B News

B  News A. P. Star NEWS

*વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં* પાંચાળનું પ્રગટ પિરાણું અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્...
06/07/2024

*વિહળધામ પાળિયાદમાં અમાસના પાવન પર્વે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં*

પાંચાળનું પ્રગટ પિરાણું અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવા પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા પાળિયાદમાં દર અમાસે લાખો લોકો ઠાકર દર્શનનો પ્રસાદનો અને કીર્તનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે.
ઠાકરના લાખો સેવકોના હૃદયમા વિહળધામ અને પાળિયાદ ઠાકર પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને આસ્થા સાથે અમાસનું ખૂબ મહાત્મ્ય છે.
વિહળધામ પાળિયાદની પાવન ધરા પરમ પુજ્ય શ્રી વિસામણબાપુ ની દેહાણ પરંપરાની જગ્યા છે કે જ્યાં સદાવ્રત ભજન અને ભક્તિરૂપી ત્રણ ધર્મ ધ્વજસ્તંભ અવિરત ઉભા છે. "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" એ વિચારબિંદુને સફળ કરતાં ઠાકરના પરિસરમાં અહીં ચોવિસે કલાક રોટલો 'ને ઓટલો મળી રહે છે.
પુજ્ય વિસામણબાપુએ વર્ષો પહેલા ધી, ગોળ અને ચોખાની પ્રસાદીનું સદાવ્રત શરૂ કરેલ તે અવિરત સેવાગંગા આજે પણ શરૂ છે અને હજારો,લાખો શ્રધ્ધાળુ ભાવિકો, યાત્રિકો અને દિન દુઃખિયા ઠાકરના ચરણે મસ્તક નમાવી દિવ્યતા,ભવ્યતા અને ધન્યતાનો અનુભવ કરી ઠાકરનો પ્રસાદ લે છે.
પરમ પુજ્ય શ્રી ઉનડબાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા આરંભેલી જે આજેપણ અવિરત શરું છે. જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય, એ પુણ્યશાળી ઠાકર સેવકો દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે. અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવાર પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવી, ત્યાર બાદ ઢોલ- નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી, ધજાગરા પાસે આવે છે અને ત્યાં પાળીયાદ જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુ ધજાને વધાવે છે, નમન કરી માથે ચડાવે છે અને પછી ધજા ચડાવવામાં આવે છે. આ કાર્યક્રમ દર અમાસના દિવસે હોય છે. પાળીયાદના શ્રધ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામા દૂર દૂરથી આવે છે. આ સંખ્યા આજની તારીખે વધતી વધતી એક લાખથી ઉપર પહોંચી ગઈ છે, જે પૈકી સિત્તેરથી એંસી હજાર ભાવિકો પ્રસાદ લે છે.
અમાસના દિવસે પાળીયાદમાં લોક મેળા જેવો માહોલ હોય છે.
લોકો આવે છે, પ્રભુશ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથની સમાધિ સ્થાન દેવળે માથુ નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે. પાળીયાદના ઠાકરને રોકડિયો ઠાકર કહેવામાં આવે છે,જે ભક્તોનાં મનની ઈચ્છા તરત પુરી કરે છે.
શ્રધ્ધાળુ ત્યાં વંશ પરંપરાગતના ઠાકર અને મહંતની સમાધિ સ્થાન દેરીએ માથું નમાવી, દર્શન અને પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવે છે. હાલના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુના ચરણ સ્પર્શ કરી, બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુનાં દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભયલુબાપુનાં દર્શન કરીને વિસામણબાપુના જન્મ સ્થળ ઓરડાનાં દર્શન અને પરચા પૂરતો પાણીના અવેડાનું ચરણામૃત લઈને ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા, કે જ્યાં ૭૫૦થી વધુ ગાયો રાખેલ છે, એની મુલાકાત લે છે. ગૌમાતાને સ્પર્શ અને વહાલ કરીને ગૌરજ માથે ચડાવે છે, અશ્વશાળાની મુલાકાત લે છે.અને જૂની વિન્ટેજ કારનું કલેકશન લોકોને નિહાળવા માટે જગ્યા દ્વારા કાચના શો કેસ બનાવીને ખુલ્લું મૂકેલ છે. જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. લોકો અહીં ફોટોગ્રાફી કરે છે ત્યારબાદ ભોજન- પ્રસાદ આરોગે છે અને ખૂબ ધન્યતા અને દિવ્યતાના ભાવ અનુભવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે.
પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રીના સમયે આવી જાય છે અને ઉતારો કરે છે. આવી રીતે અમાસનો આખો દિવસ પાળીયાદમાં શ્રધ્ધાળુઓની ખૂબ ભીડ રહે છે.
રણુજાના રાજા અને બારબીજના ધણી રામદેવપીરના અવતાર પુજ્ય વિસામણબાપુને માનવામા આવે છે. એના અનેક ઐતિહાસિક પુરાવા પણ છે અને ઠાકર ના હજારો પરચા એની સાક્ષી પુરે છે.
જેમને પાળીયાદના ઠાકરની ઉપમા પણ છે અને રામદેવપીરના વરદાન પ્રમાણે "પેઢીએ પીર અને સવાયા પીર થશે" - એ વચનનું સત્ય સમયે સમયે નજરે જોઇ શકાય છે.
આ માસની અમાસ નિમિતેની રસોઈ- પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરીવારના અનન્ય સેવક શ્રી મનસુખભાઈ નરસિંહભાઈ તુરખિયા (મુ -બગડ, હાલ વડોદરા) એ લીધો હતો.
આજે ઠાકરની અમાસ હોવાથી આજે એક લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઠાકરનાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સહુએ ઠાકરના દર્શન અને પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી
અહેવાલ કનુભાઈ ખાચર

