05/10/2025
સુરત શહેરમાં ચંદની પડવાની તૈયારી શરૂ થતાં જ મીઠાઈ બજારમાં ઘારીનો માહોલ ગરમાયો છે. પરંતુ ઘી, માવો અને ડ્રાયફ્રુટમાં ભેળસેળના સતત વધતા કિસ્સાઓએ સુરતીઓને વિચારતા કર્યા છે. તહેવારની મીઠાશ ભેળસેળના કારણે ખારું ન થાય તે માટે હવે સુરતીઓએ વિકલ્પરૂપે હોમ મેડ ઘારી બનાવવા નો રસ્તો શોધી કાઢ્યો છે. સતત ભેળસેળ બહાર આવતા ટેસ્ટી ફૂડ બનાવનારા માટે સાઈડ બિઝનેસ ખુલ્લો થયો છે અને સુરતીઓને ભેળસેળ વિનાની ઘારી મળતી થઈ છે.
આગામી ચંદની પડવામાં સુરતીઓની પોતિકી મીઠાઈ ઘારીની બોલબાલા સુરત સહિત વિશ્વમાં જોવા મળે છે.