Suvichar

01/10/2025

જીવન માં ક્યારેય કંઈ નથી મળતુ પરબારુ
આશીર્વાદ હોય મા-બાપ ના અથવા કર્મ તમારું

01/10/2025

દુનિયા બસ એમની દીવાની હશે!
જેમની વારતા મજાની હશે!

સુખ ને દુઃખ બેઉ બાજુ પર રાખે,
કોઈની એવી જિંદગાની હશે?

ઠોઠ વિદ્યાર્થી જો થયો છે પાસ,
નક્કી બાજુમાં કોઈ જ્ઞાની હશે!

પ્રેમ જેને ગળે ઉતરતો નથી,
એની અંગત કોઈ કહાની હશે!

એ હવે મોભી થઈ ગયો ઘરનો,
એની પીડાઓ સૌથી છાની હશે!

હક સજાનો ભૂલી જે માફ કરે,
વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દાની હશે!

શેર, મુક્તક, ગઝલ! બીજું તો શું!
મારી ઈચ્છાઓ નાની નાની હશે!

સંદીપ પૂજારા

24/07/2023

એકધારી ફૂલની કેવી નજર છે.
એમ લાગે કે ગઝલનુંં એ જ ઘર છે.

શબ્દ બોલે તોય સંભળાશે નહી આ –
પાનખરની ભીતરે એવી અસર છે.

સાથ છોડીને તમે ચાલ્યા ગયા છો,
ત્યારથી મંઝિલ બધીયે બેખબર છે.

હુ મને શોધી ભલે થાકી ગયો છું,
એકધારી ચાલતી મારી સફર છે.

રાત પડતા જીવતી લાશો બને છે
ફૂટપાથો એમ લાગે કે કબર છે.

– કલ્પેશ સોલંકી “કલ્પ”

24/07/2023

આ ધારામાં વહેવું ઘણું આકરું છે,
કશું પણ ન કહેવું ઘણું આકરું છે.

બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર,
ખરેખર તો રહેવું ઘણું આકરું છે.

ભૂજાઓને બાંધી સમંદરમાં પડવું,
અને એમાં તરવું ઘણું આકરું છે.

સમજમાં ન આવે એવી વાત પર પણ,
સમાધાન કરવું ઘણું આકરું છે.

બાંધીને પાટા બધા જેમ આંખે ,
ચાલ્યા જ કરવું ઘણું આકરું છે.

મળે નૈ મથામણ પછી તોડ એના,
વિચારોમાં રહેવું ઘણું આકરું છે.

માંગ્યુ મરણ ”સ્તબ્ધ” મળતું નથી જ્યાં,
જીવતું ય રહેવું ઘણું આકરું છે.

– કૌશલ શેઠ

29/06/2023

I've received 800 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉

ઊતર્યા દેવો આભથી, ચારે બાજુ વાસ.અડકો દડકો રમ્યા કરે, તડકા માથે ઘાસ.ઝરણે ઝાંઝર પહેર્યા, નદીએ પહેર્યા નીર.ઓસરીઓ ઊભી રહી, જ...
29/06/2023

ઊતર્યા દેવો આભથી, ચારે બાજુ વાસ.
અડકો દડકો રમ્યા કરે, તડકા માથે ઘાસ.
ઝરણે ઝાંઝર પહેર્યા, નદીએ પહેર્યા નીર.
ઓસરીઓ ઊભી રહી, જળનાં પહેરીને ચીર..☔️🌧

27/06/2023

I've received 700 reactions to my posts in the past 30 days. Thanks for your support. 🙏🤗🎉

17/06/2023
17/06/2023

Jay siyaram

સંકટમાં સદાય રાખ્યા છે રખોપા જગતના નાથે,દર્શન દે છે નાથ, હરહંમેશ રાખજો સાથ..હવે ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના દ્વાર પણ આજ ...
16/06/2023

સંકટમાં સદાય રાખ્યા છે રખોપા જગતના નાથે,
દર્શન દે છે નાથ, હરહંમેશ રાખજો સાથ..

હવે ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના દ્વાર પણ આજ સાંજથી દર્શનાર્થીઓ માટે ખુલી ગયા છે.

સર્વે ભક્તોને મારા જય રણછોડ...🙏જય દ્વારકાધીશ...🚩

16/06/2023

ज़िंदगी से बड़ी सज़ा ही नहीं
और क्या जुर्म है पता ही नहीं

इतने हिस्सों में बंट गया हूँ मैं
मेरे हिस्से में कुछ बचा ही नहीं

~ कृष्ण बिहारी नूर

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Suvichar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share