*સુરત વિહળ મંડળ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી  નિર્મળાબા ઊનડબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું.*(કનુભાઈ ખાચર દ્વારા )લાખ...
01/07/2024

*સુરત વિહળ મંડળ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું.*

(કનુભાઈ ખાચર દ્વારા )
લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવાં પૂજ્યશ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળિયાદની દિવ્ય પરંપરા વર્ષોથી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત રહી છે અને આથીજ સમગ્ર ભારત ભરના તમામ પરમ આદરણીય સંતો -મહંતશ્રીઓ અને સાધુ સમાજનો વર્તમાન મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુ તથા અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય શ્રી તથા વિહળધામ પાળિયાદના પ્રેરક,સંચાલક આદરણીયશ્રી ભયલુબાપુ માટે વિશેષ આદરભાવ અને સ્નેહ રહ્યોં છે.
શ્રી સનાતન ધર્મ સંસ્થાન પાળિયાદના શ્રી વિસામણબાપુની જગ્યાનાં મહંત પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઊનડબાપુને વિશેષ પદ આપતાં સમગ્ર ભારતના સનાતન ધર્મના સભ્યશ્રી તરીકે નિયુક્ત કરવામાં આવતાં પૂજ્ય બા માટે સવિશેષ આદરભાવ, ગૌરવ અને સવિશેષ આનંદ અનુભવતાં સુરત વિહળ પરિવાર દ્વારા સુરત મુકામે પુજ્ય બાનુ અને આદરણીય શ્રી ભયલુબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય અવસરે વિહળ મંડળ સુરત સેવક પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને ભજન,ભોજન સાથે વિહળ મંડળ દ્વારા ભવ્ય સન્માન કરી પોતાનો અહોભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો...ખાસ આ યાદગાર અવસરે સમગ્ર કાર્યક્રમના સુંદર સંકલનની જવાબદારી શ્રી ઘનશ્યામભાઈ,શ્રી રમેશભાઈ, શ્રી અરવિંદભાઈ તથા શ્રી દિનેશભાઇએ તથા વિહળ મંડળની મોટી સંખ્યામાં હાજર ટીમે બજાવી હતી..જય વિહળાનાથ

'ધ્યાનની બારીએથી...'ધ્યાન શા માટે ? શું જરૂર છે ધ્યાન કરવાની ? બધું તો બરાબર ચાલ્યા કરે છે, તો શા માટે ધ્યાન કરીને સમય વ...
24/06/2024

'ધ્યાનની બારીએથી...'

