14/09/2024
ખબર નહિ, આ બેન સાથે કેવા સંજોગ અને કેવી પરિસ્થિતિ થઈ હશે કે આવી હોંશિયાર , કલાકારને ટક્કર મારે એવો એવો અવાજ , આવડી યાદ શક્તિ, આટલું ગીતાનું જ્ઞાન હોવા છતાં આજે પાગલ ખાનામાં જીવી રહી છે.
સમાજ જેને પાગલ સમજે છે એ ખરેખર કેટલા હોંશિયાર હોય છે એ આ બેન પર થી સમજી શકાય. આપણને બોવ હોંશિયાર સમજતા હોય પણ ઈશ્વરની કૃપા કેવાય કે આપણે આજે પરિવાર સાથે શાંતિ થી જિંદગી જીવી રહ્યા છે.
માઁ બાપ અને પરિવાર છે, તો બધું છે બાકી આ સમાજ છત્રછાયા ગુમાવી બેઠેલા ને ભટકતાને ગાંડામાં ખપાવી દે અને ક્યાંય પાગલ ખાનામાં પાંજરામાં પૂરી ને પાગલ બનાવી દે છે.
ભગવાન ને એવી પ્રાથના કે આ બેન ને જલ્દી એના પરિવાર સાથે મિલાવી દે અને એક નવી જિંદગી જીવે.
ભગવાન પણ આવું શાને કરતો હશે...ખબર નહિ આને નશીબ કેવાતું હશે કે સંજોગ કે પરિસ્થિતિ.
આટલા નામ લે છે આ બેન આટલું સરનામું આપે છે એમાંથી કોક તો જોયને આ બેનને એના પરિવાર સાથે મિલાવી જ દેશે એવી આશા.🙏