારો લક્ષ્યાંક લોકોની સમસ્યાઓને વધુ ને વધુ ઉજાગર કરવાનો છે..પ્રજાને કનડતા પ્રશ્નોને www.Porbandartimes.com ના માધ્યમ થી શક્ય વાચા આપી અને તંત્ર સુધી લોકો નો અવાજ પહોચે તેના માટે www.Porbandartimes.com ની ટીમ હમેશા કટીબદ્ધ હશે…પત્રકારીત્વ ક્ષેત્રે વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા નામાંકિત પત્રકારોની ટીમ સાથે www.Porbandartimes.com લોકો સુધી નીડર અને નિષ્પક્ષ પત્રકારીત્વધર્મ બજાવવાનું કાર્ય કરશે.

પોરબંદર એ …માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ પૂરા વિશ્વનું સૌથી મહત્વ નું પ્રવાસન સ્થળ છે. લોકલથી ગ્લોબલ વિસ્તરેલા અહીંના પ્રવાસન સ્થળો,વેપાર અને વ્યક્તિઓની જાણકારી ભાગ્યે જ કોઈને નહીં હોય. આ જિંદાદિલ નગરની ખમીરી, ખુમારી અને નગરજનોની ખંત, ખાનદાનીનો પરચો છેલ્લી એક સદી દરમિયાન અવારનવાર કુદરતી હોનારતો દરમિયાન પણ મળતો આવ્યો છે. આજે પોરબંદર પોતાની આગવી ઓળખ અને ઐતિહાસિક છબી થકી દુનિયાની નજરોમાં જાણીતું અને માનીતું બન્યું છે એ સમયે આ જિલ્લાની તમામ સ્થાનિક ખબરો, પ્રજાકીય પ્રશ્નો અને છેવાડાની સમસ્યાઓ કે કોઈપણ નાનીમોટી ઘટના, પ્રસંગ કે અકસ્માતોની નાનામાં નાની જાણકારી પણ પોરબંદર જિલ્લાનાં પ્રત્યેક નાગરિકથી લઈ દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને મળી રહે તે હેતુસર સતત સ્થાનિક કક્ષાએ નિષ્પક્ષ અને નીડરતાથી કાર્યરત થશે.