ધ્યાન શા માટે ? શું જરૂર છે ધ્યાન કરવાની ? બધું તો બરાબર ચાલ્યા કરે છે, તો શા માટે ધ્યાન કરીને સમય વેળફવો ?
ધ્યાન શબ્દ સાંભળતાં જ આવા પ્રશ્નો મનમાં રમવા લાગે છે. તો શું આપણાં ઋષિમુનિઓ સમયની મહત્તા હતા નહોતા જાણતા ? કે નિષ્ક્રિય થઈને બેસી રહેવું, એમાં આનંદ આવતો હતો ?
આ બધાનો જવાબ છે "ના"
અહીં આપણી સમજણનો અભાવ છે. હજારો વર્ષો સુધી તપ-તપસ્યા, ધ્યાન-સાધના કરવી એ કોઈ સમયનો બગાડ ન હતો. પરંતુ મળેલ આ શરીરના સાધનનો મહત્તમ ઉપયોગ કરવો અને જીવનને યોગ્ય દિશામાં લઈ જવું.
પણ આધુનિક માનવીને એટલો બધો સમય છે જ નહીં.પણ ભગવાને બધાને દિવસનો એકસરખો સમય આપ્યો છે. 24 કલાક તો બધા પાસે સરખા જ છે. પણ તેનો કઈ રીતે ઉપયોગ કરવો, તે આપણા હાથની વાત છે. કાર્યની priority set કરવાનું કામ આપણા હાથમાં જ છે. દિવસના ૨૪ કલાકમાંથી માત્ર એક કલાક શું પોતાની જાતને ન આપી શકાય ? આ ભૌતિક શરીર પાસેથી સતત કામ લઈને આપણે તેને શું આપીએ છીએ ?
આત્મજાગૃતિ પ્રત્યેની ઉદાસીનતા. આપણું આ શરીર જેટલું દેખાય છે, એટલું એ સીમિત નથી. આપણા આ શરીર પાસે અદભુત શક્તિઓનો ખજાનો રહેલો છે. કે જેની સીમા અમાપ છે. અને આ બધાથી આપણે અજાણ.
કેટલાક લોકો રાત્રે માત્ર અઢીથી ત્રણ કલાકની જ નિંદ્રા લે છે. અને ફરી કામે લાગી જાય છે. ક્યાંથી આવે છે આ એનર્જી ?
આંખોથી દેખાતું આ શરીર જુદાં જુદાં organs થી બનેલું છે. અને આ organs ટીશ્યુના બનેલા છે. અને ટીશ્યુસ નાના નાના cellsના બનેલા છે આપણા શરીરમાં લગભગ ૫૦ પરાર્ધ જેટલા સેલ્સ આવેલા છે. અને દરેક સેલ્સ પાસે પોતાનું મગજ છે. એટલે જન્મો જનમની માહિતીનું તેમાં સંગ્રહ છે. Every cell of our body has its own mind and memory.
હવે અણુ પરમાણુની દુનિયામાં જઈએ તો અણુ એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનથી બનેલું છે. હવે આ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોનને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે કનેક્ટ કરી શકાય છે. પ્રોટોન એટલે પોઝિટિવ ઈલેક્ટ્રીક સ્પાર્ક એટલે કે વિધાયક શક્તિ. એટલે તેને બ્રહ્મા સાથે સરખાવી શકાય.
ઇલેક્ટ્રોન એટલે નેગેટીવ ઈલેક્ટ્રીક સ્પાર્ક એટલે કે મહેશ સાથે સરખાવી શકાય.
અને ન્યુટ્રોન એ આ બંનેને જોડે છે. એટલે કે વિષ્ણુ.
તો છે ને આપણા કણકણમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ !
GOD એટલે

G - Generator

O - Operator

D - Destroyer

Atom એટલે અણું.
આ જગતમાં બધું જ એટોમથી નિર્માણ પામ્યું છે. પહેલા એમ મનાતું હતું કે આનાથી સૂક્ષ્મ કશું જ નથી. કે હવે તેને ડિવાઇડ કરી શકાય નહીં. પરંતુ ધીરે ધીરે સાયન્સ ની પ્રગતિ દ્વારા સાબિત થયું કે આ એટોમ પણ બીજા સબએટોમિક પાર્ટીકલ્સથી બનેલું છે. એટલે કે આ પણ સૂક્ષ્મ નથી.
આ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એ પણ બીજા પાર્ટિકલથી બનેલો છે.
proton એ quarks (ક્વાર્કસ),
ન્યુટ્રોન એ લેપટોન્સ થી બનેલો છે.
આ યુનિવર્સ infinite છે. ચાહે મોટા લેવલ પર જઈએ કે સૂક્ષ્મ લેવલ પર જઈએ બંને તરફથી તે અનંત છે.
વિશાળતાની વાત કરીએ તો પણ અનંત અને સૂક્ષ્મતમની વાત કરીએ તો પણ અનંત છે. અને આપણે તેનો એક માત્ર સૂક્ષ્મ ભાગ છીએ. એક ઉદાહરણ આપું તો રેતીના એક કણ માં કેટલા એટોમ હશે ? તો રેતીના એક કણ માં ૫૦ ક્વોન્ટિલીયન એટોમ આવેલા છે. એક એટોમ એ એક મીટરના ૧૦ અરબ મોં ભાગ છે. તો વિચારી લો કે આ atom કેટલો સૂક્ષ્મ હશે !
છે ને અદભુત !
થોડું મગજ વિશે જાણીએ તો આપણું મગજ એ સુપર કોમ્પ્યૂટર છે. જે એક મિનિટમાં લગભગ ૫૦ વિચારો કરે છે. એટલે કે એક કલાકમાં ૩૦૦૦ વિચારો અને એક દિવસના ૭૦ થી ૭૨,૦૦૦ જેટલા વિચારો કરે છે બ્રહ્માંડમાં જેટલા તારાઓ છે, તેના કરતાં વધુ neurons આપણા મસ્તિષ્કમાં આવેલા છે. Mind never take rest.
તો આપણું આ અદ્ભુત શરીર શું ન કરી શકે ! તો ચાલો અંતરની યાત્રા કરવા થઈ જાવ તૈયાર. કરી લો થોડું ધ્યાન...

