20/07/2025
રવિવાર ની પારિવારિક કોમેડી... 🤣
શીર્ષક: "રિમોર્ટ કંટ્રોલની લડાઈ"
રવિવારની બપોર હતી. આખો પરિવાર સોફા પર ટીવી સામે ગોઠવાયો હતો. પપ્પા, મમ્મી, દીકરો ચિરાગ (૧૦ વર્ષ), અને દીકરી ખુશી (૮ વર્ષ).
પપ્પા: "લાવો, રિમોર્ટ આપો. આજે મેચ જોવાની છે."
મમ્મી: "ના જી, આજે તો મારે ધારાવાહિક જોવું છે. આખો અઠવાડિયું રાહ જોવું પડે છે."
ચિરાગ તરત જ વચ્ચે કૂદ્યો: "ઓહ પ્લીઝ! આજે તો સન્ડે છે, મારે કાર્ટૂન જોવા છે!"
ખુશી પણ ક્યાં પાછળ રહે? તેણે મોઢું ચડાવ્યું: "મારે નવી મૂવી જોવી છે, જે Netflix પર આવી છે."
પપ્પાએ રિમોર્ટ પકડ્યું અને ગંભીર ચહેરો કરીને બોલ્યા: "જુઓ, ઘરના મોભી હું છું, એટલે મારી વાત મનાશે!"
મમ્મીએ આંખો પહોળી કરીને જોયું પપ્પા સામે તો: " પપ્પા થોડા ઢીલા પડ્યા.
એટલામાં ચિરાગે દાદાગીરી કરતા કહ્યું: "જો તમે લોકો નહીં નક્કી કરો, તો હું રિમોર્ટ છુપાવી દઈશ!"
ખુશી તરત ઊભી થઈ અને રિમોર્ટ પકડવા દોડી, "તું છુપાવે એ પહેલા હું લઈ લઉં!"
રિમોર્ટ માટે ખેંચતાણ શરૂ થઈ. રિમોર્ટ એક હાથમાંથી બીજા હાથમાં જતો રહ્યો.
અચાનક, રિમોર્ટ ચિરાગના હાથમાંથી છટકીને સોફાના ખૂણામાં ક્યાંક અદૃશ્ય થઈ ગયુ!
બધા ગભરાઈ ગયા. ચારેય જણા સોફાના ગાદલા ઉથલાવી, નીચે ઝૂકીને રિમોર્ટ શોધવા લાગ્યા.
પપ્પા: "અરે ક્યાં ગયુ રિમોટ? હમણાં જ અહીં હતું!"
મમ્મી: "આ તમારા છોકરાઓની કરામત છે!"
ચિરાગ: "મેં ક્યાં કઈ કર્યું? ખુશીએ ખેંચ્યો મારો હાથ!"
ખુશી: "ના, એણે જ રિમોટ ખેંચ્યું હતું!"
દસ મિનિટની શોધખોળ પછી, મમ્મીને સોફાના સૌથી અંદરના ભાગમાંથી રિમોર્ટ મળ્યું, પણ તેની બેટરી/સેલ નીકળી ગયા હતા!
બધા નિરાશ થઈ ગયા. હવે રિમોર્ટ કામ નોહ્તું કરતું.
પપ્પાએ નિસાસો નાખ્યો, "આના કરતા તો બહાર ફરવા જવું સારું!"
મમ્મી હસી પડી, "હા, તો ચાલો, શાંતિથી આઈસ્ક્રીમ ખાઈએ."
આખરે, રિમોર્ટની લડાઈનો અંત પરિવારના આઈસ્ક્રીમ પ્લાનમાં આવ્યો. અને સૌપ્રથમ વખત, કોઈ ટીવી જોવા બેઠું નહીં!
આશા છે કે તમને આ પારિવારિક કોમેડી ગમી હશે!
વાર્તા વાંચવા બદલ આપનો આભાર... 🙏