12/06/2025
> _AC નું તાપમાન 20°C થી ઓછું નહીં કરી શકાય_
કેન્દ્ર સરકાર AC દ્વારા વીજળીનો વપરાશ ઘટાડવા માટે ટૂંક સમયમાં નવો નિયમ લાવવાની છે. તમે નવી AC ખરીદશો તો તેને 16 કે 18 ડિગ્રી પર નહીં ચલાવી શકો, માત્ર 20 થી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ સેટ કરી શકશો. ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું, 'આ નિયમ ઘરો અને કોમર્શિયલ જગ્યાઓ પર ઉપયોગમાં લેવાતા AC પર લાગુ પડશે. આનાથી 3 વર્ષમાં ₹20,000 કરોડ સુધીની બચત થશે