02/12/2025
#લક્ષ્મણ_ઘડીક_તો_ઉભા_રયો
એ…જી...રે લક્ષ્મણ ઘડીક તો ઉભા રયો મારા વીર
ઘોડલાની વાઘુ તમે જાલો રે
કરવી મારે રાઘવ દિલડાની વાત
થોભાવો રથડો ઠાલો રે...લક્ષ્મણ ઘડીક તો
એ…જી...રે લક્ષ્મણ દુનિયાએ દીધેલા અમને દુઃખ
વનમાં દાડા વિતાવ્યાં રે
માંડ માંડ જોયા અયોધ્યાનાં મુખ
પાછા વિખુટા પડ્યા રે…લક્ષ્મણ ઘડીક તો
એ…જી...રે લક્ષ્મણ મારા રખોપા કરશે રામ,
રામના તે કોણ કરશે રે
એવા સીતા વિનાના દિનને રાત
વિંજણા કોણ વિંજશે રે...લક્ષ્મણ ઘડીક
એ…જી...રે લક્ષ્મણ ઘાયલ રે રૂદિયાનો મારો રામ
રામની તે હારે તમે રેજો રે
મારા વિયોગી દલડા કેરી વાત
તમે રામને નવ કેજો રે…લક્ષ્મણ ઘડીક
એ…જી...રે લક્ષ્મણ ભવો ભવનાં મારા ભરથાર
રામૈયો જાણીને રેશું રે
દાદલ દલડાંમાં વાગે ઘણનાં ઘાવ
એને ફુલડાં જાણી સહેશું રે...લક્ષ્મણ ઘડીક
Girish Patel Kamana