05/02/2025
જ્યારે મેં લેખનની શરૂઆત કરી, ત્યારે મનમાં અનેક વિચારોએ હલચલ મચાવી હતી. એક શિક્ષક તરીકે મારી ઓળખ ધરાવતી હોઈ, મને હંમેશાં એમ લાગતું કે લેખક તરીકે મને કોઈ ઓળખી શકશે નહીં. જ્યાં સુધી હું લખવાનું શરૂ નહીં કરું, ત્યાં સુધી મને શંકા હતી કે મારું લેખન સારું હશે કે નહીં.
સોશિયલ મીડિયા પર જો ભૂલ થઈ જાય, તો લોકો ટ્રોલ કરી નાખે – આવી ભીતિ પણ હમેશાં મનમાં રહી. છતાં, આજે મારી બે પુસ્તકો પ્રકાશિત થઈ છે, અને તે આનંદ મારા માટે અમૂલ્ય છે.
Tara Sawal Ane Mara Jawab / તારા સાવલ આને મારા જવાબ https://amzn.in/d/0icV5uJ
Hradayantike ( Gujarati) https://amzn.in/d/4r6AOvc
પરંતુ, આ પ્રવાસ માત્ર મારો નહીં, તમારો પણ છે. તમારું પ્રેમભર્યું સમર્થન જ છે, જેનાથી મારું આત્મવિશ્વાસ વધ્યું. કદાચ, મારું લેખન હજી પણ ઉંડાણપૂરું નહીં હોય, પણ હું સતત સુધરવા માટે પ્રયત્નશીલ છું. તમારી સાથેના આ સંબંધથી મને નવી પ્રેરણા અને ઉર્જા મળતી રહે છે.
હું સાયન્સની વિદ્યાર્થી રહી છું, અને તેથી હંમેશાં મુદ્દાસર વાત કરવી ગમે. લાંબા લેખ લખવા મારા માટે મુશ્કેલ હોય છે, પણ આજે, તમારી સહકાર અને પ્રેમથી, હું નવું શીખી રહી છું.
મારા બંને માતા-પિતા, મારા વહાલા પાર્થ અને તમારું સહકાર – આ બધાનું હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમારું પ્રેમ અને પ્રોત્સાહન મને હંમેશાં આગળ વધવાની શક્તિ આપે છે.
સ્નેહપૂર્ણ,
માધવી
Parth Patel