-ભાવિની રાઠોડ "ભાવાગ્નિ"
-અમદાવાદ

લોક દૃષ્ટી આઇ બેન્ક અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ની જાગૃતિ થી (૧) વડીયા કુકાવાવ ના અરવીદભાઈ અને નીલેશભાઈ ઢોલરીયા ના માતા ...
08/06/2024

લોક દૃષ્ટી આઇ બેન્ક અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ની જાગૃતિ થી
(૧) વડીયા કુકાવાવ ના અરવીદભાઈ અને નીલેશભાઈ ઢોલરીયા ના માતા શાંતાબેન શામજીભાઈ ઢોલાર્યા તેમજ રોનક અને પાર્થ ના દાદીમા
(૨) ચિતલ ના પ્રવીણ ભાઈ અને ભરતભાઈ ના પિતા શામજીભાઈ રામજીભાઈ અસલાલિયા નુ અવસાન થતાં બન્ને સદગત ના ચક્ષુઓ નુ દાન સુરત ની લોક દરષટી ચક્ષુબેક ને અર્પણ કરેલ
ચક્ષુદાન સ્વીકાર વામાં ઓપ્થલમીક આસી. દિનેશભાઈ જોગાણી ( વીરપુર) એ સેવા આપી હતી તેમજ નેત્રદાન અંગે માહીતી પુરી પાડી હતી. આપ સો ને પણ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ ભાઈ શિરોયા ચેરમેન રેડ કોસ બલ્ડ સેન્ટર , પ્રમુખ ચક્ષુબેક , સહ સયોજક સક્ષમ ગુજરાત અને આભાર આઇ કેર દિનેશભાઈ જોગાણી અપીલ કરે છે તમારા ઘ્યાન મા કોય પણ કાળી કીકી ને કારણે અંઘ વ્યકતી હોય તો પહેલા નજીક ના આંખ ના સર્જન ડોકટરને બતાવી ને સુરત લોક દષ્ટી ચક્ષુબેક નો સંમ્પક કરાવે આંગળી ચીન્ઘા નુ પુણ્ય હાસલ કરો નંબર ૯૮૨૪૧૪૬૩૦૮/૯૮૨૫૦૩૪૫૯૧
Lok Sabha TV American Red Cross

27/04/2024

1 भारत में नई सरकार चुनने के लिए मतदान के कई चरण बाकी है।

27/04/2024

अजरोज एयर पायलट दिवस के अवसर पर इंडिगो एयरलाइंस द्वारा रक्तदान शिविर का आयोजन किया गया
वर्ल्ड एयर इंडिया रेड क्रॉस ब्लड बैंक और सूरत क्रिस्टल लायंस क्लब ऑफ़ सूरत ने विश्व पायलट दिवस के अवसर पर एक रक्तदान शिविर का आयोजन किया, जिसमें सभी पायलटों के साथ-साथ ग्राउंड स्टाफ, अग्निशमन और सुरक्षा कर्मियों ने स्वेच्छा से 45 रक्तदान किया यूनिट रक्त आ गया था रेडक्रॉस ब्लड बैंक के अध्यक्ष डाॅ. डॉ. प्रफुल्ल शिरोया, अध्यक्ष, लायंस क्लब ऑफ सूरत क्रिस्टल। रक्तदान शिविर को सफल बनाने के लिए रेड क्रॉस के साथ समन्वय करते हुए कोमल देसाई, चार्टर अध्यक्ष रंजू दुगर, अरुणा काबरा और विलास पटेल भी उपस्थित थे।
Indigo airlines

