21/06/2025
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આઈ-વે પ્રોજેક્ટ હેઠળના CCTV કેમેરાની બેટરી ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે એક સગીર સહિત ત્રણ શખ્સોને ચોરાઉ 29 બેટરી સહિત રૂ.1.95 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં. મોડી રાત્રે રીક્ષા લઈને નીકળતી અને CCTVના આઉટડોર યુનિટના તાળા તોડી બેટરી ઉઠાવી જતી ત્રિપુટીને નાસતા ફરતા સ્કોડે ઝડપી લીધી હતી.
{ Rajkot, Hello Rajkot, Our Rajkot, Rajkot News, Rajkot City Police, Theft, News}