21/04/2024

वीडियो वॉर’ के लिए मैदान में उतरेगी कांग्रेस की टीम, रणनीति में हुआ बदलाव; अब यहां पूरा फोकस

21/04/2024

दाहोद जिले के फतेपुरा गांव में गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल ने गरजा कि बीजेपी 26 सीटें जीतेगी, सभा में उमड़े लोग

दाहोद जिले के फतेपुरा गांव में आज ट्रस्ट की बैठक में दाहोद लोकसभा प्रत्याशी जसवन्तसिंह के लिए चुनाव प्रचार करने पहुंचे जियज विश्वास ने इस बैठक में स्वागत भाषण दिया, 70 साल में कोई काम नहीं हुआ, पीने के पानी, सिंचाई की कोई व्यवस्था नहीं हुई दाहोद के लिए पानी पर ध्यान दिया गया है, बीजेपी सरकार ने हफेश्वर और कडाना से पानी देने की योजना शुरू की है, आज कांग्रेस दाहोद में शुरू हुई जायडस सिविल का विरोध कर रही थी, सोचिए कोरोना के दौरान अगर जायडस अस्पताल नहीं होता तो क्या स्थिति होती, कांग्रेस है सिर्फ विपक्ष की राजनीति कर रही गुजरात की भूपेन्द्र पटेल और केंद्र की मोदी सरकार आने वाले वर्षों में भी 1475 करोड़ का मुफ्त अनाज देने जा रही है.

वीओ 2 - दाहोद के फ़तेहपुर में मुख्यमंत्री भूपेन्द्र पटेल ने कहा कि गारंटी किसी की भी मान्य नहीं है, मोदी की गारंटी के आगे किसी की गारंटी मान्य नहीं है और देश को 11वें स्थान से 5वें स्थान पर लाना है विकसित देशों में स्थान और अब तीसरे स्थान पर, यह नरेंद्र भाई की दूरदर्शिता की ताकत है जिसने देश को अग्रणी स्थान दिया है और उनकी वाइब्रेंट गुजरात सफल योजना ने गुजरात में 10 साल पूरे कर लिए हैं और इसका परिणाम है कि लगभग 100 बड़ी कंपनियों ने गुजरात में निवेश किया है। और जिसके कारण गुजरात आज उस स्थान पर आ गया है जहां रोजगार है, यह नरेंद्र भाई मोदी की सरकार की उपलब्धि है और यह उनकी तपस्या का परिणाम है

21/04/2024

21/04/2024



21/04/2024

आरटीई एक्ट के तहत सरकारी योजना के तहत दाहोद के एक अनुदानित स्कूल में अपने बच्चों को दाखिला नहीं देने पर अभिभावक शिक्षा अधिकारी कार्यालय पहुंचे।

आज दिनांक 20.4.2024 शनिवार को आरटीई अधिनियम के तहत हर वर्ष बच्चों को सरकारी खर्च पर पढ़ाने के लिए सरकार द्वारा स्कूल चयन फॉर्म जारी किया जाता है जिसमें दाहोद के कई लोगों ने फॉर्म भरा जिसमें फॉर्म में पसंदीदा स्कूलों का चयन करना होता है जिसमें से कई अभिभावकों को दी जाती है अनुमति दाहोद। सरकार द्वारा जमाली और स्कूल का चयन कर 15 से अधिक बच्चों को सरकारी खर्च पर प्रशासन दिए जाने पर अभिभावकों ने जब जमाली स्कूल के प्रिंसिपल से बात की तो उन्होंने कोई संतोषजनक जवाब नहीं दिया और कहा कि बच्चों को नहीं मिलेगी। इस स्कूल में एडमिन सभी अभिभावकों ने दाहोद जिला शिक्षा अधिकारी कार्यालय पहुंचकर अधिकारी को ज्ञापन दिया कि अब स्कूल में बच्चों को प्रवेश क्यों नहीं दिया जा रहा है, नंबर बंद है और अभिभावकों ने भी गुहार लगाई है कि बच्चों को प्रवेश दिया जाए जमाली स्कूल में नहीं बल्कि किसी अन्य स्कूल में प्रवेश दिया जाए।


Address


Alerts

Be the first to know and let us send you an email when B News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to B News:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share